રેલ્વે દ્વારા લેવાયો મોટો નિર્ણય, આવનારા સમયમાં 50 ટકા સુધી ઘટાડવામાં આવશે કોચનું ઉત્પાદન
રેલવે બોર્ડ તરફથી મળેલી માહિતી અનુસાર 2019-20 અથવા 2020-21માં લગભગ સાડા સાત હજાર કોચ બનાવવામાં આવી રહ્યા હતા. જ્યારે 2023-24માં આ લક્ષ્યાંક વધારવાને બદલે તેમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સામાન્ય ભારતીયો માટે જાહેર પરિવહનનું સૌથી વધુ પસંદ કરવામાં આવતું માધ્યમ એટલે ભારતીય રેલ્વે (Indian Railway). આધુનિક સમયની માંગ પ્રમાણે રેલ્વે પોતાના માળખામાં બદલાવ લાવી રહ્યું છે. કોરોના (Corona)ની આપત્તિ હોય કે કોઈ તહેવારો હોય અથવા તમને તમારા ગામ કે શહેરોમાં જવાની ઉતાવળ હોય, ભારતીય રેલવે દરેકની પ્રથમ પસંદગી છે.
રેલવે વિભાગ હવે તેની પરંપરાગત કામગીરીમાં અનુકુળ ફેરફારો લાવી રહ્યું છે. આ અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં પેસેન્જર કોચના બાંધકામમાં 50 ટકાનો કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડના આ નિર્ણયની સૌથી વધુ અસર પેસેન્જર ટ્રેનો પર પડશે, જ્યારે માલગાડીની ટ્રેનોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવશે.
કમાણી માટે ફ્રેટ પર છે નિર્ભર
કેન્દ્ર સરકાર રેલવેમાં ઘણા ફેરફાર લાવી રહી છે. ધીમે ધીમે રેલવેને આત્મનિર્ભર બનાવવા માટે ઘણા નિર્ણયો લેવાયા છે. આ અંતર્ગત જ્યારે ફ્રેટ કોરિડોરના નિર્માણ પછી માલગાડીઓના સંચાલન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે તેના તમામ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા માટે કામની ગતીની ઝડપ પણ વધારવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
રેલવે બોર્ડનો આદેશ
હવે પેસેન્જર ટ્રેનો જે પરંપરાગત રીતે ચલાવવામાં આવી રહી છે, તેમાં કેટલાક ફેરફારના સંકેતો મળી રહ્યા છે. બદલાવના પ્રથમ તબક્કાના ભાગરૂપે પેસેન્જર ટ્રેનના કોચ ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડ તરફથી મળેલી માહિતી અનુસાર, 2019-20 અથવા 2020-21માં લગભગ સાડા સાત હજાર કોચ બનાવવામાં આવી રહ્યા હતા.
જ્યારે 2023-24માં આ લક્ષ્યાંક વધારવાને બદલે તેમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડના આદેશ અનુસાર MCF રાયબરેલી, ICF ચેન્નઈ અને RCF કપૂરથલાને નવા લક્ષ્યાંક મુજબ કામ કરવાનું જણાવવામાં આવ્યું છે.
સંચાલન પર પણ થશે અસર
જો આપણે કોવિડ પછી રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવેલી તમામ જાહેરાતો પર નજર નાખીએ તો જાણવા મળશે કે કોવિડ દરમિયાન બંધ ટ્રેનોનું સંચાલન પણ ખૂબ કાળજી સાથે કરવામાં આવી રહ્યું છે. ટ્રેનોનું ધીરે ધીરે ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. માંગના આધારે જ અલગ અલગ ઝોનમાં ટ્રેનોને કાર્યરત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે ભારતીય રેલવે આગામી સમયમાં તેની ખોટ ઘટાડવા માટે વધુ માલગાડીઓ ચલાવવા પર ભાર મૂકી રહ્યું છે.
ખાનગી કંપનીઓની ભાગીદારી
પેસેન્જર ટ્રેનોમાં સારી સુવિધાઓને ધ્યાનમાં રાખીને ખાનગી કંપનીઓને વધુને વધુ ટ્રેનો આપવાની તૈયારી ચાલી રહી છે. કેટલાક રૂટ પર તેના સારા પરિણામો મળ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ખાનગી કંપનીઓને આગામી દિવસોમાં કેટલાક વધુ રૂટ પર ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી શકાય છે.
જ્યારે પેસેન્જર ટ્રેનોના સેગમેન્ટને જ ખાનગી ક્ષેત્રને સોંપવાની તૈયારી છે. તેનું સૌથી મોટું કારણ એવું માનવામાં આવે છે કે રેલવે માત્ર 57 ટકા ખર્ચ જ મુસાફરોના ભાડામાંથી વસૂલ કરે છે. જ્યારે બાકીનો ખર્ચ રેલવે વિભાગ દ્વારા માલગાડીઓના ભાડા પેેેટે વસૂલાય છે.
આ પણ વાંચો : કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના પ્રભાવ અને ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’ને લઈને જાહેર કરાયા છે બે પ્રકારના સર્વેલન્સ: સરકાર