T-20 લીગ: બેંગ્લોરે પંજાબ સામે 171 રન ફટકાર્યા, કોહલીના 48 રન, મુરુગન અને શામીની બે-બે વિકેટ
કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે શારજાહમાં ટી-20 લીગની મેચ યોજાઈ. લીગની 31મી મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી. શરુઆત ઝડપી કરીને બેંગ્લોર બાદમાં રમતમાં ધીમુ પડ્યુ હતુ. વિરાટ કોહલી પણ ઝડપી રમત દાખવ્યા બાદ રક્ષણાત્મક રમત રમ્યો હતો. કોહલી બે રન માટે અડધી સદી ચુક્યો હતો. બેંગ્લોરે છ વિકેટ […]

કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે શારજાહમાં ટી-20 લીગની મેચ યોજાઈ. લીગની 31મી મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી. શરુઆત ઝડપી કરીને બેંગ્લોર બાદમાં રમતમાં ધીમુ પડ્યુ હતુ. વિરાટ કોહલી પણ ઝડપી રમત દાખવ્યા બાદ રક્ષણાત્મક રમત રમ્યો હતો. કોહલી બે રન માટે અડધી સદી ચુક્યો હતો. બેંગ્લોરે છ વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 171 રન કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બેંગ્લોરની બેટીંગ
પ્રથમ વિકેટ ગુમાવી ત્યાં સુધી તો જાણે કે ધુંધાધાર બેટીંગની શરુઆત બેંગ્લોરે શારજાહના ગ્રાઉન્ડ પર કરી દીધી હતી. પ્રથમ વિકેટ પડીક્કલ ની 38 રનના સ્કોર પર ગુમાવ્યા બાદ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. તેણે પણ આવતાની સાથે ચોગ્ગાથી શરુઆત કરીને ધુંઆધાર રમત શરુ કરી હતી. પરંતુ બેંગ્લોરની આ ઝડપ ખુબ લાંબી ચાલી નહોતી. સાતમી ઓવરમાં આરોન ફીંચને 62 રનના સ્કોર પર ગુમાવ્યો હતો. સુંદરને 86 રનના સ્કોર પર ગુમાવ્યો હતો. આમ વિકેટના પતન સાથે બેંગ્લોરની રમત આક્રમકના બદલે રક્ષણાત્મક થવા લાગી હતી. પડીક્કલે 18, ફીંચે 20, સુંદરે 13 અને દુબેએ 23 રન કર્યા હતા. કેપ્ટન કોહલીએ 39 બોલમાં 48 કર્યા હતા. ક્રિસ મોરીસે આક્રમક રમત અંતિમ સમયે દાખવીને ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે આઠ જ બોલમાં 25 રન ટીમમાં જોડ્યા હતા. જે અણનમ રહ્યો હતો. ડીવીલીયર્સ આજે નિષ્ફળ નિવડ્યો હતો.

પંજાબની બોલીંગ
જે પ્રમાણે ઝડપી રમત શરુ થઈ હતી તેને જાણે કે ઝડપથી પંજાબના બોલરોએ અંકુશમાં લીધી હતી. પહેલા પડીક્કલને શિકાર કર્યો હતો અને બાદમાં ફીંચને બોલ્ડ કર્યો હતો. આ બે વિકેટથી જાણે કે બેંગ્લોરની હવાઈ આતશબાજી અંકુશમાં આવી ગઇ હતી, મહમંદ શામીએ ચાર ઓવરમાં 45 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે મુરુગન અશ્વિને પણ ચાર ઓવરમાં 23 રન આપીને બે વિકેટ ઝડપી હતી. અર્શદિપે ક્રિસ જોર્ડને એક એક વિકેટ ઝડપી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
