ક્રિકેટર પંડ્યા બંધુઓએ આકરી કસોટી પાર કરવી પડી હતી, પિતાએ હિંમત હાર્યા વિના આગળ વધાર્યા

ભારતીય ક્રિકેટના ચર્ચિત પંડ્યા બ્રધર્સ (Pandya Brothers) ને શનિવારે ખૂબ આઘાત લાગ્યો હતો. હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) ના પિતા હિમાંશુ પંડ્યા (Himanshu Pandya) ને 16 જાન્યુઆરીની સવારે હ્રદયરોગનો હુમલો આવતા અવસાન થયુ.

ક્રિકેટર પંડ્યા બંધુઓએ આકરી કસોટી પાર કરવી પડી હતી, પિતાએ હિંમત હાર્યા વિના આગળ વધાર્યા
હિમાંશુ પંડ્યા, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા

ભારતીય ક્રિકેટના ચર્ચિત પંડ્યા બ્રધર્સ (Pandya Brothers) ને શનિવારે ખૂબ આઘાત લાગ્યો હતો. હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) ના પિતા હિમાંશુ પંડ્યા (Himanshu Pandya) ને 16 જાન્યુઆરીની સવારે હ્રદયરોગનો હુમલો આવતા અવસાન થયુ. જેને લઇને બંને ગુજરાતી ક્રિકેટર બંધુઓ પર દુ:ખનો પહાડ તુટી પડ્યો હતો. બંને ભાઇઓનુ ક્રિકેટમાં આજે જે નામ અને ઓળખ છે તેની પાછળ તેના પિતાનુ ખૂબ યોગદાન છે. બંને ભાઇઓ પોતાની કામિયાબીને માટે પિતાને સતત શ્રેય આપતા આવ્યા છે. પિતાના ત્યાગને જોતા બંને પુત્રોએ પણ ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યો હતો.

પિતાના સંઘર્ષનુ ફળ ત્યારે મળ્યુ હતુ કે, જ્યારે બંને ભાઇઓ IPL માં પસંદ થયા હતા. હાર્દિક પંડ્યાએ પોતાની ઓલરાઉન્ડ રમતથી ખૂબ જ ઓછા સમયમાં ટીમ ઇન્ડીયાનો મહત્વનો હિસ્સો બની ગયા. તેને નવો કપિલ દેવ તરીકે પણ લોકો ઓળખવા અને કહેવા લાગ્યા હતા. હાર્દિક શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં સામેલ છે. વન ડે, T20 અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં પોતાની ઉપયોગીતા સાબિત કરી ચુકેલા હાર્દિક હવે ચાહકોનો હિરો છે.

પંડયા ભલે આજે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટ, બિન્દાસ્ત અને આલિશાન જીવન શૈલી માટે મશહુર હશે, પંરતુ તેનુ વ્યક્તિગત જીવન ખૂબ જ પ્રેરણાદાયી છે. જોકે આ ખેલાડીએ જીવનમાં ખૂબ જ કઠણાઇઓનો સામનો કર્યો છે. હાર્દિક પંડ્યાની આકરી મહેનત અને લગનને લઇ આજે આ મુકામ પર પહોંચ્યો છે. અહીં પહોંચવા માટે ક્યારેક મેગીથી પેટ ભરી લેતો અને ઉધારની કીટથી ક્રિકેટ રમીને સંઘર્ષ કરતો હતો. આજે તેની પાસે મોટી સંખ્યામં ચાહકોની ફોજ છે, સાથે જ અમર્યાદ પૈસા પણ છે.

હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યા સુરત શહેરમાં ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમણે કેટલાક સંજોગોને લઇને 1998માં તે બંધ કરીને પરિવાર સાથે વડોદરા સ્થળાંતર કરી દેવુ પડ્યુ હતુંં. હાર્દિક પંડ્યા ક્રિકેટના દિવાના હતા. તે પોતાના બંને પુત્રોને લઇને ક્રિકેટ મેચ પણ જોવા પહોંચતા હતા. હાર્દિક અને કૃણાલને આમ જ ક્રિકેટથી આકર્ષણ શરુ થયુ હતુંં. ઘરની આર્થિક સ્થિતી સારી નહી હોવા છતાં પણ હિમાંશુ પંડ્યાએ પુત્રો માટે પ્રયાસો શરુ કર્યા હતા. બંને પુત્રોને વડોદરાની કિરણ મોરે ક્રિકેટ એકેડમીમાં મોકલ્યા હતા, જ્યાંથી હાર્દિક અને કૃણાલની ક્રિકેટર બનવાની યાત્રા શરુ થઇ હતી.

પૈસાની તંગીનેલઇને હાર્દિક પંડ્યાએ ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓલરાઉન્ડરે એક ઇન્ટરવ્યુ દરમ્યાન ખુલાસો કર્યો હતો કે, પોતે એવા પણ દિવસો જોયા છે કે મેગી ખાઇને પેટ ભરવુ પડતુ હતુંં. હાર્દીકે પૈસાની તંગીને લઇને કપરી સ્થિતીમાંથી પસાર થવુ પડ્યુ હતુંં. તેની પાસે ક્રિકેટ કીટ પણ ખરીદવા માટે પૈસા નહોતા. તે અભ્યાસમાં પોતાના સાથીઓની કિટ માંગીને બેટીંગ કરતો હતો. અંતે તેનો આકરી કસોટીનો અંત આવ્યો અને તે IPL માટે પસંદ પામ્યો હતો. તેના પિતા હિમાંશુ પંડ્યાએ તેને જે માર્ગે આગળ વધવા પ્રોત્સાહન આપ્યુ તે મુકામ આજે દુનિયા સામે છે.

 

આ પણ વાંચો: IPLની બ્રાંડ વેલ્યુમાં પાંચ વર્ષ બાદ ઘટાડો નોંધાયો, મુંબઇ ઇન્ડીયન્સ નંબર વન બ્રાન્ડ

Click on your DTH Provider to Add TV9 Gujarati