Tokyo Olympics 2020 live : બોક્સિંગમાં લવલીના ક્વાર્ટર ફાઇનલમાં, હૉકીમાં ભારતે સ્પેનને 3-0થી હરાવ્યુ,ટેબલ ટેનિસના મહાસંધે ખેલાડીઓની પ્રશંસા કરી

Tokyo Olympics 2020 live updates : ભારતીય હૉકી ટીમે બીજી જીત મેળવી છે. હૉકી ટીમે સ્પેનને 3-0થી હરાવ્યુ છે. મનુ-સૌરભની જોડી  ટૉપ-4માં ન પહોંચી શકી અને મેડલની રેસથી બહાર નિકળી ચૂકી છે. 

Tokyo Olympics 2020 live : બોક્સિંગમાં લવલીના ક્વાર્ટર ફાઇનલમાં, હૉકીમાં ભારતે સ્પેનને 3-0થી હરાવ્યુ,ટેબલ ટેનિસના મહાસંધે ખેલાડીઓની પ્રશંસા કરી
Lovlina

Tokyo olympics 2020 live : ટોક્યો ઓલિમ્પિક-2020માં ભારત માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ રહેશે. આજે અનેક રમતોનુ આયોજન જેમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.

દિવસની શરુઆત નિશાનેબાજી સાથે થઇ 10 મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરી તેમજ અભિષેક વર્મા અને યશસ્વિીની દેસવાલની જોડી ઉતરી.

આપને જણાવી દઇએ કે નિશાનેબાજીમાં 10મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમ સ્પર્ધામાં   મનુ અને સૌરભની જોડીએ આગામી પડાવ માટે ક્વોલિફાય કરી લીધુ . જ્યારે અભિષેક યશસ્વિની જોડી બહાર થઇ ચૂકી ,  મનુ-સૌરભની જોડી  ક્વોલિફાય થઇને બીજા રાઉન્ડમાં પહોંચી પરંતુ  ટૉપ-4માં ન પહોંચી શકી અને મેડલની રેસથી બહાર નિકળી ચૂકી છે.

ભારતીય હૉકી ટીમે બીજી જીત મેળવી છે. હૉકી ટીમે સ્પેનને 3-0થી હરાવ્યુ છે. જ્યારે ટેબલ ટેનિસમાં અચંત શરત પાંચમી ગેમ હાર્યા.પાંચમી ગેમમાં શરુઆતમાં સ્કોર 2-2 હતો. પરંતુ લોંગે ફરી પોતાનો દમ બતાવ્યો અને 7-2થી લીડ લીધી. અચંતને દબાવમાં લઇ લીધા.પાંચમી ગેમ સાથે અચંત મેચ પણ હારી ગયા.

ભારતીય નિશાનેબાજ એક વાર ફરી ફ્લોપ રહ્યા છે. 10મીટર એર રાઇફલ મિકસ્ડ ઇવેન્ટમાં ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પવારની જોડી , અંજુમ મોદગિલ અને દીપક કુમારની જોડી હારી ગઇ છે. દિવ્યાંશ –ઇલાવેનિલની જોડી 626.5 સ્કોર કર્યો અને 12માં સ્થાન પર રહી. જ્યારે અંજુમ દીપકની જોડીએ 623.8 સ્કોર કર્યો અને 18મુ સ્થાન મેળવ્યુ, ટૉપ 8 જોડી સ્ટેજ 2માં જાય છે.

 

લવલિનાએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓના 69 કિલોગ્રામ ભારવર્ગના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. લવલિનાએ જર્મનીના એપેટજ નેદિનને 3-2 મ્હાત આપી છે અને આ મુકાબલો જીત્યો છે. મુકાબલો ઘણો રોમાંચક રહ્યો.શૂટિંગમાં  ચીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ડબલ્સની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.ટેબલ ટેનિસમાં આજે અચંતા શરથ કમલ પુરુષોની સિંગલ્સ કેટેગરીના ત્રીજા રાઉન્ડમાં હાર્યા બાદ બહાર થઈ હતી. આ સાથે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનો પડકાર પૂરો કર્યો હતો. ભારતીય ટેબલ ટેનિસ મહાસંધે ખેલાડીઓની પ્રશંસા કરી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 27 Jul 2021 17:52 PM (IST)

