IPL 2021 CSKvPBKS: ચેન્નાઈના દિપક ચાહર સામે પંજાબ કિંગ્સ ઘુંટણીયે, 8 વિકેટે 106 રન, શાહરુખ ખાનના 47 રન

IPL 2021ની સિઝનની આઠમી મેચ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. એમએસ ધોની (MS Dhoni)એ ટોસ જીતીને હરીફ ટીમ પંજાબને પ્રથમ બેટીંગ કરવા મેદાને ઉતાર્યુ હતુ.

IPL 2021 CSKvPBKS: ચેન્નાઈના દિપક ચાહર સામે પંજાબ કિંગ્સ ઘુંટણીયે, 8 વિકેટે 106 રન, શાહરુખ ખાનના 47 રન
Punjab vs Chennai
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 16, 2021 | 9:07 PM

IPL 2021ની સિઝનની આઠમી મેચ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. એમએસ ધોની (MS Dhoni)એ ટોસ જીતીને હરીફ ટીમ પંજાબને પ્રથમ બેટીંગ કરવા મેદાને ઉતાર્યુ હતુ. ધોનીની ચાલ જાણે કે સફળ રહી હોય એમ પંજાબની ટીમના બેટ્સમેનોનો ચેન્નાઈ સામે ફીયાસ્કા જેવી સ્થિતી સર્જાઈ હતી. દિપક ચાહર (Deepak Chahar) સામે જાણે કે પંજાબે ઘુંટણ ટેકવી દીધા હતા. ચાહરના આંતકે પંજાબની ચાર શરુઆતની વિકેટો પેવેલિયન ઝડપથી પહોચીં ગઈ હતી. 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 106 રનનો સ્કોર કર્યો હતો.

પંજાબ કિંગ્સની બેટીંગ

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

પંજાબ કિંગ્સ માટે જાણે કે આજે કિસ્મત ખરાબ રહ્યુ હતુ. દિપક ચાહર તેમના માટે કાતિલ સાબિત થયો હતો. ઓપનર મયંક અગ્રવાલ શૂન્ય રને જ પરત ફર્યો હતો. મયંક અગ્રવાલ 5 રન કરીને રન આઉટ થયો હતો. ક્રિસ ગેઈલ 10 બોલમાં 10 રન કરીને ચાહરનો શિકાર થયો હતો. દિપક હુડ્ડા પણ 10 રન કરીને ચાહરનો વધુ એક શિકાર થયો હતો. આમ 26 રનના સ્કોર પર જ પંજાબ કિંગ્સની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી.

જોકે ત્યારબાદ નવોદિત ખેલાડી શાહરુખ ખાને પંજાબની આબરુ સાચવવા પ્રયાસ કરતુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે ટીમ વતી સૌથી વધુ 36 બોલમાં 47 રન કર્યા હતા. શાહરુખે 4 ચોગ્ગા અને 2 છગ્ગા પણ લગાવ્યા હતા. ઝાય રિચાર્ડસને તેને થોડોક સમય ટેકો પણ આપી 15 રન કર્યા હતા. મુરુગન અશ્વિન 6 રન કરીને આઉટ થયો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સની બોલીંગ

દિપક ચાહરે ચેન્નાઈ સુપર કિંગ્સની છાવણીને આજે ઉત્સાહમાં લાવી દીધી હતી. ગઈ સિઝનથી જીતની શોધ કરતી રહેતી ચેન્નાઈ માટે ચાહરે જીતને આશા મેચની શરુઆતે જ જગાડી દીધી હતી. દિપક ચાહરે 4 ઓવર કરી ને 4 વિકેટ ઝડપી હતી. એક મેઈડન ઓવર સાથે ચાહરે 13 જ રન આપ્યા હતા. મોઈન અલી અને ડ્વેન બ્રાવોએ એક એક વિકેટ ઝડપી હતી. સેમ કરને 3 ઓવર કરીને 6 રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ પણ કરકસર ભરી બોલીંગ કરી હતી. તેણે 4 ઓવર કરીને 19 રન આપ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">