ભારતીય બોલર વિનયકુમારે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ ઝડપી હતી

ભારતના અનુભવી ઝડપી બોલર વિનય કુમારે (Vinay kumar) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. શુક્રવાર 26 ફેબ્રુઆરી 2021એ કુમારે પોતાની 17 વર્ષીય ક્રિકેટ કેરિયર પર વિરામ મુકવાની ઘોષણા કરવામાં આવી છે.

  • Avnish Goswami
  • Published On - 17:05 PM, 26 Feb 2021
ભારતીય બોલર વિનયકુમારે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ ઝડપી હતી
Vinay Kumar (File Image)

ભારતના અનુભવી ઝડપી બોલર વિનય કુમારે (Vinay kumar) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. શુક્રવાર 26 ફેબ્રુઆરી 2021એ કુમારે પોતાની 17 વર્ષીય ક્રિકેટ કેરિયર પર વિરામ મુકવાની ઘોષણા કરવામાં આવી છે. ભારત તરફથી વન ડે, T20 અને ટેસ્ટ ક્રિકેટ રમવાવાળા આ બોલરે કેરિયર દરમ્યાન 900થી વધુ વિકેટ ઝડપી છે. જેમાંથી ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં 504 વિકેટ સામેલ છે.

 

 

વિનયકુમારે શુક્રવારે  સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને પોતાના સન્યાસની ઘોષણાં કરી હતી. તેણે ફેન્સ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો આભાર માન્યો છે. વિનયકુમારે ભારત તરફથી રમવાને જીવનનો સૌથી સારો તબક્કો બતાવ્યો હતો.

 

ભારત તરફથી વર્ષ 2010માં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરનારા આર વિનયકુમારે વર્ષ 2013માં પોતાની આખરી મેચ રમી હતી. મે 2010માં શ્રીલંકાની સામે વિનય કુમારે T20 ક્રિકેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરુઆત કરી હતી. ભારત માટે આ બોલરે 31 વન ડે અને 9 T20 તેમજ એક ટેસ્ટ મેચ રમી હતી. વન ડેમાં વિનયકુમારના નામે 38, T20માં 10 અને ટેસ્ટ ક્રિકેટમાં 1 વિકેટ ઝડપી છે.

 

કર્ણાટકના આ બોલરે 139 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમતા 504 વિકેટ ઝડપી હતી, તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 32 રન આપીને 8 વિકેટ રહ્યુ હતુ. નવેમ્બર 2004માં વિનયકુમારે ફસ્ટક્લાસ ક્રિકેટ ડેબ્યુ કર્યુ હતુ. ફેબ્રુઆરી 2020માં તેણે પોંડુચેરી સામે પોતાની અંતિમ મેચ રમી હતી.

 

આ પણ વાંચો: IPL 2021: ભારતમાં જ રમાશે આઇપીએલ, 5 થી 6 શહેરોમાં કરાશે આયોજન, ટુંક સમયમાં જાહેર કરાશે શિડ્યુલ