  Tokyo Olympics 2020 live : દિગ્ગજ અમેરિકી જિમ્નાસ્ટીક સિમોન બાઈલ્સ ઈજાગ્રસ્ત થવાથી બહાર

  સિમોન બાઈલ્સ મામલે વધુ એક જાણકારી સામે આવી છે. અમેરિકી મીડિયાના રિપોર્ટ અનુસાર જિમ્નાસ્ટીક ટીમના કોચે જણાવ્યું કે, બાઈલ્સને ઈજા થવાના કારણે નહિ પરંતુ માનસિક પરેશાન થવાને કારણે તેમણે પોતાનું નામ પરત ખેચ્યું છે. બાઈલ્સ આજે ટીમ ઈવેન્ટની ફાઈનલમાં ભાગ લેવાની હતી.

   

 • 27 Jul 2021 17:41 PM (IST)

  Tokyo Olympics 2020 live : દિગ્ગજ અમેરિકી જિમ્નાસ્ટીક સિમોન બાઈલ્સ ઈજાગ્રસ્ત થવાથી બહાર

  ઓલિમ્પિકમાં અમેરિકાની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. મહિલા જિમ્નેસ્ટિક્સમાં ચેમ્પિયન સિમોન બાઈલ્સ ઈજાના કારણે ટીમ ઈવેન્ટમાંથી બહાર થઈ છે, જાણકારી અનુસાર બાઈલ્સને વૉલ્ટ ઈવેન્ટ દરમિયાન ઈજા થઈ હતી જેના કારણે તે આજે રમાનાર ફાઈનલનો પ્રકેટિસ કરી શકી નહિ.બાઈલ્સ મેચમાંથી બહાર થતા તેમના સ્થાને જૉર્ડન ચાઈલ્સને મળી છે.

   

 • 27 Jul 2021 15:59 PM (IST)

  Tokyo Olympics 2020 live : બરમૂડા અને ફિલિપાઇન્સનો ઔતિહાસિક દિવસ

  ટોક્યો ઓલિમ્પિકમાં બે દેશો માટે આજનો દિવસ ઔતિહાસિક અને યાદગાર દિવસ હતો. બરમૂડા અને ફિલિપાઇન્સએ પોતપોતાના ઇતિહાસમાં પહેલીવાર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

  અંદાજે 100 વર્ષ (1924માં પ્રથમ વખત)થી ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યો છે, તેમને વેઇટલિફ્ટિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે.મહિલાઓની 55 કિલો વજન કેટેગરીમાં હિડીલિન ડિયાજે 224 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

  બીજી તરફ બર્મુડાની ફ્લોરા ડફીએ મહિલાઓની ટ્રાયથ્લોનમાં 1:55:36 કલાકના સમયમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, બરમૂડાનો પણ ઓલિમ્પિક ઈતિહાસમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.

   

 • 27 Jul 2021 15:16 PM (IST)

  Tokyo Olympics 2020 live : સેલિંગમાં કેવું રહ્યું ભારતનું પ્રદર્શન

  વરુણ ઠક્કર અને કેસી ગણપતિએ પુરુષ સ્કિફ 49 ઈઆર રેસ-1માં 18મું સ્થાન મેળવ્યું ચે. રેસ -2 અને રેસ-3 હજુ રમવાની બાકી છે. નેત્રા કુમાનને મહિલાઓની લેઝર રેડિયલ રેસ-5માં 32મું સ્થાન મેળવ્યું છે. તો વિષ્ણુ સરવનને લઈ લેઝર-4માં 23મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 • 27 Jul 2021 14:19 PM (IST)

  Tokyo Olympics 2020 live : ટેબલ ટેનિસના મહાસંધે ખેલાડીઓની પ્રશંસા કરી

  ટેબલ ટેનિસમાં આજે અચંતા શરથ કમલ પુરુષોની સિંગલ્સ કેટેગરીના ત્રીજા રાઉન્ડમાં હાર્યા બાદ બહાર થઈ હતી. આ સાથે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનો પડકાર પૂરો કર્યો હતો. ભારતીય ટેબલ ટેનિસ મહાસંધે
  ખેલાડીઓની પ્રશંસા કરી છે.

