T-20: ગૌતમ ગંભીરે બતાવ્યુ કે, ચેન્નાઇ માટે કેમ આટલો બધો વફાદાર છે ધોની, જાણો હકીકત અને તેના કારણ

|

Oct 30, 2020 | 9:25 AM

ટી-20 લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનુ પ્રદર્શન આ વર્ષે અત્યંત ખરાબ રહ્યુ છે. ટુર્નામેન્ટમાં થી બહાર ફેંકાઇ જનારી ટીમમાં પણ ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રથમ ટીમ બની છે. આ દરમ્યાન કેપ્ટન ધોની ની પણ ખુબ આલોચના કરવામાં આવી છે. આ બધીય બાબત પછી પણ ચેન્નાઇ ના માલિકને પોતાની ટીમના કેપ્ટન પર પુરો ભરોસો છે, તેમણે પણ […]

T-20: ગૌતમ ગંભીરે બતાવ્યુ કે, ચેન્નાઇ માટે કેમ આટલો બધો વફાદાર છે ધોની, જાણો હકીકત અને તેના કારણ

Follow us on

ટી-20 લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનુ પ્રદર્શન આ વર્ષે અત્યંત ખરાબ રહ્યુ છે. ટુર્નામેન્ટમાં થી બહાર ફેંકાઇ જનારી ટીમમાં પણ ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રથમ ટીમ બની છે. આ દરમ્યાન કેપ્ટન ધોની ની પણ ખુબ આલોચના કરવામાં આવી છે. આ બધીય બાબત પછી પણ ચેન્નાઇ ના માલિકને પોતાની ટીમના કેપ્ટન પર પુરો ભરોસો છે, તેમણે પણ સ્પષ્ટ કર્યુ છે કે આગામી સિઝનમાં પણ ધોની જ તેમની ટીમના કેપ્ટન તરીકે રહેશે.

પુર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે એક અંગ્રેજી સમાચાર સંસ્થા સાથે વાત કરતા આ બાબતે કહ્યુ હતુ. તેણે કહ્યુ કે, હું હંમેશા થી એ વાત કરતો આવ્યો છુ કે કેમ ચેન્નાઇ આવુ જ ચેન્નાઇ છે, કારણ કે ટીમના માલિક અને કેપ્ટનના સંબંધો પણ પણ આવા છે. તેમણે ધોનીને પુરેપુરી આઝાદી આપી રાખી છે, અને મહેન્દ્રસિંહ ધોનીને તેમની ટીમના માલિક થી ખુબ જ સન્માન મળ્યુ છે. ધોની હાલના સમયમાં સંઘર્ષ કરી રહ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ માટે તે અપેક્ષા પ્રમાણેનુ પ્રદર્શન પણ કરી રહ્યો નથી. તેના પ્રશંસકો ને પણ એ વાતની ચિંતા છે કે, શુ 39 વર્ષના થઇ ચુકેલા ધોનીને આગળની સિઝનમાં ટીમની કેપ્ટનશીપ મળી શકશે. જોકે ગૌતમ ગંભીરને આ બાબતે કોઇ શંકા નથી કે ચેન્નાઇ સુપર કિંગ્સને ધોની આગળની સિઝનમાં આગેવાની નહી કરે, તેના મત મુજબ તે જ કેપ્ટન તરીકે યથાવત રહેશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગભીર કહે છે કે, હું આ વાતને લઇને સહેજ પણ આશ્વર્ય નહિ અનુભવુ કે મહેન્દ્રસિંહ ધોની આગળના વર્ષે પણ ટીમના કેપ્ટન હશે. ધોનીએ ત્યાં સુધી રમવુ જોઇએ જ્યાં સુધી તેનુ મન કરે. આગળના વર્ષે પણ તે કેપ્ટનના સ્વરુપે જ નજરમાં આવશે અને ખેલને જારી રાખશે. આ વખતે જેવી ટીમ છે તેના થી પણ વધુ સારી ટીમ સાથે તે મેદાનમાં ઉતરશે. ધોનીએ ત્રણ વાર ટ્રોફી જીતી છે અને કેટલીક ચેમ્પિયન્સ લીગ ટુર્નામેન્ટ પણ જીતી છે. તેમણે મુંબઇની ટીમ પછી સૌથી સફળ ટીમ તરીકે ચેન્નાઇને બનાવી છે.

Preview (opens in a new tab)

ચેન્નાઇ સુપર કિંગ્સ કહી રહ્યુ છે કે, મહેન્દ્રસિંહ ધોની કેપ્ટનના સ્વરુપમાં તેનુ કામ ચાલુ રાખશે. આજ વાત ને સંબંધ માનવામાં આવે છે, બંને ના એક બીજા તરફ ના સંન્માનને જોઇને તે દેખાય છે. આ કારણ થી જ ધોની પણ ટીમને લઇને ખુબ વફાદાર છે. આજ કારણ છે કે, ધોની પણ દિલ, જાન, પરસેવો અને રાતોની નિંદર બધુ જ લગાવી દેવા તત્પર રહે છે. મને વિશ્વાસ છે કે, તેને રાત્રે ઉંઘ નહી આવી હોય જ્યારે ફરી થી કેપ્ટનશીપ સંભાળી હશે.

આ પણ વાંચોઃ T-20: સૂર્યકુમાર યાદવે જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવી હોય તો અમારા દેશ તરફથી રમી શકે છે, પુર્વ ક્રિકેટરે કર્યુ ટ્વીટ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article