AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shane Warneની ડેડ બોડી સાથે એમ્બ્યુલન્સમાં દોઢ મિનિટ સુધી એકલી રહી મહિલા, ઉઠ્યા સવાલો

શેન વોર્ન (Shane Warne)ના મૃત્યુમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે, અહેવાલો અનુસાર, એક જર્મન મહિલા એમ્બ્યુલન્સમાં તેના મૃતદેહ સાથે એકલી રહી હતી.

Shane Warneની ડેડ બોડી સાથે એમ્બ્યુલન્સમાં દોઢ મિનિટ સુધી એકલી રહી મહિલા, ઉઠ્યા સવાલો
Shane Warneની ડેડ બોડી સાથે એમ્બ્યુલન્સમાં દોઢ મિનિટ સુધી એકલી રહી મહિલાImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 2:34 PM
Share

Shane Warne : શેન વોર્નના આકસ્મિક મૃત્યુએ સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી દીધું હતું. દિગ્ગજ લેગ સ્પિનરનું (Shane Warne Death) માત્ર 52 વર્ષની વયે અવસાન થયું. અહેવાલો અનુસાર શેન વોર્ન (Shane Warne)ને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. વોર્નના મૃત્યુ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર થાઈલેન્ડમાં શેન વોર્નના મૃત્યુ બાદ એક મહિલાએ તેના મૃતદેહ સાથે એમ્બ્યુલન્સ (Ambulance)માં દોઢ મિનિટ વિતાવી હતી. હવે અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે કે મહિલા એમ્બ્યુલન્સ સુધી કેવી રીતે પહોંચી.

તમને જણાવી દઈએ કે વોર્ન રજાઓ ગાળવા થાઈલેન્ડ ગયો હતો અને જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે તેની સાથે 3 મિત્રો હતા. એબીસીના અહેવાલ મુજબ એક જર્મન મહિલા એમ્બ્યુલન્સમાં પ્રવેશી હતી, જેમાં વોર્નનો મૃતદેહ હતો. મહિલાએ તે એમ્બ્યુલન્સમાં દોઢ મિનિટ વિતાવી. થાઈલેન્ડના અધિકારીઓએ કહ્યું છે કે જર્મન મહિલા વોર્નને અંગત રીતે ઓળખતી હતી અને તેને શ્રદ્ધાંજલિ આપવા એમ્બ્યુલન્સમાં ગઈ હતી.

જર્મન મહિલાનો વીડિયો તપાસનો વિષય છે

ABCના રિપોર્ટ અનુસાર તે મહિલાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં મહિલાએ હાથમાં ફૂલ પકડ્યા છે અને તે એમ્બ્યુલન્સ તરફ જઈ રહી છે. તેની સાથે થાઈલેન્ડની એક મહિલા પણ હતી. મહિલાએ અધિકારીઓને કહ્યું, ‘હા, તે વોર્નને ઓળખે છે. તે મિત્ર છે. આ પછી તે બંને મહિલાઓ એમ્બ્યુલન્સમાં ગઈ. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે નીચે ઉતરીને મહિલા માટે દરવાજો ખોલ્યો. મહિલા એમ્બ્યુલન્સમાં વોર્નના મૃતદેહ સાથે દોઢ મિનિટ સુધી રહી હતી. તમને જણાવી દઈએ કે આ વીડિયો ખૂબ જ ચિંતાજનક છે કારણ કે તે મહિલાએ પોસ્ટમોર્ટમ પહેલા વોર્નના મૃતદેહ સાથે ઘણો સમય વિતાવ્યો હતો.

વોર્નના મૃત્યુથી ઓસ્ટ્રેલિયન દિગ્ગજ આઘાત પામ્યો

તમને જણાવી દઈએ કે શેન વોર્નના નિધનથી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓ પણ ભાંગી પડ્યા હતા. રિકી પોન્ટિંગ જાહેર મંચ પર રડતો જોવા મળ્યો હતો. વોર્ને પોન્ટિંગની કપ્તાની હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયા માટે ઘણી ટેસ્ટ મેચો અને ODI જીતી હતી. હાલમાં વોર્નનો મૃતદેહ થાઈલેન્ડમાં છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત હોસ્પિટલના સંપર્કમાં છે અને વોર્નનો મૃતદેહ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવશે.

આ પણ વાંચો : પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્ય એમ્બેસીની અંદર મૃત હાલતમાં મળી આવ્યા, વિદેશમંત્રી એ વ્યક્ત કર્યો શોક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">