AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ક્રિકેટની દુનિયામાં 2 નવી ટીમોની એન્ટ્રી, ICCએ કરી મોટી જાહેરાત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની વાર્ષિક બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. ICC એ 2 નવી ટીમોને એસોસિયેટ સભ્યો તરીકે સામેલ કરી છે. આનાથી ક્રિકેટ ચાહકોની સંખ્યામાં વધારો થશે અને તેની લોકપ્રિયતા પણ વધશે.

Breaking News : ક્રિકેટની દુનિયામાં 2 નવી ટીમોની એન્ટ્રી, ICCએ કરી મોટી જાહેરાત
| Updated on: Jul 23, 2025 | 9:19 AM
Share

20 જુલાઈ 2025ના રોજ સિંગાપુરમાં આયોજિત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની (ICC) ની વાર્ષિક બેઠક પછી, ક્રિકેટની દુનિયા માટે એક મોટા સમાચાર આવ્યા. ICCએ એસોસિયેટ સભ્યો તરીકે બે નવી ટીમોનો સમાવેશ કર્યો છે. આ નિર્ણય સાથે, ICC ના કુલ સભ્યોની સંખ્યા હવે 110 થઈ ગઈ છે. આ પગલું વૈશ્વિક સ્તરે ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા અને નવા ક્ષેત્રોમાં તેના વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

આ 2 ટીમની એન્ટ્રી થઈ

તિમોર અને ઝામ્બિયા ICC ના નવા સભ્ય બન્યા છે. બોર્ડે પ્રેસ રિલીઝ કરી આની જાહેરાત કરી છે. તિમોર -લેસ્તે ક્રિકેટ ફેડરેશન અને ઝામ્બિયા ક્રિકેટ યૂનિયનના ઔપચારિક રુપથી આઈસીસીના એસોસિએસ્ટ સભ્યના રુપમાં સામેલ કરવામાં આવ્યા છે. આઈસીસીએ કહ્યું કે, આ 2 નવા સભ્યો આઈસીસી પરિવારમાં સામેલ થયા છે. જેનાથી કુલ સભ્યોની સંખ્યા 110 થઈ ગઈ છે. જેમાં તિમોર-લેસ્તે ક્રિકેટ ફેડરેશન અને ઝામ્બિયા ક્રિકેટ યુનિયન ઔપચારિક રુપથી આઈસીસી એસોસિએટ સભ્ય બન્યા છે.

તમને જણાવી દઈએ કે, ઝામ્બિયા આઈસીસીમાં સામેલ થનાર 11મો આફ્રિકી દેશ બન્યો છે. બીજી બાજુ તિમોર-લેસ્તે હવે પૂર્વી -લેસ્તે હવે પૂર્વી એશિયા પ્રશાંત ક્ષેત્રના 10માં સહયોગી સભ્ય છે અને 22 વર્ષ પહેલા 2003માં ફિલીપીન્સના સામેલ થયા બાદ પહેલો દેશ છે. તિમોર-લેસ્તેમાં ક્રિકેટની શરુઆત હાલના વર્ષોમાં થઈ છે. અહી રમત યુવા વચ્ચે ખુબ લોકપ્રિય થઈ રહી છે. ત્યારે હવે તિમોર-લેસ્તેને મોટા ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં રમવાની તક મળી છે.

ઝામ્બિયા પરત ફરી

ઝામ્બિયા ક્રિકેટ યૂનિયનની આઈસીસીમાં વાપસી એક પ્રેરણાદાયક સ્ટોરી છે. ઝામ્બિયાને 2003માં આઈસીસીના એસોસિએટની સભ્યતા મળી હતી પરંતુ શાસન અને પાલનના મુદ્દાઓને કારણે 2019 માં તેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. 2021 માં, ઝામ્બિયાને ICC માંથી હાંકી કાઢવામાં આવ્યું હતું, પરંતુ હવે ચાર વર્ષ પછી, ઝામ્બિયાએ તેની વહીવટી અને સંગઠનાત્મક ખામીઓને દૂર કરીને એસોસિયેટ સભ્યપદ પાછું મેળવ્યું છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઝામ્બિયા માટે આ એક નવી શરૂઆત છે.

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">