T-20 લીગ: KKRએ મુંબઈ સામે 5 વિકેટ ગુમાવીને 148 રનનો સ્કોર કર્યો, કમિન્સની ફીફટી, ચાહરની બે વિકેટ
ભારતીય ટી-20 લીગની 32મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં નવા કેપ્ટન ઇયાન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિનેશ કાર્તિકના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયને લઈને ઈયાન મોર્ગનને સોંપવામાં આવી છે. કેપ્ટન ઈયાન મોર્ગન વિશ્વકપ વિજેતા કેપ્ટન છે. પેટ કમિન્સે ઝડપી અડધી […]

ભારતીય ટી-20 લીગની 32મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં નવા કેપ્ટન ઇયાન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિનેશ કાર્તિકના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયને લઈને ઈયાન મોર્ગનને સોંપવામાં આવી છે. કેપ્ટન ઈયાન મોર્ગન વિશ્વકપ વિજેતા કેપ્ટન છે. પેટ કમિન્સે ઝડપી અડધી સદી નોંધાવી હતી. જેને લઈને એક સારી સ્થિતી તરફ પહોંચ્યુ હતુ. કલકત્તાએ 20 ઓવરમાં પાંચ વિકેટના અંતે 148 રનનો સ્કોર કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કલકત્તાની બેટીંગ
કલકત્તાએ પ્રથમ બેટીંગ કરવાના નિર્ણય બાદ મેદાનમાં રમતની શરુઆત કરતા જ ત્રીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાહુલ ત્રિપાઠી સાત રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા નિતિશ રાણા પણ ટકી ના શક્યો અને તે પણ પાંચ જ રન જોડીને વિકેટ ગુમાવી બેઠો હતો. શુભમન ગીલ પણ 23 બોલમાં 21 રન, દિનેશ કાર્તિક 04 રન અને આંદ્રે રસેલ 12 રન પર આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન ઇયોન મોર્ગન અને પૈટ કમિન્સે સ્થિતી સંભાળી હતી. બંનેએ મહત્વની ભાગીદારી નિભાવી હતી. મોર્ગન 29 બોલમાં 39 રન અને કમિન્સ 36 બોલમાં 53 રન સાથે અણનમ રહ્યો હતો.

મુંબઈની બોલીંગ
કલકત્તાને મુંબઈના બોલરોએ વિકેટ ઝડપવામાં ધીમા રહ્યા છતાં પણ રન પર અંકુશ જાળવવામાં સફળ રહ્યા હતા. મુંબઈ વતી રાહુલ ચાહરે ચાર ઓવરમાં માત્ર 18 રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્ટર અને જસ્પ્રિત બુમરાહે એક એક વિકેટ ઝડપી હતી. નાથન આજે ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે 51 રન ગુમાવ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
