AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-20: પંજાબની હારની હારમાળા અટકશે કે બેંગ્લોર રહેશે હાવી? શું ગેલ પલટશે પંજાબનુ પાસુ ! જાણો કેવી છે બંને ટીમોની મેચ પહેલાની સ્થિતી

કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શુક્રવારે સિઝનની 31 મેચના સ્વરુપમાં રમાશે. પંજાબની સ્થિતી સિઝનમાં કથળેલી છે અને તે સાત પૈકી માત્ર એક જ મેચ જીતી શક્યુ છે અને તે પણ બેંગ્લોર સામે. હવે ફરી એકવાર આજ બેંગ્લોર સામે શારજાહમાં મેચ રમાનારી છે. આ મેચ જીતીને સિઝનમાં ફરી થી પરત ફરવાની તક છે […]

T-20: પંજાબની હારની હારમાળા અટકશે કે બેંગ્લોર રહેશે હાવી? શું ગેલ પલટશે પંજાબનુ પાસુ ! જાણો કેવી છે બંને ટીમોની મેચ પહેલાની સ્થિતી
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 15, 2020 | 7:34 AM
Share

કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શુક્રવારે સિઝનની 31 મેચના સ્વરુપમાં રમાશે. પંજાબની સ્થિતી સિઝનમાં કથળેલી છે અને તે સાત પૈકી માત્ર એક જ મેચ જીતી શક્યુ છે અને તે પણ બેંગ્લોર સામે. હવે ફરી એકવાર આજ બેંગ્લોર સામે શારજાહમાં મેચ રમાનારી છે. આ મેચ જીતીને સિઝનમાં ફરી થી પરત ફરવાની તક છે સાથે જ આત્મવિશ્વાસ પણ વધારી શકાય છે.

પંજાબ માટે આ સત્રમાં કેલ રાહુલ અને મયંક અગ્રવાલ આ બંનેને બાદ કરતા કંઇ પણ સારુ થઇ રહ્યુ નથી. બાકીના પણ અન્ય બેટ્સમેન પણ કંઇ ખાસ કરી રહ્યા નથી. અત્યાર સુધી બહાર બેઠેલા ક્રિસ ગેઇલ પણ આ મેચમાં રમી શકે છે. કોચ અનિલ કુંબલે કહ્યુ હતુ કે ગેઇલ અગાઉની મેચમાં જ રમનાર હતો પરંતુ, તબીયતના કારણોસર તે બહાર હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવે ગેઇલ હોસ્પીટલ થી સ્વસ્થ થઇને પરત આવી ચુક્યો છે. આશા છે કે હવે તેની પ્રથમ મેચ ચાલુ સિઝનમાં પંજાબ સામે રમશે, તેના આવવા થી પણ ટીમને મજબુતી મળશે. હવે જોવાનુ પણ એ છે કે તેની સાથે ઇનીંગ્સની શરુઆત પણ કોણ કરે છે, રાહુલ કે મયંક અગ્રવાલ. જોકે મયંક અગ્રવાલની સંભાવના ઓ વધુ વર્તાઇ રહી છે કે તે ગેઇલ સાથે ઓપનીંગ કરી શકે છે. રાહુલ ભારતીય ટીમ માટે નંબર પાંચ પર રમી ચુક્યો છે અને પંજાબ પાસે આ નંબર પર કોઇ ખેલાડી પણ નથી કે જે મધ્યમક્રમને સારી રીતે સંભાળી શકે. રાહુલ તે કામ કરી શકે છે, તે ઝડપી રમત પણ રમી શકે છે. આ માટે જ હવે રાહુલને મધ્યમક્રમની જવાબદારી આપી શકાય છે.

યુવા બેટ્સમેનોએ નિરાશ કર્યા છે. ચાહે તે પ્રભસિમરન સિંહ હોય કે પછી મનદીપ સિંહ. એ પણ થઇ શકે છે કે ટીમમાં હવે બદલાવ થઇ શકે, કરુણ નાયરને ફરી એકવાર મોકો આપી શકાય છે. બોલીંગના મામલામાં બદલાવની શકયતાઓ ઓછી લાગી રહી છે. મહંમદ શામી અને રવિ બિશ્નોઇ ટીમની મહત્વની કડીઓ છે. આરસીબી સામે ગઇ મેચમાં પંજાબે બે લેગ સ્પિનર ની રણનીતી અપવાની હતી અને જે અસરકારક સાબિત થઇ હતી. વિરાટ કોહલી અને ડિવીલીયર્સ બંને સસ્તામાં પેવેલીયન પહોંચ્યા હતા.

આ મેચમાં જો કોચ અનિલ કુંબલે આ જ પ્રકારની રણનિતી અપનાવે છે તો, મુજીબ ઉર રહમાનની જગ્યાએ મુરુગન અશ્વીન ને મેદાનમાં જોઇ શકાય છે. જોકે પંજાબે સતર્ક રહેવાની જરુર વઘારે છે, બેંગ્લોર પાસે લમં ઇન ફોર્મ બેટ્સમેન આક્રમણ વધારે છે. ઓપનર દેવદત્ત પડીક્કલ ને આરોન ફીંચ ફોર્મમાં છે. કોહલીનુ બેટ પણ હવે ચાલી રહ્યુ છે. ડીવીલીયર્સ પણ ગઇ મેચમાં શારજાહમાં જે રીતે બેટીંગ કરી હતી તે પણ પંજાબ માટે ખતરા ની ઘંટડી રુપ છે. આ બધા બેટીંગના પાસા જોતા પંજાબે સતર્ક જરુર રહેવુ પડશે. જો વિરાટ અને ડિવીલીયર્સ બંને એક સાગમટે ચાલી ગયા તો મજબુત બોલીંગ આક્રમણ પણ મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બેંગ્લોરની બોલીંગ પણ હાલમાં સારી રહી છે. ક્રિસ મોરીસના આવવા થી તેને મજબુતી વધી છે.ઇસુરુ ઉડાના એ ટીમ માટે ઉપયોગી યોગદાન આપ્યુ છે. સ્પિનર યુઝવેન્દ્રસિંહ ચહલ અને વોશિંગ્ટન સુંદરની જોડી કેકેઆર સામે જે જુગલ બંધી દેખાડી હતી તેવી જ ફરી એકવાર પંજાબ સામે જોવા મળી શકે છે. જે પંજાબ ના નબળા મધ્યમક્રમને માટે પરેશાનીનુ કારણ આ જોડી બની શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ કેપ્ટન વિરાટ કોહલી, આરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, એબી ડિવીલીયર્સ, ગુરુકીરત માન, શિવન દુબે, ક્રિસ મોરિસ, મૌશિંગ્ચન સુંદર, શાહબાજ અહમદ નવદિપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, ઇસુરુ ઉડાના, મોઇન અલી, જોશ ફીલીપ, પવન નેગી, પવન દેશ પાંડે, મોહમંદ સિરાજ અને ઉમેશ યાદવ.

કિંગ્સ ઇલેવન પંજાબ, લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, મુરુગન અશ્વિન, મુજીબ ઉર રહેમાન,પ્રભસિમરન સિંહ, જેમ્સ નિસ્સમ, મનદિપ સિંઘ, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">