T-20 લીગ: SRHના ઓપનરોની ધુંઆધાર બેટીંગ, બેટરીસ્ટોના શાનદાર 97 રન, બિશ્નોઈની ત્રણ વિકેટ

ટી-20 લીગની 22મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર રમાઇ રહી છે. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહેલી આ મેચમાં પ્રથમ હૈદરાબાદે ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા. શરુઆતથી 15 ઓવર સુધી બંને ઓપનરોએ ક્રિઝ પર રહી 10 રન પ્રતિ ઓવર સરેરાશ લઇ સ્કોર બોર્ડને ધુંઆધાર બેટીંગથી આગળ […]

T-20 લીગ: SRHના ઓપનરોની ધુંઆધાર બેટીંગ, બેટરીસ્ટોના શાનદાર 97 રન, બિશ્નોઈની ત્રણ વિકેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 08, 2020 | 9:45 PM

ટી-20 લીગની 22મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર રમાઇ રહી છે. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહેલી આ મેચમાં પ્રથમ હૈદરાબાદે ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા. શરુઆતથી 15 ઓવર સુધી બંને ઓપનરોએ ક્રિઝ પર રહી 10 રન પ્રતિ ઓવર સરેરાશ લઇ સ્કોર બોર્ડને ધુંઆધાર બેટીંગથી આગળ ધપાવ્યુ હતુ.  સોળમી ઓવરના પ્રથમ બોલે ઓપનીંગ જોડી તુટી હતી. જોકે એક જ રનના અંતરમાં બંને ઓપનર સહિત ત્રણ વિકેટ હૈદરાબાદે ગુમાવી હતી. પંજાબને અચાનક મળેલી આ સફળતા ચમત્કાર જેવી ભાસી હતી અને કેએલ રાહુલના ચહેરા પર એકદમ જ ચમક પરત આવી હતી. જોકે સનરાઇઝર્સ 200ના સ્કોર પર પહોંચવામાં સફળ રહ્યુ હતુ. છ વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 201 રન ખડકી દીધા હતા. બંને ઓપનરોના ધુંઆધાર અડધી સદીથી સનરાઇઝર્સે મજબુત સ્કોર કર્યો.

T-20 League SRH na opner ni dhuadhar batting Bairstow na shandar 97 run bishnoi ni 3 wicket

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સનરાઇઝર્સની બેટીંગ

સનરાઇઝર્સની બેટીંગનો જાણે કે આજે ઉદય થયો હતો. દુબઇના ગ્રાઉન્ડ પર ઓપનીંગ જોડીએ જે રીતે ધમાકેદાર શરુઆત કરી હતી એમ લાગતુ હતુ કે 200ને પારનો આંક વટાવી દેવાશે. બંને ઓપનરોએ અડધી સદી ફટકારી હતી. બંનેએ 160 રનની ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી. 15 ઓવર સુધી ક્રિઝ પર ટકી રહીને સ્કોર બોર્ડને ઝડપી રન રેટથી આગળ વધાર્યુ હતુ. બંને ઓપનરોએ ઝડપી રન ફટકાર્યા હતા. જો કે બેયરીસ્ટો ત્રણ રન માટે સદી ચૂકી ગયો હતો. તેણે 55 બોલ પર 97 રન કર્યા હતા. ડેવીડ વોર્નરે 52 રનની પારી રમી  હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલ મનિષ પાંડે એક રન પર આઉટ થયો હતો. આમ 160થી 161 રનના સ્કોર પર ત્રણ મહત્વની વિકેટ ગુમાવી હતી. અબ્દુલ સમદ આઠ રન પર આઉટ થયો હતો. 160થી 175 રનના સ્કોર પહોંચતા સુધીમાં તો પાંચ વિકેટ પંદર રનના અંતરમાં હૈદરાબાદે ગુમાવી દીધી હતી. જોકે વિલીયમસને 10 બોલમાં 20 રન ફટકાર્યા હતા અને સાથે જ અભિષેક શર્માએ પણ છ બોલમાં 12 રન ફટકારતા સ્કોર 200 પર પહોંચાડવામાં  સનરાઇઝર્સ સફળ રહ્યુ હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T-20 League SRH na opner ni dhuadhar batting Bairstow na shandar 97 run bishnoi ni 3 wicket

પંજાબની બોલીંગ

પંજાબના બોલર્સ જાણે કે આજે રીતસરનો પરસેવો વહાવતા મેદાનમાં જોવા મળી રહ્યા હતા. એક વિકેટ મેળવા માટે જાણે કે તેઓ તરસી રહ્યા હતા. પરંતુ 15 ઓવર સુધી આ સફળતા મળી નહોતી તો બીજી તરફ રન પર પણ કોઇ જ નિયંત્રણ બોલરો મેળવી શકયા નહોતા. જોકે એકાએક જ 16મી ઓવરમાં ચમત્કાર સર્જાયો હોય એમ પ્રથમ બોલે વોર્નર અને ચોથા બોલે બેયરીસ્ટો આઉટ થયો હતો. રવિ બિશ્નોઇએ બંનેને આઉટ કરીને પંજાબની ચિંતાઓ પર રાહત સર્જી હતી. રવિ બિશ્નોઈએ ત્રણ ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.   અર્શદીપ સિંઘે ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ ઝડપી હતી. મોહમદ શામીએ ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">