   

 • 27 Jul 2021 13:45 PM (IST)

  શૂટિંગમાં : ચીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ડબલ્સની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

 • 27 Jul 2021 11:53 AM (IST)

  જાણો કોણ છે લવલીના ?

  લવલીના બોરગોહેન માત્ર 24 વર્ષના છે. તેમણે આસામના એક નાના ગામથી ઓલિમ્પિકની સફર નક્કી કરી છે. લવલીના લવલીના બોરગોહેન આસમના ગોલાઘાટ જિલ્લામાં પડતી સરુપથર વિધાનસભાના નાના ગામ બોરમુખિયાની રહેનારી છે. તેમના ગામમાં માત્ર 2 હજારની વસ્તી છે.

   

  બે વાર વિશ્વ ચેમ્પિયનશીપ જીતી ચૂકેલા લવલીના આસામના પહેલા બોક્સર છે જેમણે ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ છે. 1.77 મીટર લાંબા લવલીના બોરગોહેન ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિલોગ્રામ વર્ગમાં ભાગ લઇ રહ્યા છે.

 • 27 Jul 2021 11:44 AM (IST)

  બોક્સિંગમાં ભારતના લવલિનાએ મેળવી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા

  લવલિનાએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓના 69 કિલોગ્રામ ભારવર્ગના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. લવલિનાએ જર્મનીના એપેટજ નેદિનને 3-2 મ્હાત આપી છે. આ મુકાબલો જીત્યો છે. મુકાબલો ઘણો રોમાંચક રહ્યો.

 • 27 Jul 2021 11:12 AM (IST)

  બેડમિન્ટન (Badminton) – ક્વાર્ટર ફાઇનલની રેસમાંથી ભારત બહાર

  બેડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બ્રિટનના બેન લેન અને સીન વેંડીને હરાવી દીધા છે. આ જીત છતા સેસાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ક્વાર્ટર ફાઇનલની રેસથી બહાર થઇ ગયા છે. ગ્રુપમાં તેઓ ત્રીજા સ્થાન પર રહ્યા.

 • 27 Jul 2021 10:58 AM (IST)

  થોડી વારમાં બોક્સિંગનો મુકાબલો

  થોડી વારમાં બોક્સિંગનો મુકાબલો થશે શરુ. મહિલા વેલ્ટરવેટ રાઉન્ડ ઑફ 16માં ભારતની લવલીના બોરગોહેન એપટેઝ નોદિનનો સામનો કરશે.

 • 27 Jul 2021 10:48 AM (IST)

  નિશાનેબાજી – 10 મીટર એર રાઇફલ મિકસ્ડ ઇવેન્ટમાં ભારત બહાર

  ભારતીય નિશાનેબાજ એક વાર ફરી ફ્લોપ રહ્યા છે. 10 મીટર એર રાઇફલ મિકસ્ડ ઇવેન્ટમાં ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પવારની જોડી , અંજુમ મોદગિલ અને દીપક કુમારની જોડી હારી ગઇ છે. દિવ્યાંશ –ઇલાવેનિલની જોડી 626.5 સ્કોર કર્યો અને 12માં સ્થાન પર રહી. જ્યારે અંજુમ દીપકની જોડીએ 623.8 સ્કોર કર્યો અને 18મુ સ્થાન મેળવ્યુ, ટૉપ 8 જોડી સ્ટેજ 2માં જાય છે.

 • 27 Jul 2021 10:26 AM (IST)

  નિશાનેબાજીમાં ભારતની શરુઆત સારી નહીં

  ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પંવાર, અંજુન મોદગિલ અને દીપક કુમારની જોડીએ સારી શરુઆત કરી નથી. ઇલાવેનિલ વાલારિવાન અને દિવ્યાંશ સિંહ પંવારની જોડી ટૉપ 15માં છે પરંતુ અંજુમ મોદગિલ અને દીપક કુમારની જોડી સમય લઇ રહી છે.

  વાલારિવાને પહેલી સીરીઝમાં 105 , બીજીમાં 104 અને ત્રીજીમાં 104.2 અંક મેળવ્યા છે. દિવ્યાંશ સિંહ પંવારે પહેલી સીરિઝમાં 103.6 અને બીજી સીરીઝમાં 104.1 અંક મેળવ્યા.

