વિશ્વની શક્તિશાળી બાળકી, 7 વર્ષની ઉંમરમાં જ ઉઠાવી લે છે 80 કિલો વજન

વિશ્વની શક્તિશાળી બાળકી, 7 વર્ષની ઉંમરમાં જ ઉઠાવી લે છે 80 કિલો વજન

સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં વેઈટ લિફ્ટીંગમાં સાત વર્ષની બાળકી એ ઓનલાઈન પ્લેઓડિટ જીતી લીધુ છે. તે અમેરિકાના ઈતિહાસમાં આમ કરવા વાળી સૌથી ઓછી વયની ખેલાડી નેશનલ ચેમ્પિયન બની ગઈ છે. આમ તો વેઈટ લિફટીંગ એટલે મસ મોટા મસલબાજોનું કામ માનવામાં આવે છે. પરંતુ નાનકડી બાળકીએ જાણે લોકોને મોંઢામાં આંગળીઓ નંખાવી દીધી છે. ઓટોવામાં રહેવાવાળી રોરી વેન […]

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Dec 15, 2020 | 10:14 PM

સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં વેઈટ લિફ્ટીંગમાં સાત વર્ષની બાળકી એ ઓનલાઈન પ્લેઓડિટ જીતી લીધુ છે. તે અમેરિકાના ઈતિહાસમાં આમ કરવા વાળી સૌથી ઓછી વયની ખેલાડી નેશનલ ચેમ્પિયન બની ગઈ છે. આમ તો વેઈટ લિફટીંગ એટલે મસ મોટા મસલબાજોનું કામ માનવામાં આવે છે. પરંતુ નાનકડી બાળકીએ જાણે લોકોને મોંઢામાં આંગળીઓ નંખાવી દીધી છે.

ઓટોવામાં રહેવાવાળી રોરી વેન ઉલ્ફેટ 80 કીલો ડેડલિફ્ટ, 32 કિલો સ્નેચ, 42 કિલો ક્લિન એન્ડ જર્ક તથા 61 કિલોની સ્કવોટ કરી શકે છે. તેણે જિમ્નાસ્ટીકની ટ્રેનિંગ પોતાના પાંચમાં જન્મદિવસથી શરુ કરી દીધી હતી. રોરી પોતાની પ્રતિયોગિતા દરમ્યાન નકલી ટેટુનો પણ ઉપયોગ કરે છે. તેના પાછળ તેનુ માનવુ છે કે, તેનાથી જોવામાં કૂલ દેખાય છે. તે સપ્તાહમાં નવ કલાક જિમ્નાસ્ટિકની ટ્રેનિંગ કરે છે. જ્યારે ફક્ત ચારેક કલાક વેઈટ લિફ્ટિંગ કરે છે.

રોરીને જિમ્નાસ્ટિક વેઈટ લિફ્ટીંગના કારણે જ પસંદ છે. તેણે સ્થાનિક પ્રિતયોગિતામાં પોતાનું પ્રથમ જિમ્નાસ્ટીક પદક જીતીને આમ કહ્યુ હતુ. જિમ્નાસ્ટિકમાં મારે પોતાના માથાની ઉપરથી કંઈ નહીં ઉઠાવવુ પડે. રોરીના પિતા કેવનનું માનવુ છે કે, વર્તમાન સિનક્લેયર સ્કોર આધારે દુનિયાની સૌથી વધુ મજબૂત સાત વર્ષીય બાળકી છે. રોરીના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પણ વાયરલ થવા લાગ્યા છે. જેમા જે વેઈટ લીફ્ટીંગ કરી રહેલી નજરે ચઢી રહી છે. તેના આ ફોટાને લોકો ખૂબ પસંદ કરે છે અને શેર પણ કરે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati