T-20 લીગ: પંજાબની ટીમ હૈદરાબાદના બોલરો સામે 7 વિકેટ ગુમાવીને 126 રન કર્યા

ટી-20 લીગમાં 13મી સિઝનમાં આજે 43મી મેચ દુબઈના મેદાન પર રમાઇ. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી, આ મેચમાં ટોસ હૈદરાબાદે જીત્યો હતો. પ્રથમ ટોસ જીતીને ડેવીડ વોર્નરે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે પંજાબ દ્વારા હૈદરાબાદ સામે સાત વિકેટ ગુમાવીને 126 રન કર્યા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

T-20 લીગ: પંજાબની ટીમ હૈદરાબાદના બોલરો સામે  7 વિકેટ ગુમાવીને 126 રન કર્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 15, 2021 | 2:13 PM

ટી-20 લીગમાં 13મી સિઝનમાં આજે 43મી મેચ દુબઈના મેદાન પર રમાઇ. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી, આ મેચમાં ટોસ હૈદરાબાદે જીત્યો હતો. પ્રથમ ટોસ જીતીને ડેવીડ વોર્નરે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે પંજાબ દ્વારા હૈદરાબાદ સામે સાત વિકેટ ગુમાવીને 126 રન કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પંજાબની બેટીંગ

ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા આવેલી પંજાબની ટીમની ઓપનીંગની જવાબદારી કે.એલ.રાહુલ અને મનદિપ સિંહે ઉઠાવી હતી. પ્રથમ ચાર ઓવરમાં બંને જણાએ ટીમ માટે 24 રન જોડ્યા હતા. મનદિપ સિંહ 14 બોલમાં 17 રન કરીને આઉટ થયો હતો. તેને સંદિપ શર્માએ આઉટ કર્યો હતો. ક્રિસ ગેઈલે પણ 20 બોલમાં 20 રન જોડીને તે જેસન હોલ્ડરનો શિકાર થયો હતો. કેએલ રાહુલ પણ રાશિદ ખાનના ગુગલી બોલ પર 27 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. ટીમના સૌથી વધુ રન નિકોલસ પુરને 28 બોલમાં 32 રન કર્યા હતા. પંજાબને ચોથી વિકેટ મેક્સવેલના સ્વરુપમાં ગુમાવી હતી. તેણે ફકત 12 રન બનાવ્યા હતા. દિપક હુડ્ડા પણ ખાતુ ખોલ્યા વિના જ સ્ટંપઆઉટ થયો હતો. છઠ્ઠી વિકેટના રુપમાં ક્રિસ જોર્ડનના રુપમાં પડી હતી, તેણે સાત રન બનાવ્યા હતા. મુરુગન અશ્વિન રન આઉટ થયો હતો. આમ એક બાદ એક વિકેટો પડતી રહેતા પંજાબની મુશ્કેલીઓ વધી હતી અને આસાન સ્કોર કરી શકી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હૈદરાબાદની બોલીંગ

બોલીંગ આક્રમણ આજે સારા પ્રદર્શનમાં જોવા મળ્યુ હતુ, મોટાભાગે બોલરોએ એક બીજાની સાથે મળીને  હરીફ ટીમની મુશ્કેલીઓને એક બાદ એક વધારી દીધી હતી. સંદિપ શર્માએ ચાર ઓવરમાં 29 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે પણ ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને પણ કર કસર ભરી બોલીંગ કરીને ચાર ઓવરમાં 14 રન આપી બે વિકેટ ઝડપી હતી. આમ એક સારુ બોલીંગ આક્રમણ દેખાઈ આવ્યુ હતુ. ટી નટરાજને પણ સારો પ્રયાસ કરીને હરીફ ટીમને રન કરવાથી આજે બાંધી રાખવામાં સફળ થયો હતો, જોકે તે વિકેટ મેળવવા માટે અસફળ રહ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">