 • 27 Jul 2021 10:12 AM (IST)

  નિશાનેબાજી – 10 મીટર એર રાઇફલ મિકસ્ડ ટીમ ઇવેન્ટ શરુ

  10 મીટર એર રાઇફલ મિકસ્ડ ટીમ ક્વોલિફિકેશન સ્ટેજ-1 શરુ થઇ ગઇ છે. અહી ભારત તરફથી બે જોડી ઉતરી રહી છે. એક જોડી ઇલાવેનિલ વાલારિવન અને દિવ્યાંશ સિંહ પંવારની  અને બીજી જોડી અંજુમ મોદગિલ અને દીપક કુમારની.

 • 27 Jul 2021 09:58 AM (IST)

  ટેબલ ટેનિસ(Table Tennis) – પાંચમી ગેમમાં હાર બાદ અચંતની સફર સમાપ્ત

  પાંચમી ગેમમાં શરુઆતમાં સ્કોર 2-2 હતો. પરંતુ લોંગે ફરી પોતાનો દમ બતાવ્યો અને 7-2થી લીડ લીધી. અચંતને દબાવમાં લઇ લીધા.પાંચમી ગેમ સાથે અચંત મેચ પણ હારી ગયા.

   

 • 27 Jul 2021 09:36 AM (IST)

  ટેબલ ટેનિસ (Table Tennis) – બીજી ગેમ જીત્યા શરત કમલ

  બીજી ગેમમાં શરત કમલે સારુ પ્રદર્શન કર્યુ. પહેલી ગેમ હાર્યા બાદ કમલ દબાવમાં આવ્યા નહી. બીજી ગેમ કાંટાની રહી. કમલે બીજી ગેમ 11-8થી જીતી લીધી છે. કમલ અને લોંગ ખેલાડી એક-એક ગેમ જીતી ચૂક્યા છે.

 • 27 Jul 2021 09:23 AM (IST)

  ટેબલ ટેનિસ (Table Tennis) – પહેલી ગેમ હાર્યા શરત કમલ

  અચંતા શરત કમલની શરુઆત સારી ન રહી. ચીનના મા લોંગ સામે પહેલી ગેમ 11-7થી હારી ગયા છે.

 • 27 Jul 2021 09:11 AM (IST)

  ટેબલ ટેનિસ (Table Tennis) – શરત કમલનો મુકાબલો ચીનના મા લોંગ સાથે

  ટેબલ ટેનિસમાં ભારતનો મુકાબલો ચાલુ છે. શરત કમલનો મુકાબલો ચીનના મા લોંગ સાથે થઇ રહ્યો છે.

 • 27 Jul 2021 09:02 AM (IST)

  બેડમિન્ટન (Badminton) –  આજે સાત્વિક-ચિરાગની મેચ

  બેડમિન્ટનમાં આજે પુરુષ યુગલ ગ્રુપ સ્ટેજમાં ભારતના સાત્વિકસાઇરાજ રૈંકી રેડ્ડી-ચિરાગ શેટ્ટીની જોડીનો સામનો બ્રિટેનના બેન લેન અને સીન વેંડીની જોડી સાથે છે.

 • 27 Jul 2021 08:49 AM (IST)

  ટેબલ ટેનિસમાં ભારતની એક માત્ર આશા અચંતા શરત

  ટેબલ ટેનિસમાં ભારતની એક માત્ર આશા અચંતા શરત કમલ પુરુષ એકલ વર્ગમાં ત્રીજા રાઉન્ડનો મુકાબલો શરુ કરશે. તેમની સામે ચીનના મા લોંગ જે હાલ વિજેતા છે અને તેમનુ નામ દિગ્ગજ ખેલાડીઓમાં આવે છે.

 • 27 Jul 2021 08:30 AM (IST)

  17 વર્ષની ઉંમરમાં જીત્યો ગોલ્ડ મેડલ

  17 વર્ષની અમેરિકાની સ્વિમર લયડિયા જૈકબીએ પોતાની પહેલી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

 • 27 Jul 2021 08:21 AM (IST)

  હૉકી- ભારતે સ્પેનને 3-0થી હરાવ્યુ

  એક તરફી મુકાબલામાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 3-0થી હરાવ્યુ. ભારતે શરુઆતમાં બે ગોલ પહેલા ક્વાર્ટરમાં કર્યા જ્યારે ત્રીજો ગોલ છેલ્લા ક્વાર્ટરમાં કર્યો ભારત માટે રુપિંદર પાલ સિંહે બે ગોલ કર્યા. જ્યારે સિમરનજીતે એક ગોલ કર્યો.

