AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: પંજાબમાં આવતીકાલે ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાશે, ખેલાડીઓને 15 કરોડના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમના (Indian Hockey Team) સભ્યો ચોથા સ્થાને રહ્યા હતા. જેથી ટીમનાં સભ્ય રીના ખોખર અને ગુરજીત કૌર,ઉપરાંત છઠ્ઠા ક્રમે આવનાર ડિસ્ક થ્રોઅર કમલપ્રીત કૌરને 50 લાખનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.

Tokyo Olympics 2021: પંજાબમાં આવતીકાલે ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાશે, ખેલાડીઓને 15 કરોડના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે
Captain Amrindar Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:55 AM
Share

Tokyo Olympics 2021:  પંજાબના રમત અને યુવા બાબતોના મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢી(Gurmeet Singh Sodhi) એ મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર 12 ઓગસ્ટના રોજ ચંદીગઢમાં યોજાનારા ખાસ સમારંભમાં સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને સન્માનિત કરશે.ઉપરાંત ઓલમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનું પણ રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે.

રાણા સોઢીએ વધુમાં જણાવ્યું હતુ કે,પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ (Amrindar Singh) ઓલિમ્પિક ખેલાડીઓનું સન્માન કરશે જ્યારે રાજ્યપાલ વી.પી. સિંઘ બદનોર આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે હાજરી આપશે. આ સાથે જ મુખ્યપ્રધાનની જાહેરાત મુજબ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપરાને 2 કરોડ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે.

હોકી ટીમના ખેલાડીઓને 1 કરોડ આપવામાં આવશે

આ સિવાય ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક રમતોમાં (Olympics) મેડલ જીત્યો છે. જેમાં કેપ્ટન અને વાઈસ કેપ્ટન સહિત સૌથી વધુ 11 ખેલાડીઓ પંજાબના છે. બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીતનાર ભારતીય હોકીના 11 પંજાબી ખેલાડીઓમાં મનપ્રીત સિંહ (Captain), હરમનપ્રીત સિંહ, રૂપિંદર પાલ સિંહ, સિમરનજીત સિંહ, મનદીપ સિંહ, ગુરજંત સિંહ, શમશેર સિંહ, વરુણ કુમાર, દિલપ્રીત સિંહ, હાર્દિક સિંહ અને કૃષ્ણ પાઠકને 1-1 કરોડ રૂપિયા આપી સન્માનિત કરવામાં આવશે.

ચોથા અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમને 50 લાખ રૂપિયા આપવામાં આવશે

ભારતીય મહિલા હોકી ટીમના સભ્યો જે ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહ્યા હતા.જે ટીમમાં પંજાબના રીના ખોખર અને ગુરજીત કૌરનો પણ સામેલ હતા અને છઠ્ઠા ક્રમે આવનાર ડિસ્ક થ્રોઅર કમલપ્રીત કૌરને(Kamalpreet Kaur) 50 લાખનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.

ઉપરાંત બોક્સર સિમરનજીત કૌર, શૂટર અંજુમ મૌદગીલ અને અંગદવીર સિંહ, તેજિંદર પાલ સિંહ,ગુરપ્રીત સિંહ અને પેરાલિમ્પિક બેડમિન્ટન ખેલાડી(Badminton)  પલક કોહલીને પણ 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ પણ વાંચો: રેલ્વે દ્વારા લેવાયો મોટો નિર્ણય, આવનારા સમયમાં 50 ટકા સુધી ઘટાડવામાં આવશે કોચનું ઉત્પાદન

આ પણ વાંચો: લોકસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર, 385 સભ્યોએ આપ્યો ટેકો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">