AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડીયાના ઓલરાઉન્ડર યૂસુફ પઠાણે સંન્યાસની કરી જાહેરાત, IPLમાં 37 બોલમાં 100 રન ફટકાર્યા હતા

ટીમ ઈન્ડીયા (Team India)ના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે (Yusuf Pathan) ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાની ઘોષણાં કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોષ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

Breaking News: ટીમ ઈન્ડીયાના ઓલરાઉન્ડર યૂસુફ પઠાણે સંન્યાસની કરી જાહેરાત, IPLમાં 37 બોલમાં 100 રન ફટકાર્યા હતા
Yusuf Pathan (File Image)
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 26, 2021 | 5:36 PM
Share

ટીમ ઈન્ડીયા (Team India)ના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે (Yusuf Pathan) ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાની ઘોષણાં કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોષ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. યૂસુફ પઠાણે ભારત માટે 57 વન ડે અને 22 T20 મેચ રમ્યા હતા અને 2007ના આઈસીસી T20 વિશ્વકપમાં પણ ટીમ ઈન્ડીયાનો હિસ્સો હતા. યુસુફ પઠાણ છેલ્લા કેટલાક વર્ષથી ટીમ ઈન્ડીયાથી સતત બહાર રહ્યા હતા. આઈપીએલમાં પણ કોઈ ફ્રેન્ચાઈઝીએ તેમને ટીમમાં સામેલ કરાયા નહોતા.

યૂસુફ પઠાણે પોતાની નિવૃત્તી અંગેની જાણકારી આપતા ટ્વીટ કર્યુ હતુ, તેમણે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, હું પોતાના પરિવાર, ફેન્સ, દોસ્ત, ટીમ કોચ અને પુરા દેશથી સપોર્ટ અને પ્રેમ આપવાને લઈને આભાર વ્યક્ત કરુ છુ. યૂસુફ પઠાણે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરુઆત 2007માં પાકિસ્તાન સામે T20 મેચ રમીને કરી હતી. તેના બાદ યૂસુફ પઠાણે વર્ષ 2008માં પાકિસ્તાન સામે પોતાની પ્રથમ વન ડે મેચ રમ્યો હતો. યૂસુફ પઠાણે વર્ષ 2011માં રમાયેલા વિશ્વકપમાં પણ ટીમ ઈન્ડીયાનો હિસ્સો રહ્યા હતા. વડોદરાના આ ઓલરાઉન્ડરે વર્ષ 2012માં તેમણે કોઈ જ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. આઈપીએલમાં પણ યૂસુફ પઠાણનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યુ છે. આઈપીએલની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવામાં આ ઓલરાઉન્ડર એ મોટી ભૂમિકા ભજવી હતી.

યૂસુફે પોતાની વન ડે કેરિયરમાં રમાયેલી 57 મેચોની 41 ઈનીંગમા 27ની સરેરાશથી 810 રન બનાવ્યા હતા. તેમજ 33 વિકેટ ઝડપી હતી તો T20 ફોર્મેટમાં ઓલરાઉન્ડર પઠાણનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. તેમણે 22 મેચમાં 18 ઈનીંગમાં 146.58ના સ્ટ્રાઈક રેટથી 236 રન કર્યા હતા. જ્યારે બોલીંગમાં 13 વિકેટ ઝડપી હતી. આઈપીએલમાં યુસુફ પઠાણે કલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી શાનદાર ટીમોનો હિસ્સો રહ્યા હતા. યૂસુફ પઠાણે આઈપીએલ 2010માં મુંબઈ ઈન્ડીયન્સ સામે 37 બોલમાં શતક લગાવ્યુ હતુ. જે અત્યાર સુધી ટુર્નામેન્ટનું સૌથી ઝડપી શતક હતુ. યૂસુફ પઠાણે વર્ષ 2019માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા નજરે આવ્યા હતા.

આ પણ વાંચો: ભારતીય બોલર વિનયકુમારે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ ઝડપી હતી

g clip-path="url(#clip0_868_265)">