 • 27 Jul 2021 07:59 AM (IST)

  ભારતીય હૉકી ટીમનો ત્રીજો ગોલ

  ભારતીય પુરુષ હૉકી ટીમનુ જોરદાર પ્રદર્શન . સ્પેન સામે 3-0ની લીડ મેળવી. ભારત તરફથી ત્રીજો ગોલ પેનલ્ટી કોર્નરમાં આવ્યો.

 • 27 Jul 2021 07:47 AM (IST)

  હૉકી (Hockey) – ત્રીજો ક્વાર્ટર સમાપ્ત

  ત્રીજો ક્વાર્ટર સમાપ્ત થઇ ગયો છે. ભારત સ્પેન કરતા 2-0થી આગળ છે. ત્રીજો ક્વાર્ટર પૂર્ણ થયાના પહેલા સ્પેનને પેનલ્ટી કોર્નર મળ્યો. પરંતુ તે ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા.

 • 27 Jul 2021 07:24 AM (IST)

  હૉકી (Hockey) – બીજા ક્વાર્ટરની રમત પૂર્ણ, ભારતને 2-0ની લીડ મળી.

  પહેલા ક્વાર્ટરમાં ગોલ કર્યા બાદ ભારતીય ટીમ બીજા ક્વાર્ટરમાં ડિફેન્સિવ રહી. ટીમની કોશિશ લીડ બનાવી રાખવાની દેખાઇ. સ્પેન આ ક્વાર્ટરમાં વધારે એટેકિંગ રહ્યુ. તેમને બે પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ભારતીય ટીમે બંને મોકામાં તેમને નિરાશ કર્યા. ભારત લીડ બનાવી  રાખવામાં સફળ રહ્યુ.

 • 27 Jul 2021 07:14 AM (IST)

  હૉકી – સ્પેનને પેનલ્ટી કોર્નર, ન થયો ગોલ

  બીજા ક્વાર્ટરમાં સ્પેનને 23 મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ આ વખતે સ્પેનની ટીમ આને ગોલમાં બદલવામાં નિષ્ફળ રહી.

 • 27 Jul 2021 07:04 AM (IST)

  હૉકી (Hockey)- ભારતીય ટીમ 2-0થી આગળ

  ઑસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ટીમ સ્પેન સામે મજબૂતીથી રમી રહી છે. ભારતીય ટીમ બે ગોલ કરી ચૂકી છે. 2-0થી આગળ છે.

 • 27 Jul 2021 06:50 AM (IST)

  નિશાનેબાજી-ટૉપ 4માં જગ્યા ન મેળવી શકી મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી

  10મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતના મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી ટૉપ-4માં જગ્યા ન મેળવી શકી. બીજા રાઉન્ડમાં આ જોડી કુલ 380 સ્કોર સાથે સાતમાં સ્થાન પર રહી અને ટૉપ-4માં જગ્યા ન મેળવી શકી.

 • 27 Jul 2021 06:39 AM (IST)

  બીજા રાઉન્ડમાં પાછળ મનુ-સૌરભની જોડી

  10મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશનના બીજા રાઉન્ડમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી પાછળ છે. અત્યારે તેમની જોડી છઠ્ઠા નંબર પર છે.

 • 27 Jul 2021 06:36 AM (IST)

  પૂલ-એમાં ભારતીય પુરુષ હૉકી ટીમનો મુકાબલો સ્પેન સાથે

  શૂટિંગ બાદ હવે હૉકીનો વારો. પૂલ-એમાં ભારતીય પુરુષ હૉકી ટીમનો મુકાબલો સ્પેન સાથે છે. પૂલ-એમાં મજબૂત સ્થિતિ બનાવવા માટે ભારતીય ટીમે સ્પેન પર મોટી જીત મેળવવી પડશે.

