પંજાબની ઐતિહાસિક જીત, મેચ અને પ્રથમ સુપર ઓવર ટાઇ, બીજી સુપર ઓવરમાં શાનદાર જીત

ટી-20 લીગની 36 મી મેચ દુબઇમાં કિંગસ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે યોજાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઇ તરફ થી ઓપનર ડીકોકે 43 બોલમાં 53 ફટકારીને અર્ધશતક કર્યુ હતુ. આમ મુંબઇએ છ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 176 રન કર્યા હતા. વળતા જવાબમાં પંજાબે પણ 176 રન કર્યા. […]

પંજાબની ઐતિહાસિક જીત, મેચ અને પ્રથમ સુપર ઓવર ટાઇ, બીજી સુપર ઓવરમાં શાનદાર જીત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 19, 2021 | 1:20 PM

ટી-20 લીગની 36 મી મેચ દુબઇમાં કિંગસ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે યોજાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઇ તરફ થી ઓપનર ડીકોકે 43 બોલમાં 53 ફટકારીને અર્ધશતક કર્યુ હતુ. આમ મુંબઇએ છ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 176 રન કર્યા હતા. વળતા જવાબમાં પંજાબે પણ 176 રન કર્યા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

છેલ્લા બોલે જીત માટે જરુરી બે રન માટે દોડતા બીજા રન પુરો નહી શકતા જોર્ડન રન આઉટ થયો. આમ પંજાબને સિઝનને બીજી વાર સુપર ઓવરનો સામનો કરવો પડ્યો. પરંતુ સુપર ઓવર પણ ટાઇમાં પરીણમી. આમ એક જ મેચમાં બીજી વાર સુપર ઓવર સામે આવી.

જેને લઇને પંજાબની ફ્રેન્ચાઇઝી માલીક પ્રિતી ઝીંટા પણ ચિંતામાં જોવા મળી રહી હતી. પરંતુ અંતમાં મયંક અગ્રવાલના બે ચોગ્ગાએ તેની ઝુમી ઉઠવા મજબુર કરી દીધી હતી. ક્રિકે્ટના ઇતીહાસમા ઐતીહાસીક કહી શકાય તે રીતે મેચનુ પરીણામ સામે આવ્યુ હતુ.

પ્રથમ સુપર ઓવર ટાઇ.

રવિવારે રમાયેલી બંને મેચોમાં આજે ટાઇ થઇ હતી. કલકત્તાએ સનરાઇઝર્સ હૈદરાબાદને સુપર ઓવરમાં હરાવ્યુ હતુ. બાદમાં આજે પંજાબ અને મુંબઇ વચ્ચે ની પણ મેચ ટાઇ થઇ હતી. મુંબઇએ બુમરાહને સુપર ઓવરની જવાબદારી બોંલીંગ માટે આપી.

પંજાબે બે વિકેટ સુપર ઓવરમાં પુરન અને રાહુલના સ્વરુપમાં ગુમાવી હતી અને પાંચ રન કર્યા.પંજાબ તરફથી સુપર ઓવરમાં શામીએ બોલીંગની જવાબદારી નિભાવી. ડિકોક અને રોહિત શર્માએ મુંબઇ તરફથી ક્રિઝ પર આવ્યા. પરંતુ સુપર ઓવરના આખરી બોલ પર ડી કોક રન આઉટ થતા સુપર ઓવર જ ટાઇમાં પહોંચી.

દ્રીતીય સુપર ઓવર.

બીજી સુપર ઓવરમાં મુંબઇ તરફ થી પોલાર્ડ અને હાર્દીક પંડ્યા ક્રિઝ પર આવ્યા હતા. જ્યારે જોર્ડને તેમની સામે ઓવર લઇ આવ્યો હતો. જેમાં તેણે ઓવરનો બીજો અને ચોથો બોલ વાઇડ નાંખ્યો હતો. હાર્દીક પંડ્યા એક રન કરીને રન આઉટ થયો હતો. પોલાર્ડ પણ પાંચમાં બોલે અમ્પાયરે આઉટ જાહેર કર્યો હતો.

મંયક અગ્રવાલે અંતિમ બોલે મારેલા નિશ્વિત છગ્ગા સ્વરુપ બોલમને હવામાં જ રોકી ને છગ્ગાને ટીમ માટે બચાવી  લીધો. આમ મુંબઇએ 11 રન કર્યા હતા જેના જવાબમાં ક્રિસ ગેઇલે છગ્ગો લગાવી શરુઆત કરી. મયંક અગ્રવાલે પણ ત્રીજા અને ચોથા બોલે સળંગ બે ચોગ્ગા લગાવતા જ બે બોલ બાકી રાખીને પંદર રન કરી લઇ મેચને જીતી લીધી.

પંજાબની બેટીંગ

કેટલેક અંશે ગ્લેન મેક્સવેલ આજે પણ સુપર ફ્લોપ રહ્યો. તે ફક્ત શુન્ય રન પર જ આઉટ થયો હતો. કેપ્ટન કેએલ રાહુલે મંયક અગ્રવાલ સાથે ઓપનીગમાં સારી રમત દાખવી.રાહુલે 77 રન 51 બોલમાં રમ્યો. તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા . મયંક અગ્રવાલ 11 રન કરી આઉટ થયો. ક્રિસ ગેઇલ  24 રન કર્યા. નિકોલસ પુરને 12 બોલમાં 24 રન કર્યા.

મુંબઇ ની બોલીંગ.

જસપ્રિત બુમરાહે ત્રણ વિકેટ ઝડપીને સ્કોર બોર્ડમાં સતત લક્ષ્યાંક તરફ આગળ વધતા પંજાબને અંકુશમાં લેવા રુપ બોલીંગ કરી હતી. ચાર ઓવરમાં 24 રન આપ્યા હતા. રાહુલ ચહરે પણ ચાર ઓવરમાં 33 રન ગુમાવીને બે વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 48 રન આપ્યા હતા. પોલાર્ડે બે ઓવરમાં 26 અને નાથન કુલ્ટરે આચર ઓવરમાં 33 રન આપ્યા હતા

મુંબઇની બેટીંગ.

કેપ્ટન રોહિત શર્મા આજે માત્ર નવ રન ટીમને માટે જોડી શક્યો હતો. તે અર્શદીપ ના બોલ પર બોલ્ડ થયો હતો. જોકે બીજા ઓપનર ક્વીંન્ટન ડીકોકે 43 બોલમં 53 રનન રમત રમી હતી. તેણે ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે ઇનીંગ રમી હતી અને તે ક્રિસ જોર્ડનના બોલ પર આઉટ થયો હતો.

મુંબઇએ 23 રને પ્રથમ, 24 રને બીજી અને 38 રને ત્રીજી વિકેટ ગુમાવી. પરંતુ કૃણાલ પંડ્યાએ પણ 30 બોલમાં 34 રન સાથએ મધ્યમક્રમ સાચવવા પ્રયાસ કર્યો. કિરોન પોલાર્ડે અંતમાં છગ્ગા લગાવીને સ્કોરને ઝડપથી આગળ વધાર્યો હતો પોલાર્ડ અણનમ રહ્યો હતો જ્યારે ટીમે 6 વિકેટ અંત સુધીમાં ગુમાવી.

પંજાબની બોલીંગ.

મોહમદ શામીએ ચાર ઓવરમાં 30 રન આપી ને બે વિકેટ ઝડપી હતી. અર્શદીપે પણ સારુ પ્રદર્શન કરતા રોહ્ત શર્માને ક્લીન બોલ્ડ કરીને પ્રથમ વિકેટ મેળવી હતી. તેણે ત્રણ ઓવરમાં 35 રન આપીને બે વિકેટ ઝડપી હતી.  ક્રિસ જોર્ડન અને રવિ બિશ્નોઇએ એક એક વિકેટ ઝડપી હતી. રવિએ બે ઓવરમાં 12 રન આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">