AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-20 લીગ: ધોની સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બન્યો સાથે જ 4,500 રન પણ પુરા કર્યા, રૈનાએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી

હૈદરાબાદ સામે જયારે ગઈકાલે ધોની મેદાનમાં ઉતર્યો હતો, ત્યારે ટી-20 લીગમાં આ તેની 194મી મેચ હતી. આ સાથે જ ધોની દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ મશહૂર ક્રિકેટ લીગમાં સૌથી વધુ મેચ રમવાવાળા ખેલાડી બની ગયા હતા. ટી-20 લીગની પ્રથમ સિઝનથી જ હિસ્સો બનેલા સીએસકેના કપ્તાન રહેલા મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ તોડી […]

T-20 લીગ: ધોની સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બન્યો સાથે જ 4,500 રન પણ પુરા કર્યા, રૈનાએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 03, 2020 | 8:08 AM
Share

હૈદરાબાદ સામે જયારે ગઈકાલે ધોની મેદાનમાં ઉતર્યો હતો, ત્યારે ટી-20 લીગમાં આ તેની 194મી મેચ હતી. આ સાથે જ ધોની દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ મશહૂર ક્રિકેટ લીગમાં સૌથી વધુ મેચ રમવાવાળા ખેલાડી બની ગયા હતા. ટી-20 લીગની પ્રથમ સિઝનથી જ હિસ્સો બનેલા સીએસકેના કપ્તાન રહેલા મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ તોડી દીધો છે. ધોનીએ પોતાના જ નજીકના મિત્ર અને ચૈન્નાઈના જ દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈનાનો રેકોર્ડ તોડી દીધો છે. અત્યાર સુધીમાં લીગમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો. જેણે લીગમાં 193 મેચ રમી હતી. જો કે રૈનાએ આ સિઝનની શરુઆત પહેલા જ પોતાનું નામ લીગમાંથી પરત લઈ લીધુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે તે હજુ પણ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. ધોનીએ રેકોર્ડ તોડવા પર રૈનાએ ટ્વીટ કરીને ખુશી જાહેર કરી હતી અને ધોનીને શુભેચ્છા આપી હતી. તેણે લખ્યુ હતુ કે, લીગમાં સૌથી વધુ મેચ રમવાવાળા ખેલાડી બનવા પર શુભેચ્છા માહી ભાઈ. મને ખુબ ખુશી એ વાતની છે કે મારો રેકોર્ડ તમે તોડ્યો છે. આપને મેચના માટે શુભકામનાઓ અને આશા છે કે ચેન્નાઈ આ સિઝનને જીતી લેશે. ધોની પોતાની ટીમને આ મેચમાં જીતતો નહોતી અપાવી શક્યો પરંતુ, તેણે 35 બોલમાં 47 રનની રમત રમી હતી. આ રમતની મદદથી ધોનીએ એક વધુ ઉપલબ્ધી પોતાના નામે કરી લીધી હતી. ધોનીએ લીગમાં 4,500 રન પુરા કર્યા હતા. તેણે 24 રન બનાવતા જ તે આ મુકામ પર પહોંચી ગયો હતો. આ મુકામ પાર પાડનાર તે સાતમો ખેલાડી છે. જો કે તેણે આ પારીમાં માત્ર એક જ છગ્ગો ફટકાર્યો હતો, જેના કારણે 300 છગ્ગા પુરા કરવામાં એક જ છગ્ગાથી દુર રહી ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો
અમદાવાદ: વસ્ત્રાલમાં 'નો રોડ, નો વોટ', નેતાઓ માટે એન્ટ્રી બંધ
અમદાવાદ: વસ્ત્રાલમાં 'નો રોડ, નો વોટ', નેતાઓ માટે એન્ટ્રી બંધ
સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video
સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video
હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, ગરમીમાં થશે 'મોટો વધારો'
હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, ગરમીમાં થશે 'મોટો વધારો'
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી મોટી જાહેરાત
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી મોટી જાહેરાત
રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી કોંગ્રેસે સૌને ચોંકાવ્યા
રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી કોંગ્રેસે સૌને ચોંકાવ્યા
Breaking news: અમદાવાદમાં ભાજપાનો ‘જન સંકલ્પ’ મહાઅભિયાન
Breaking news: અમદાવાદમાં ભાજપાનો ‘જન સંકલ્પ’ મહાઅભિયાન
g clip-path="url(#clip0_868_265)">