 • 27 Jul 2021 06:30 AM (IST)

  ત્રીજા અને ચોથા નંબરે આવનારી જોડી બ્રોન્ઝ મેડલ મેચ રમશે

  ટૉપ 8 ટીમ હવે ક્લોલિફિકેશનના બીજા સ્ટેજમાં પહોંચી ગઇ છે. દરેક શૂટર બે સીરીઝમાં 10 શોટ મારી શકશે. મતલબ એક ટીમ 4 સીરીઝમાં 40 શોટ શૂટ કરી શકશે. ટૉપ -2 ગોલ્ડ મેડલ મેચ માટે ક્વોલિફાઇ કરશે. સીરીઝમાં ત્રીજા અને ચોથા નંબરે આવનારી જોડી બ્રોન્ઝ મેડલ મેચ રમશે

 • 27 Jul 2021 06:14 AM (IST)

  સૌરભ અને મનુની જોડી આગામી પડાવમાં

  સૌરભ અને મનુ ભાકરની જોડી ક્વોલિફેકશનના બીજા સ્ટેજમાં પહોંચી ગઇ છે. સૌરભ 296 અને મનુએ 286 સ્કોર મેળવ્યો. જો કે અભિષેક અને યશસ્વિની બહાર થઇ ગયા છે.

 • 27 Jul 2021 06:08 AM (IST)

  8ટીમ જશે આગામી પડાવમાં

  10મીટર એર પિસ્ટલ મિકસ્ડના ક્વોલિફિરેશનના આગામી સ્ટેજમાં 8 ટીમને જ મોકો મળશે. મનુ ભાકર અને સૌરભ ચૌધરીનુ આગામી પડાવમાં જવાનુ લગભગ નક્કી છે. કારણ કે આ જોડી ટૉપ પર જ રહી છે.

   

 • 27 Jul 2021 06:02 AM (IST)

  સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડી ટૉપ પર

  સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડી અત્યારે  ટોપ પર ચાલી રહી છે. મનુ ભાકરે બે સીરીઝમાં 181 અને સૌરભે 227 સ્કોર મેળવ્યો છે.

 • 27 Jul 2021 05:52 AM (IST)

  નિશાનેબાજી- અભિષેક,યશસ્વિનીની પણ શરુઆત સારી

  આ ઇવેન્ટમાં ભારતની વધુ એક જોડી અભિષેક વર્મા અને યશસ્વિની જોડીએ શરુઆત સારી કરી છે. ખાસ કરીને યશસ્વિનીએ સારા નિશાના લગાવ્યા છે. તેમણે 9-10 પર નિશાન લગાવ્યા. જ્યારે અભિષેકે એક શોટ સાત અને એક આઠની રમત રમ્યા.

 • 27 Jul 2021 05:49 AM (IST)

  નિશાનેબાજી- સારા નિશાન લગાવી રહ્યા છે મનુ-સૌરભ

  મનુ-સૌરભની જોડીએ શરુઆત સારી કરી છે. બંને 9,10ના નિશાનો લગાવી રહ્યા છે. આવી જ રીતે ચાલતુ રહ્યુ તો તેઓ ફાઇનલમાં સરળતાથી જગ્યા બનાવી લેશે.

 • 27 Jul 2021 05:46 AM (IST)

  નિશાનેબાજી- 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટની શરુઆત

  10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટની શરુઆત થઇ ચૂકી છે. ભારતની બે જોડી આમાં ભાગ લઇ રહી છે. મનુ ભાકર અને સૌરભ ચૌધરી સિવાય યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્મા પણ આ ઇવેન્ટમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

   

 • 27 Jul 2021 05:35 AM (IST)

  નિશાનેબાજી- સિંગલ્સમાં રહ્યા હતા નિષ્ફળ

  આ બંને નિશાનેબાજી સિંગલ્સ ઇવેન્ટમાં પણ મેડલના દાવેદાર હતા. સૌરભે ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ સાતમાં સ્થાન પર રહ્યા અને મેડલ ન મેળવી શક્યા.એક તરફ મનુની બંદૂક ખરાબ થવાના કારણે સમય બરબાદ થયો હતો અને તે ફાઇનમાં જવાથી ચૂકી ગયા. હવે બંને પાસેથી આ ઇવેન્ટમાં ઘણી આશાઓ

Click on your DTH Provider to Add TV9 Gujarati