AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-20: ટીકા ટીપ્પણીઓ વચ્ચે દિનેશ કાર્તિકે છોડી કોલકતા નાઈટ રાઈડર્સની આગેવાની, હવે નવા કેપ્ટન કોણ હશે જાણો

T-20 લીગની ફ્રેંન્ચાઇઝી ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશન કાર્તિકે હવે પોતાનુ કેપ્ટન પદ છોડવા માટે નો નિર્ણય જાહેર કર્યો છે. ટીમના શરુઆતી મુકાબલાઓમાં સરેરાશ દેખાવ બાદ તેમની કેપ્ટનીશીપને લઇ ને ખુબ જ ટીકા ટીપ્પણીઓ વર્તાવા લાગી હતી. ત્યાર બાદ કાર્તિકે ઇંગ્લેન્ડના વિશ્વકપ વિજેતા ઇયોન મોર્ગનને કેપ્ટનશીપની જવાબદારી આપવા માટેની વાત કરી છે. કલકત્તાના કેપ્ટન […]

T-20: ટીકા ટીપ્પણીઓ વચ્ચે દિનેશ કાર્તિકે છોડી કોલકતા નાઈટ રાઈડર્સની આગેવાની, હવે નવા કેપ્ટન કોણ હશે જાણો
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 24, 2020 | 5:56 PM
Share

T-20 લીગની ફ્રેંન્ચાઇઝી ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશન કાર્તિકે હવે પોતાનુ કેપ્ટન પદ છોડવા માટે નો નિર્ણય જાહેર કર્યો છે. ટીમના શરુઆતી મુકાબલાઓમાં સરેરાશ દેખાવ બાદ તેમની કેપ્ટનીશીપને લઇ ને ખુબ જ ટીકા ટીપ્પણીઓ વર્તાવા લાગી હતી. ત્યાર બાદ કાર્તિકે ઇંગ્લેન્ડના વિશ્વકપ વિજેતા ઇયોન મોર્ગનને કેપ્ટનશીપની જવાબદારી આપવા માટેની વાત કરી છે.

કલકત્તાના કેપ્ટન ની જવાબદારી દિનેશ કાર્તિક પાસે છે અને અને હવે તેણે પોતે જ તે જવાબદારીને મોર્ગનના ખભે સોંપવા માટે રજુઆત કરી છે. એક અંગ્રેજી વેબસાઇટ ના મુજબ આ સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવે દિનેશ કાર્તિકે ટીમને પોતે સફળતા નહી અપાવવાને લઇને પોતે આ મોટો નિર્ણય લઇ રહ્યા છે. કલકત્તા તરફ થી પણ સોશીયલ મિડીયા પર આ મહત્વની વાતને જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે કલકત્તા નાઇટ રાઇડર્સે સત્તાવાર રીતે જાહેર કરી દીધુ છે કે હવે ટીમ કલકત્તાના નવા કેપ્ટન નીજવાબદારી ઇયાન મોર્ગન સંભાળશે.

કલકત્તા નાઇટ રાઇડર્સ તરફ થી શેર કરાયેલા આ ટ્વીટમાં લખવામાં આવ્યુ છે કે, દિનેશ કાર્તિક અને ઇયાન મોર્ગને સાથે મળીને આ ટુર્નામેન્ટમાં ખુબ સારુ કાર્ય કર્યુ છે, હવે કેપ્ટનની જવાબદારી નો ભાર ઇયોન સંભાળશે. આ એક બીજાની ભુમીકાને બદલવા રુપ હશે. કલકત્તાની ટીમે આ ટુર્નામેન્ટમામાં અત્યાર સુધીમાં સાત મેચ રમી છે. જેમાંથી ચાર મેચમાં જીત મળી છે, જ્યારે ત્રણ મેચમાં હાર મળી છે. અંક ની બાબતમાં હાલમાં કલકત્તા ચાર નંબર પર છે. પાછળની મેચમાં ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે 82 રન ની મોટી હાર સહન કરી ચુકી છે. ટુર્નામેન્ટમાં પણ પ્રથમ મેચમાં પણ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે 49 રન થી મેચ ગુમાવી બેઠી હતી.

ઉલ્લેખનિય છે કે, આવુ પ્રથમવાર નથી અગાઉ પણ આ જ પ્રકારે અચાનક જ કોઇ ટીમે બીજા ખેલાડીને કેપ્ટન તરીકે જવાબદારી સોંપી હતી. આ પહેલા દિલ્હી કેપીટલ્સ જ્યારે દિલ્હી ડેયરડેવિલ્સ તરીકે ઓળખાતી હતી, ત્યારે ગૌતમ ગંભીરે પણ ચાલુ ટુર્નામેન્ટ દરમ્યાન કેપ્ટનશીપ યુવાન શ્રેયસ ઐયરને સોંપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">