T-20 લીગ: હૈદરાબાદ સામે શિખર ધવનની શાનદાર ફીફટી સાથે દિલ્હીએ 3 વિકેટ ગુમાવી 189 રનનો સ્કોર ખડક્યો
ટી-20 લીગની 13મી સિઝનની બીજી ક્વોલીફાયર મેચ અબુધાબીના મેદાન પર આજે રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ બેટીંગની સારી શરુઆત કરી હતી. ઓપનર શિખર ધવને ધુંઆધાર રમત રમીને 78 રન કર્યા હતા. 20 ઓવરના અંતે […]
ટી-20 લીગની 13મી સિઝનની બીજી ક્વોલીફાયર મેચ અબુધાબીના મેદાન પર આજે રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ બેટીંગની સારી શરુઆત કરી હતી. ઓપનર શિખર ધવને ધુંઆધાર રમત રમીને 78 રન કર્યા હતા. 20 ઓવરના અંતે દિલ્હીએ 189 રનનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને કર્યો હતો.
દિલ્હી કેપીટલ્સ ની બેટીંગ
ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા સારી શરુઆત કરી હતી. સિઝનના અંતિમ પડાવની મહત્વની મેચમાં આજે દિલ્હીએ તેના બેટીંગ પ્રદર્શનમાં સમજદારી પુર્વકની બેટીંગ કરી હતી. આજની મહત્વની મેચમાં પૃથ્વી શોને પડતો મુકાયો હતો. ઓપનર શિખર ધવન અને માર્કસ સ્ટોઈનીશે ઈનીંગને મજબુત શરુઆત કરાવી હતી. શિખર ધવને શાનદાર રમત રમીને અડધીસદી લગાવી હતી, ધવને 50 બોલમાં 78 રન કર્યા હતા, ધવન રીવર્સ સ્વીંગ કરવા જતા સંદિપ શર્માના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. બંનેએ કોઈપણ નુકશાન વગર પ્રથમ વિકેટ માટે 65 રન જોડ્યા હતા. સ્ટોઈનિશે 27 બોલમાં 38 રન કર્યા હતા. જોકે તે રાશિદ ખાનના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર 21 રન કરીને હોલ્ડરનો શિકાર બન્યો હતો. આમ ટીમે 126 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્રીજી વિકેટ 178 રનન સ્કોર પર ધવનના રુપે ગુમાવી હતી. શિમરોન હૈયટમાયરે પણ અંતિમ ઓવરોમાં ધવન અને પંત સાથે મળીને ઝડપી રમત રમી હતી. શિમરોને 22 બોલમાં 42 રનની ઝડપી રમત રમીને ટીમને મોટા સ્કોર તરફ લઈ જવા મદદ કરી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ
હૈદરાબાદ પાસે આમ તો બોલીંગ આક્રમણ મજબુત છે, પરંતુ આ મજબુત આક્રમણ દિલ્હીના બેટ્સમેનો અને ખાસ કરીને શિખર ધવન સામે રીતસરનું સંઘર્ષ કરતા નજરે ચઢ્યુ હતુ. શરુઆતની મજબુત ભાગીદારીને રાશિદ ખાને તોડી હતી. રાશિદે રનના મામલામાં કરકસર કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. કેપ્ટન ઐયરને પણ હોલ્ડરે બહાર મોકલ્યો હતો. પરંતુ બાકીની વિકેટો ઝડપવી મુશ્કેલ બની રહી હતી. શાહબાઝ નદીમની પણ આજે રનોમાં ધુલાઇ થઇ હતી. તેણે 12ની ઈકોનોમી સાથે ચાર ઓવરમાં 48 રન આપ્યા હતા. હોલ્ડરે પણ રનને લુટાવ્યા હતા, તેણે ચાર ઓવરમાં 50 રન આપ્યા હતા. સંદિપ શર્માએ પણ અંતમાં શિખર ધવનની વિકેટ ઝડપીને એક વિકેટ મેળવી હતી. તેણે 30 રન આપ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો