પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન એવા તે કેવા કપડાં પહેરીને મહારાણીને એલિઝાબેથને મળવા ગયા કે સોશિયલ મીડિયામાં ઉડી મજાક
પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાનો વારો આવ્યો છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના કપ્તાન સરફરાજ અહમદ બકિંઘમ પેલેસમાં મહારાણી એલિજાબેથને મળવા ગયા તે ઘટનાના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. બુધવારના રોજ આઈસીસી વિશ્વકપના ઉદ્ધાટન વખતે પહેલાં 10 ટીમના કપ્તાન મહારાણી એલિજાબેથને મળ્યા હતા. આ દરમિયાન બીજી બધી 9 ટીમના કપ્તોના સૂટ સાથે નજર પડ્યા પણ […]
પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાનો વારો આવ્યો છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના કપ્તાન સરફરાજ અહમદ બકિંઘમ પેલેસમાં મહારાણી એલિજાબેથને મળવા ગયા તે ઘટનાના ફોટો વાયરલ થઈ રહ્યાં છે.
બુધવારના રોજ આઈસીસી વિશ્વકપના ઉદ્ધાટન વખતે પહેલાં 10 ટીમના કપ્તાન મહારાણી એલિજાબેથને મળ્યા હતા. આ દરમિયાન બીજી બધી 9 ટીમના કપ્તોના સૂટ સાથે નજર પડ્યા પણ પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાજ પોતાના પારંપારિક અંદાજમાં ત્યાં પહોંચી ગયા હતા. સરફરાજ અહમદે પારંપારિક પોશાક સલવાર અને કમીજ પહેર્યા હોવાથી સોશિયલ મીડિયા ટીકા થઈ હતી. લોકોએ તેમના આ પહેરવેશને લઈને વિવિધ ટિપ્પણી કરીને મજા લીધી હતી.
સરફરાજે સફેદ સલવાર કમીજની ઉપર લીલા રંગનું બ્લેઝર પહેરીને રાખ્યું હતું. જ્યારે તેમની સિવાય 9 કપ્તાન સૂટ પહેરીને આવ્યા હતા. જોકે પાકિસ્તાનના ઘણાં લોકોએ સરફરાજ આ પોષાકની વાહવાહ કરી હતી જ્યારે અન્ય લોકોએ ટિપ્પણી કરીને મજાક ઉડાવી હતી.
સરફરાજે કહ્યું કે સલવાર અને કમીજએ અમારો રાષ્ટ્રીય પોશાક છે. મને બોર્ડ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા એટલે મેં પોતાના દેશના રાષ્ટ્રીય પોશાકને પહેરીને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરી. હું ઘણો ગર્વ અનુભવું છું કે બીજી ટીમના કપ્તાનોએ સૂટ પહેર્યો હતો અને હું રાષ્ટ્રીય પોશાકમાં હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]