ઇંગ્લેન્ડનો આ દિગ્ગજ બેટ્સમેન ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં જ રચી શકે છે ‘ઇતિહાસ’
ઇંગ્લેન્ડનો બેટ્સમેન ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચવાના આરે છે. ઇંગ્લિશ ખિલાડી ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટમાં જો 154 રન કરશે તો પોતાના નામે એક ખાસ સિદ્ધિ મેળવશે અને ઇતિહાસના પત્તે પોતાનું નામ લખાવશે.

ઇંગ્લિશ ખિલાડી ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટમાં જો 154 રન કરશે તો પોતાના નામે એક ખાસ સિદ્ધિ મેળવશે અને ઇતિહાસના પત્તે પોતાનું નામ લખાવશે. વાત એમ છે કે, ઇંગ્લેન્ડ બેટ્સમેન જૉ રૂટ ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચવાના આરે છે. જૉ રૂટ ઇતિહાસ રચવાથી ફક્ત 154 રન દૂર છે. ઇંગ્લિશ ખિલાડી રૂટ ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટમાં જો 154 રન કરશે તો પોતાના નામે એક ખાસ સિદ્ધિ મેળવશે. જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી 5 ટેસ્ટ મેચની સિરીઝ 20 જૂનથી હેડિંગ્લી સ્ટેડિયમ પર શરૂ થવાની છે.
રૂટનો દબદબો
જૉ રૂટે છેલ્લા પાંચેક વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ લીડીંગ રન સ્કોરર છે. ઇંગ્લેન્ડ બેટ્સમેન જૉ રૂટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 64 ટેસ્ટ મેચમાં ‘51.80’ની દમદાર એવરેજથી 5543 રન બનાવ્યા છે, જેમાં તેણે 21 અડધી સદી અને 18 સદી ફટકારી છે. ભારત સામે રમાનારી 5 ટેસ્ટ મેચની સિરીઝમાં જૉ રૂટ ઇંગ્લેન્ડ તરફથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને ભારતને બેકફૂટ પર લાવી શકે છે.
ખાસ વાત એ છે કે, વર્ષ 2021-22માં ભારતે જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ કર્યો હતો ત્યારે સિરીઝ 2-2થી ડ્રો રહી હતી. ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર છેલ્લી સિરીઝ 2007માં જીતી હતી. ભારતીય ટીમે વર્ષ 2007માં રમાયેલી સિરીઝ રાહુલ દ્રવિડની આગેવાનીમાં જીતી હતી, જેમાં ભારતે ઇંગ્લેન્ડને 1-0થી હરાવ્યું હતું અને સિરીઝ પર કબજો કર્યો હતો.
રૂટ રચશે ‘ઇતિહાસ’
જૉ રૂટ ભારત માટે હંમેશા અડચણરૂપ સાબિત થયો છે. જૉ રૂટનો રેકોર્ડ ભારત વિરુદ્ધ અદભૂત રહ્યો છે. જૉ રૂટ એકલા હાથે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. આ વખતે રમાનારી 5 ટેસ્ટ મેચની સિરીઝમાં પણ લોકોનું ધ્યાન રૂટ તરફ જ રહેશે. વાત એમ છે કે, જૉ રૂટ પ્રથમ ટેસ્ટ મેચમાં જો 154 રન બનાવશે તો તે વિશ્વનો પ્રથમ ખિલાડી બનશે કે જેણે ઈન્ડિયા વિરુદ્ધ ટેસ્ટમાં 3000 રન ફટકાર્યા હોય. જૉ રૂટ હાલ ભારત વિરુદ્ધ 30 ટેસ્ટમાં 2846 રન બનાવી ચૂક્યો છે, જેમાં તેણે 10 સદી ફટકારી છે.
આ વર્ષે રમાનારી સિરીઝ ભારત માટે ખૂબ જ ચેલેન્જિંગ રહેશે. રોહિત અને કોહલીના રિટાયરમેન્ટ બાદ ભારત તદ્દન એક નવી યુવા ટીમ લઈને ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. બીજું કે, આ વખતે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મોહમ્મદ શામી પણ જોવા નહી મળે.
જણાવી દઈએ કે, મોહમ્મદ શામી તેની ફિટનેસને લઈને ઘેરાયેલો હતો. બસ આ કારણોસર તેનું ઇંગ્લેન્ડ પ્રવાસ પર ચયન કરવામાં આવ્યું નથી. આ સિવાય જસપ્રીત બુમરાહ પણ સંપૂર્ણ પાંચ મેચ રમશે કે નહી તેને લઈને પણ હાલ ચર્ચા ચાલી રહી છે.

