T-20 લીગમાં રમવા માટે હજુ પણ પાકિસ્તાની ક્રિકેટરોને છે આશા, વસીમ અક્રમે પણ આપ્યુ હવે નિવેદન

|

Nov 04, 2020 | 2:53 PM

T-20 લીગની શરુઆત 12 વર્ષ અગાઉ 2008માં શરુ કરવામાં આવી હતી. ત્યારે લીગની પ્રથમ સિઝનમાં પાકિસ્તાનના ધુરંધર શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર, ઉમર ગુલ અને સોહેલ તનવીર જેવા ખેલાડીઓએ પણ લીગમાં હિસ્સો લીધો હતો. જોકે તે પહેલો અને છેલ્લો મોકો હતો, કે જેમાં પાકિસ્તાનના ખેલાડીઓએ લીગમાં ભાગ લીધો હોય. ત્યાર બાદ બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોમાં […]

T-20 લીગમાં રમવા માટે હજુ પણ પાકિસ્તાની ક્રિકેટરોને છે આશા, વસીમ અક્રમે પણ આપ્યુ હવે નિવેદન

Follow us on

T-20 લીગની શરુઆત 12 વર્ષ અગાઉ 2008માં શરુ કરવામાં આવી હતી. ત્યારે લીગની પ્રથમ સિઝનમાં પાકિસ્તાનના ધુરંધર શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર, ઉમર ગુલ અને સોહેલ તનવીર જેવા ખેલાડીઓએ પણ લીગમાં હિસ્સો લીધો હતો. જોકે તે પહેલો અને છેલ્લો મોકો હતો, કે જેમાં પાકિસ્તાનના ખેલાડીઓએ લીગમાં ભાગ લીધો હોય. ત્યાર બાદ બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોમાં આવેલા તણાવને લઇને પાકિસ્તાનના ખેલાડીઓને લીગમાં રમવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમય સમય પર પાકિસ્તાન તરફ થી પુર્વ અને વર્તમાન ક્રિકેટરો દ્રારા પોતાના ખેલાડીઓને ટી-20 લીગમાં રમવાની તક આપવા માટે પુરજોશમાં માંગ કરી ચુક્યા છે. હવે ફરી એકવાર પાકિસ્તાનના પુર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ અક્રમે પણ જેને લઇને હવે ફરી મોટુ નિવેદન કર્યુ છે.

આઇપીએલમાં ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વેસ્ટઇન્ડિઝ અને ઓસ્ટ્રેલીયા જેવા મજબુત ક્રિકેટ દેશોના ખેલાડીઓ રમીને અનુભવ અને પ્લેટફોર્મ મેળવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનના યુવાન ખેલાડીઓને આ પ્રકારનો મોકો નહી મળવાને લઇને વસીમ અક્રમ ખફા ખફા જોવા મળી રહ્યા છે. અક્રમે કહ્યુ છે કે, મારુ હંમેશા થી માનવુ છે કે રમતને રાજનિતિક શિકાર નહી બનવા દેવો જોઇએ. જોકે આ બંને દેશો વચ્ચેનો મામલો છે અને મારુ આ મામલે કંઇપણ કહેવુ યોગ્ય નથી. જોકે પ્રમાણે સવાલ પુછાઇ રહ્યો છે તેમ પ્રમાણે, આઇપીએલ ક્રિકેટ ની દુનિયાની સૌથી પ્રતિસ્પર્ધી લીગ છે. કદાચ પાકિસ્તાની યુવા ખેલાડીઓ તેનો હિસ્સો બનવાનો મોકો મળ્યો હોત. હું ભારતીય ખેલાડીઓને પણ પાકિસ્તાન સુપર લીગમાં રમતા જોવા માંગુ છુ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તો વળી વિરાટ કોહલી અને બાબર આઝમમાં તુલના ના સવાલ પર પણ વસીમ અક્રમે કહ્યુ હતુ, મને કોઇ પણ પ્રકારની તુલના પસંદ નથી. પરંતુ હું તે જરુર કહેવા માંગીશ કે બાબર આઝમમાં અસાધારણ પ્રતિભા છે. તેમણે ટુક઼ડાઓમાં પણ, બધાજ પ્રારુપોમાં પોતાની પ્રતિભા અને કૌશલ્ય દેખાડ્યુ છે. મને ખુબ જ ખુશી હશે જો તે આ તુલના ને સકારત્મકતા રીતે લેશે. વિરાટ કોહલીની માફક તે પોતાના પ્રદર્શનમાં નિરંતરતા લાવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article