અંપાયરના નિર્ણયોની ભૂલોને લઇને શેન વોર્ન ગુસ્સામાં, કહ્યુ આમ તો ક્રિકેટરોની કેરિયર ખતમ થઇ જાય

અંપાયરના નિર્ણયોની ભૂલોને લઇને શેન વોર્ન ગુસ્સામાં, કહ્યુ આમ તો ક્રિકેટરોની કેરિયર ખતમ થઇ જાય

એડિલેડ ટેસ્ટ દરમ્યાન અંપાયર બ્રુસ ઓક્સનફર્ડ લગાતાર શેન વોર્નના નિશાના પર રહ્યા છે. ફોક્સ ક્રિકેટ માટે કોમેન્ટરી આપી રહેલા વોર્ને અંમ્યાયરોની ખૂબ આલોચના કરી છએ. બીજા દિવસની રમત દરમ્યાન નાથન લિયોનને એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો. બોલ જોકે બેટને અડકીને પેડ સાથે ટકરાયો હતો. ડીઆરએસને લઇને લિયોન ની વિકેટ બચી ગઇ હતી. આ જોઇને વોર્ને ઓક્સનફર્ડને […]

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 2:50 PM

એડિલેડ ટેસ્ટ દરમ્યાન અંપાયર બ્રુસ ઓક્સનફર્ડ લગાતાર શેન વોર્નના નિશાના પર રહ્યા છે. ફોક્સ ક્રિકેટ માટે કોમેન્ટરી આપી રહેલા વોર્ને અંમ્યાયરોની ખૂબ આલોચના કરી છએ. બીજા દિવસની રમત દરમ્યાન નાથન લિયોનને એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો. બોલ જોકે બેટને અડકીને પેડ સાથે ટકરાયો હતો. ડીઆરએસને લઇને લિયોન ની વિકેટ બચી ગઇ હતી. આ જોઇને વોર્ને ઓક્સનફર્ડને નિશાના પર લીધા હતા.

શેન વોર્ને કહ્યુ હતુ કે, આ મોટી ભૂલ કરી છે. બોલ કેટલો વધારે હલ્યો હતો. સાથે જ બે અવાજ પણ સ્પષ્ટ સંભળાઇ શકે છે. એવાાં બ્રુસ ઓક્સફર્ડ શુ જોઇ રહ્યા હતા. લોકો કહી રહ્યા છે કે અમ્પાયર પર તેઓ ખૂબ સખત થઇ રહ્યા છે. પરંતુ આવા ખોટો નિર્ણયો તો ના લઇ શકાય ને. પ્રથમ દિવસની ભૂલને પણ તેમણે યાદ કરી હતી. તે લગાતાર ભૂલ કરી રહ્યા છે. પ્રથમ દિવસે પણ ભારતનો એક રન ઓછો કરી દેવામા આવ્યો હતો, જે રન ખરેખર પૂરો રન હતો. ભૂલો કોઇના પણ થઇ શકે છે, પરંતુ તેઓ ત્રણ ચાર ભૂલો કરી ચુક્યા છે. વોર્ને ઓપનર જો બર્ન્સ ને આઉટ આપવાની વાત પણ યાદ કરી હતી.

અંપાયરની ભૂલને લઇને વોર્ને કહ્યુ હતુ કે, અંપાયરની આ પ્રકારની ભૂલને લઇને ક્રિકેટરોનુ કેરિયર ખરાબ થઇ જાય છે. જો બર્ન્સના નિર્ણયમાં બોલ લેગ સાઇડ તરફ જઇ રહી હતી. અંપાયર કોલના કારણે તે આઉટ રહ્યા. આવી ભૂલો થી બર્ન્સનુ કેરિયર ખતમ થઇ શકે છે. ઓક્સનફર્ડ અંપાયરીંગ કરવા અગાઉ ક્રિકેટર હતા. તેમનુ અને વોર્નનુ કેરીયર સાથે સાથે નુ જ છે. બંને ઘરેલુ ક્રિકેટમાં સાથે રમતા હતા, તેઓ સ્પિનર હતા. વોર્નને આંતર રાષ્ટ્રિય ટીમમાં સ્થાન મળ્યુ હતુ જ્યારે ઓક્સનફર્ડ ઉપર આવી શક્યા નહી. કહેવામાં આવે છે કે બંનેના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati