T-20: કલક્તાની પરિસ્થિતીને લઇ શ્રીસંતે આપી દીધી આ સલાહ, કાર્તિકને હટાવી ઓયન મોર્ગનને કેપ્ટન બનાવવા કહ્યું

|

Oct 05, 2020 | 8:22 AM

ટી-20 લીગની તેરમી સિઝનમાં કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિક નુ બેટ હજુ સુધી ખામોસ છે. ટીમ એક બાજુ હારી રહી છે અનો બીજી તરફ કેપ્ટનનુ બેટ નહી ચાલવાને લઇને ટીમ પર દબાણ ખુબ વધતુ જઇ રહ્યુ છે. દિલ્હી સામે હાર મળ્યા બાદ હવે સોશિયલ મિડિયા પર દિનેશ કાર્તિક ને ખુબ ટ્રોલ કરવામા આવી રહ્યો […]

T-20: કલક્તાની પરિસ્થિતીને લઇ શ્રીસંતે આપી દીધી આ સલાહ, કાર્તિકને હટાવી ઓયન મોર્ગનને કેપ્ટન બનાવવા કહ્યું

Follow us on

ટી-20 લીગની તેરમી સિઝનમાં કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિક નુ બેટ હજુ સુધી ખામોસ છે. ટીમ એક બાજુ હારી રહી છે અનો બીજી તરફ કેપ્ટનનુ બેટ નહી ચાલવાને લઇને ટીમ પર દબાણ ખુબ વધતુ જઇ રહ્યુ છે. દિલ્હી સામે હાર મળ્યા બાદ હવે સોશિયલ મિડિયા પર દિનેશ કાર્તિક ને ખુબ ટ્રોલ કરવામા આવી રહ્યો છે. ટીમ ઇન્ડિયાના પુર્વ પેસ બોલર શ્રીસંતે પણ હવે કાર્તિક પર શાબ્દિક હુમલો કરી દીધો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દિલ્હી કેપીટલ્સે મેચમાં 229 રનનો વિશાલ સ્કોર ખડક્યો હતો. આવા સમયે પણ પોતાના બોલરોને ગાઇડ કરવામાં કાર્તિક પુર્ણ રુપે નિષ્ફળ રહ્યો હતો. ત્યાર બેટીંગ કરવા દરમ્યાન પણ માત્ર 06 રન બનાવીને તે પેવેલીયન પરત ફરી ગયો હતો. જ્યારે તે આઉટ થયો હતો, ત્યારે ટીમને 10 થી વધુ રન રેટની જરુર હતી. આ પહેલાની મેચમાં પણ તેણે 01 અને 00 રન જ કર્યા હતા.

હવે આવામાં શ્રીસંતે પણ કાર્તિક પર શાબ્દિક પ્રહાર કરી દીધા છે. શ્રીસંતે કહ્યુ હતુ કે, આ ખેલાડીને કેપ્ટન હોવુ નહી જોઇએ. ઇયાન મોર્ગનને ટીમનો કેપ્ટન બનાવવાની સલાહ પણ કરી દીધી છે. શ્રીસંતે ટ્વીટ કરી કહ્યુ  હતુ કે, ઓયન મોર્ગને હવે ટીમની કેપ્ટનશીપ સંભાળવી જોઇએ. તે એક વલ્ડ કપ વિજેતા કેપ્ટન છે,. મને આશા છે કે કેકેઆર આ વાત પર ધ્યાન આપશે. તેમને એક એવા લીડરની જરુર છે કે જે રોહિ, વિરાટ અને ધોની ની માફક આગળ આવીને લીડ કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article