AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2022 માટે કતાર સેન્ટ્રલ બેન્કે બહાર પાડ્યા ખાસ બેન્ક નોટ અને સિક્કા

કતારની આ તૈયારીઓ જોઈ આખી દુનિયા દંગ રહી ગઈ છે. સ્ટેડિયમના ફોટોસ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ ખાસ અવસર પર કતારની સેન્ટ્રલ બેન્કે ખાસ નોટ અને સિક્કા બહાર પાડયા છે.

FIFA World Cup 2022 માટે કતાર સેન્ટ્રલ બેન્કે બહાર પાડ્યા ખાસ બેન્ક નોટ અને સિક્કા
Qatar Central Bank released special bank notes Image Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 8:19 PM
Share

ફિફા વર્લ્ડકપ 2022નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયુ છે. ફૂટબોલને દુનિયાની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે. કતારના ભવ્ય સ્ટેડિયમોમાં 20 નવેમ્બરથી ફૂટબૉલના મહાકુંભની શરૂઆત થશે. ફૂટબૉલના મહાકુંભમાં દુનિયાભરના દેશોની મજબૂત ટીમોના ખેલાડીઓ વચ્ચે ફિફા વર્લ્ડકપ જીતવા માટે જંગ થશે. દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુનિયાના અલગ અલગ દેશોથી ફૂટબૉલ ફેન્સ કતાર આવી રહ્યા છે. આવનારા 1 મહિના સુધી ફિફા વર્લ્ડકપ 2022નો રોમાંચ જોવા મળશે.

કતારમાં ફિફા વર્લ્ડકપની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી કતારમાં વર્લ્ડકપના સ્ટેડિયમ અને અન્ય સ્થળોનું બાંધકામ થઈ રહ્યુ હતુ. જે હવે ભવ્ય રીતે તૈયાર થઈ ગયા છે. કતારની આ તૈયારીઓ જોઈ આખી દુનિયા દંગ રહી ગઈ છે. સ્ટેડિયમના ફોટોસ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ ખાસ અવસર પર કતારની સેન્ટ્રલ બેન્કે ખાસ નોટ અને સિક્કા બહાર પાડયા છે.

કતાર સેન્ટ્રલ બેન્કે બહાર પાડ્યા ખાસ નોટ અને સિક્કા

આ ખાસ નોટ પર ફિફા વર્લ્ડકપ ટ્રોફી અને કતાર 2022નો લોગો સાથે એક તરફ લુસેલ સ્ટેડિયમ અને બીજી તરફ અલ બાયત સ્ટેડિયમનું ચિત્ર છે. આ બન્ને સ્ટેડિયમ ઓપનિંગ અને ફાઈનલ મેચ માટે છે. આ ખાસ નોટ અને સિક્કા પર કતારનું રાષ્ટ્રીય પ્રતીક, સ્કાયલાઇન, ઝુબારા અને ધો કિલ્લો પણ જોવા મળી રહ્યો છે.

કતારની સેન્ટ્રલ બેન્કે, FIFA અને સુપ્રિમ કમિટી ફોર પ્રોજેક્ટ્સ એન્ડ લેગસી સાથે મળીને હાલમાં 22 કતારી રિયાલની ખાસ નોટ અને FIFA અને વર્લ્ડકપના લોગો ધરાવતા સિક્કા પણ લોન્ચ કર્યા છે. નવા ચલણના નોટ અને સિક્કા દેશના ફૂટબોલના ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે અને તે દેશના મુલાકાતીઓ સહિત તેને મેળવવા ઈચ્છતા લોકોને ઓફર કરવામાં આવે છે.

વર્લ્ડકપ પહેલા કતારનો થઈ રહ્યો છે વિરોધ

કતાર પર માનવધિકાર ઉલ્લંઘનના આરોપ લાગી રહ્યા છે. માનવધિકાર સંગઠનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે  કે ફિફા વર્લ્ડકપના નિર્માણ કાર્યો દરમિયાન શ્રમિકો સાથે ગુલામ જેવો વ્યવહાર કરવામાં આવ્યો. તેમાં અનેક લોકો માર્યા ગયા છે તેવા પણ આરોપ લાગ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર નિર્માણ કાર્યોમાં ભ્રષ્ટાચારના પણ આરોપ છે. કતાર કડક મુસ્લિમ કાયદાઓનું પાલન કરે છે. તેથી ત્યાં સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે. તે વાત પર પણ કતારમાં વિરોધ થઈ રહ્યો છે. હાલમાં સોશ્યિલ મીડિયા પર પણ કતારનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">