AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

jhulan goswamiએ ઓસ્ટ્રેલિયા સામે ઈતિહાસ રચ્યો, પોતાની કારકિર્દીમાં 600 વિકેટ પૂરી કરી

ઝુલન ગોસ્વામીએ નાંખેલા મેચનો આખરી બોલ થર્ડ અમ્પાયરે હાઈટના કારણે 'નો-બોલ' જાહેર કરતાં સર્જાયેલા હાઈડ્રામા બાદ આખરે ભારતની મહિલા ટીમને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની બીજી વન ડેમાં પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. આજે ઝુલન ગોસ્વામીએ પોતાના કેરિયરની 600 વિકેટ ઝડપવાની રેકોર્ડ નોંધાવ્યો છે.

jhulan goswamiએ ઓસ્ટ્રેલિયા સામે ઈતિહાસ રચ્યો, પોતાની કારકિર્દીમાં 600 વિકેટ પૂરી કરી
jhulan goswami
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 12:17 PM
Share

jhulan goswami : ભારતના અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી વનડેમાં નવો ઇતિહાસ રચીને કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયન ઇનિંગની 9 મી ઓવરમાં કાંગારૂ ટીમને બે ફટકા આપ્યા, જેમાં રસેલ હેન્સ અને મેગ લેનિંગને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

આ ઓવરમાં પ્રથમ વિકેટ લેતા જ ગોસ્વામી (jhulan goswami )એ પોતાની વિકેટની સંખ્યા 600 કરી લીધી. ગોસ્વામી પહેલાથી જ વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે, જેમાં તેણે 192 મેચમાં 239 વિકેટ લીધી છે.

38 વર્ષના દિગ્ગજ ટી -20 ક્રિકેટમાં 56 વિકેટ સાથે 2018માં નિવૃતી લીધી હતી. આ સિવાય તેણે 11 ટેસ્ટ મેચમાં 41 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં કુલ 336 વિકેટ લીધી છે, જ્યારે સ્થાનિક ક્રિકેટમાં બીજી 264 વિકેટ લીધી છે. ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન વનડે સીરિઝ (ODI series)ની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની છેલ્લી ઓવર ફેંકી હતી, જ્યાં છેલ્લા બોલ પર ડ્રામા જોવા મળ્યો હતો.

ઝુલન ગોસ્વામી(jhulan goswami )ની આ ઓવરના છેલ્લા બોલને અમ્પાયરે નો બોલ જાહેર કર્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયા પાસેથી મેચ છીનવાઈ ગઈ હતી. ગોસ્વામી(jhulan goswami )ના બોલ પર જેને નો-બોલ કહેવામાં આવતો હતો, અમ્પાયરોએ કહ્યું કે, તે કમરની ઉંચાઈ કરતા વધારે છે,

તેથી તે નો-બોલ છે. અમ્પાયરના આ નિર્ણય પર ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર ગુસ્સે ભરાયા હતા. આ મેચમાં હાર થતાં જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ (ODI series)પણ ગુમાવી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને આ હાર ત્યારે મળી જ્યારે ટીમ વિજયના ઉંબરે ઉભી હતી. જોકે, ઝુલન ગોસ્વામી ( Jhulan Goswami) દ્વારા ફેંકવામાં આવેલી છેલ્લી ઓવરમાં થયેલી એક ભૂલે ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. ઝુલને છેલ્લી ઓવરમાં નો બોલ (No Ball) ફેંક્યો હતો, જેના કારણે મેચ ઓસ્ટ્રેલિયા (Australia ) ના પક્ષમાં થઇ ગઈ હતી

આજે ભારતના અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી વનડેમાં નવો ઇતિહાસ રચીને કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી છે.

આ પણ વાંચો : CSK vs KKR, IPL 2021 Match Prediction: ધોનીની ટીમ કલકત્તા સામે ટકરાશે, બિન્દાસ્ત બનેલી કલકત્તા અંતિમ ચારમાં ટકી રહેવા દાવ લગાવશે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">