Mahendra Singh Dhoniને મળ્યો નવો પાર્ટનર, પત્ની સાક્ષીએ ફોટો શેર કરીને ખુલાસો કર્યો
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પોતે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી પરંતુ તેની પત્ની સાક્ષી ચાહકોને તેના અપડેટ્સ આપતી રહે છે.
Mahendra Singh Dhoni : ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)માં નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ(New Zealand)ની યજમાનીમાં વ્યસ્ત છે. ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે જ્યાં તે ત્રણ મેચની T20 સીરીઝ (T20 series) અને બે ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. તે જ સમયે, વર્લ્ડ કપમાં ટીમના મેન્ટર બનેલા મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પોતાના ઘર રાંચી પરત ફર્યા છે. આ દિવસોમાં, તે તેની ‘હની’ સાથે ઘરે સમય વિતાવી રહ્યો છે, જેની એક ઝલક માહીની પત્ની સાક્ષી ધોનીએ શેર કરી હતી.
મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) સોશિયલ મીડિયા (Social media)પર બહુ ઓછા એક્ટિવ રહે છે. જોકે તેની પત્ની સાક્ષી ચાહકોને માહીની કમી અનુભવવા નથી દેતી અને અવારનવાર તેની સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં, તેણે આવી જ એક તસવીર શેર કરી જેમાં ધોની ચાની ડેટ પર જોવા મળી રહ્યો છે પરંતુ સાક્ષી તરીકે તેની સાથે અન્ય કોઈ નથી. ફેન્સ ધોનીના નવા પાર્ટનરને ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
સાક્ષીએ માહીનો ફોટો શેર કર્યો
સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ ફોટોમાં ધોની પોપટ સાથે જોવા મળી રહ્યો છે. ધોનીના હાથમાં ચાનો કપ છે જ્યારે તેનો પાલતુ પોપટ તેના ખભા પર બેઠો છે. સાક્ષીએ તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘ધોની તેના હની સાથે. #chaidates’. કેપ્શન વાંચીને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, ધોનીના આ નવા પાલતુનું નામ હની છે. ધોની પાસે તેના સાત કૂતરા સહિત ઘણા પાલતુ પ્રાણી છે. કૂતરા ઉપરાંત ઘોડા,અને ઘણા પક્ષીઓ તેમની પાસે છે. ધોની પોતાના કૂતરા સાથે ઘણો સમય વિતાવે છે અને તેમને જાતે તાલીમ પણ આપે છે. તમે ઇન્સ્ટાગ્રામ પર ધોનીના કૂતરાઓને તાલીમ આપતા વીડિયો પણ જોઈ શકો છો.
ધોનીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી
ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, તેમ છતાં તે કોઈને કોઈ કારણસર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતો રહે છે. ક્યારેક તેના લુક વિશે તો ક્યારેક તેની બાઇક વિશે. ચાહકો આજે પણ માહીને એટલો જ પ્રેમ કરે છે. આ વર્ષે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની કેપ્ટન્સીમાં ટાઈટલ જીત્યું હતું. આ પછી ધોની ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સાથે મેન્ટર તરીકે જોડાયો.
આ પણ વાંચો : Ind vs NZ : રાંચીમાં શુક્રવારે ભારત-ન્યૂઝીલેન્ડ T20 મેચને ધ્યાનમાં રાખીને આંતરરાજ્ય સરહદ કરાઈ સીલ