PM MODI IN AMERICA : US સ્ટેટ ડિનરના મેનુમાં ગુજરાતમાં જન્મેલા રાજ પટેલના રેડ વાઇનનો પણ સમાવેશ, રાત્રિ ભોજનમાં પીરસાશે ભારતીય વાઇન
PM MODI IN AMERICA : રાજ પટેલને વ્હાઇટ હાઉસ દ્વારા પીએમ મોદી માટે બાયડેન દ્વારા આયોજિત યુએસ સ્ટેટ ડિનર માટે પોતાની વાઇનરીમાંથી રેડ વાઇન આપવાનું કહેવામાં આવ્યું હતું.
PM MODI IN AMERICA : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાની ત્રણ દિવસીય રાજ્ય મુલાકાતે છે, યુએસ પ્રમુખ જો બાયડેન અને પ્રથમ મહિલા જીલ બાયડેન દ્વારા આયોજિત સ્ટેટ ડિનર માટે વ્હાઇટ હાઉસમાં છે. વડાપ્રધાનના સન્માનમાં એક શાકાહારી મેનુ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. રાત્રિ ભોજનમાં મહેમાનોને નાપા વેલી વાઇનરીમાંથી પટેલ રેડ બ્લેન્ડ 2019 પણ પીરસવામાં આવશે, જેઓ ગુજરાતમાંથી યુએસમાં સ્થળાંતર કરીને આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ઇન્ડિયા ન્યુઝ ટુડેના અહેવાલો અનુસાર, વાઇન બિઝનેસમાં મોટાભાગે ફ્રેન્ચ અને ઇટાલિયન બ્રાન્ડ્સનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં, ભારતીય વાઇન બ્રાન્ડ દુર્લભ છે. પોતાની વાઇન બ્રાન્ડ વિશે બોલતા રાજ પટેલે જણાવ્યું હતું કે, “મારો વિચાર હંમેશા એવી વાઇન બનાવવાનો હતો કે જે સારી રીતે સંરચિત, ભવ્ય અને ટકી રહેવાની ક્ષમતા ધરાવતી હોય. આ વાઇન ખાસ કરીને અમેરિકન પ્લેટમાં વસતા ભારતીય લોકો માટે બનાવવામાં આવી હતી, અને, વર્ષોથી એનઆરઆઇ ભારતીયોએ અમારી વાઇનને સારો રિસ્પોન્સ આપી અપનાવી છે,” તેમ રાજુ પટેલે ઉમેર્યું હતું.
“હું પોતે ભારતીય મૂળનો છું અને પટેલ, ભારતીયોએ અમે (અમેરિકામાં) બનાવેલી વાઇન અપનાવી છે,” તેમણે કહ્યું. રાજ પટેલને વ્હાઇટ હાઉસ દ્વારા સ્ટેટ ડિનર માટે તેમના પટેલ વાઇન્સમાંથી રેડ વાઇન આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, રાજ પટેલને પોતે આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે “અમને માત્ર વાઇન (દારૂ) સપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું હતું. અમને સ્ટેટ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.”
આ પણ વાંચો : PM MODI IN AMERICA : પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવા અમેરિકન સાંસદોમાં રીતસરની પડાપડી થઇ
ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસીમાં ભારતીય ડાયસ્પોરા દ્વારા પીએમ મોદીના ભવ્ય સ્વાગત વિશે વાત કરતા રાજ પટેલે કહ્યું, “અમેરિકામાં ભારતીયોના દૃષ્ટિકોણથી, પીએમ મોદી ભારતમાં સારું કામ કરી રહ્યા છે. તેઓ બજારો ખોલી રહ્યા છે, તેઓ મધ્યમ વર્ગને વિસ્તારી રહ્યાં છે અને તે જ અમેરિકા ઉજવી રહ્યું છે.”
2000 ના દાયકામાં, રાજ પટેલે વાઇન બિઝનેસમાં ઝંપલાવ્યું અને પટેલ વાઇન્સના 2007 કેબરનેટ સોવિગ્નનના 100 કેસ બહાર પાડ્યા. જ્યારે ધ વાઇન એડવોકેટના રોબર્ટ પાર્કરે તેમની વાઇનની સમીક્ષા કરી ત્યારે 95નો સ્કોર મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો