AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ અચંતા, જી. સાથિયાન અને અકુલા શ્રીજાનું 36મી નેશનલ ગેમ્સ માટે ગુજરાતમાં આગમન

બંને ટીમ ઇવેન્ટની મેડલ મેચો 21 સપ્ટેમ્બરે રમાશે અને બધી સિંગલ્સની ગોલ્ડ મેડલ મેચો અંતિમ દિવસ 24 સપ્ટેમ્બરે રમાશે. કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ- 43 મહિલા અને 42 પુરૂષ- સાત સુવર્ણ ચંદ્રક માટે પાંચ દિવસ સુધી પ્રતિયોગિતામાં ભાગ લેશે. સાત વર્ષ અગાઉ કેરળમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ અચંતા, જી. સાથિયાન અને અકુલા શ્રીજાનું 36મી નેશનલ ગેમ્સ માટે ગુજરાતમાં આગમન
Star table tennis players Sharath Kamal Achanta, G. Sathiyan and Akula Sreeja arrive in Gujarat for 36th National Games
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 8:24 PM
Share

ગુજરાતના સુરત શહેરમાં નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) ની શરૂઆત ટેબલ ટેનિસની (Table Tennis) રમત સાથે 20 સપ્ટેમ્બરથી થઈ છે. સુરતમાં ટેબલ ટેનિસની રમત 20 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી રમાશે. આજે 20 સપ્ટેમ્બરે પુરૂષ અને મહિલા ટીમ ઈવેન્ટ સાથે ટેબલ ટેનિસની સુરત ખાતે પી.ડી.ડી.યુ ઇન્ડોર સ્ટેડીયમમાં શરૂઆત થઈ છે. ટેબલ ટેનિસમાં કુલ 7 મેડલ ઈવેન્ટ સામેલ છે. મહિલા ટીમ ઇવેન્ટ, પુરૂષ ટીમ ઇવેન્ટ, મહિલા સિંગલ્સ, પુરૂષ સિંગલ્સ, પુરૂષ ડબલ્સ, મહિલા ડબલ્સ, અને મિક્સડ ડબલ્સ ની ઇવેન્ટ સામેલ છે.

બંને ટીમ ઇવેન્ટની મેડલ મેચો 21 સપ્ટેમ્બરે રમાશે અને બધી સિંગલ્સની ગોલ્ડ મેડલ મેચો અંતિમ દિવસ 24 સપ્ટેમ્બરે રમાશે. કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ- 43 મહિલા અને 42 પુરૂષ- સાત સુવર્ણ ચંદ્રક માટે પાંચ દિવસ સુધી પ્રતિયોગિતામાં ભાગ લેશે. સાત વર્ષ અગાઉ કેરળમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડીઓનું આગમન

ટેબલ ટેનિસ ખેલાડીઓ શરથ કમલ અચંતા, જી. સાથિયાન અને અકુલા શ્રીજાનુ ગુજરાતમાં આગમન થયું છે. આ તમામ ખેલાડીઓનું સુરત ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં જ ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં સમાપ્ત થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું ટેબલ ટેનિસમાં ઉતકૃષ્ઠ પ્રદર્શન રહ્યું હતું, જેમાં આ ત્રણ ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સના મિક્સ ડબલ્સમાં શ્રીજા અને શરથ કમલે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

વર્લ્ડ રેન્કિંગમાં 73મો ક્રમ મેળવનાર અકુલા શ્રીજાના પ્રદર્શન પર સૌની નજર છે. આ વર્ષે નેશનલ ગેમ્સમાં પર્દાપણ કરનાર 24 વર્ષીય પેડલર આવતા વર્ષે એશિયન ગેમ્સ પહેલા ટોપ 50માં સ્થાન મેળવવાના ધ્યેય સાથે ઉતરી છે. અકુલાએ જણાવ્યું હતું કે, ‘સુરત એરપોર્ટ પર તેમજ કાર્યક્રમ સ્થળે થયેલું અમારૂં ઉષ્માભર્યું વિશ્વસ્તરીય આયોજન અમને એક ખેલાડી તરીકે સ્પર્ધાત્મક વાતાવરણ પૂરૂ પાડે છે. અહીનું ખાનપાન અને સુરતીઓનો પ્રતિસાદ જોઈને ખૂબ આનંદિત છું. મેં ગત રવિવારની સાંજે વેસુ કેનાલ પાથવે પર સ્પોર્ટ્સ કાર્નિવલનો આનંદ માણ્યો હતો અને આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો, જેનો અનુભવ ખરેખર આનંદદાયક રહ્યો.’

ટેબલ ટેનિસમાં ગુજરાતના પુરૂષ ટીમની શાનદાર શરૂઆત

નેશનલ ગેમ્સના પ્રથમ દિવસે ટીમ ઈવેન્ટમાં ગુજરાતની શાનદાર શરૂઆત થઈ હતી, જ્યારે મહિલા ટીમની પ્રથમ મેચમાં હાર તો બીજી મેચમાં જીત થઈ હતી. પુરૂષ ટીમે પ્રથમ મેચમાં હરિયાણાની ટીમને 3-0થી માત આપી હતી તો બીજા મુકાબલમાં દિલ્હીની ટીમને 3-0થી માત આપી હતી. વાત કરીએ મહિલા ટીમની તો પ્રથમ મેચમાં મહારાષ્ટ્ર સામે 0-3થી હાર થઈ હતી તો બીજી મેચમાં ગુજરાતની ટીમનું હરિયાણા સામે 3-1થી વિજય થયો હતો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">