Junior Hockey World Cup : 3 વર્ષ પછી પાકિસ્તાની ખેલાડીઓએ ભારતની ધરતી પર પગ મૂક્યો, એરપોર્ટ પર કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

|

Nov 21, 2021 | 1:49 PM

પાકિસ્તાન અને ભારત વચ્ચે સરહદો પર ચાલી રહેલા વિવાદની અસર રમતગમતની દુનિયા પર પણ પડી છે. લાંબા સમય બાદ પાકિસ્તાની ખેલાડીઓ ભારત આવ્યા છે.

Junior Hockey World Cup : 3 વર્ષ પછી પાકિસ્તાની ખેલાડીઓએ ભારતની ધરતી પર પગ મૂક્યો, એરપોર્ટ પર કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત
Pakistan Hockey Team

Follow us on

Hockey World Cup : ભુવનેશ્વરમાં 24 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન યોજાનાર જુનિયર હોકી વર્લ્ડ કપ (Junior Hockey World Cup) માં ભાગ લેવા પાકિસ્તાન (Pakistan)ની જુનિયર હોકી ટીમ શનિવારે ભારત પહોંચી હતી. હોકી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. પાકિસ્તાન હાઈ કમિશન (Pakistan High Commission)ના ઈન્ચાર્જ આફતાબ હસન ખાને હોકી ટીમ (Hockey team)નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

ટીમના સભ્યોનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Indira Gandhi International Airport) પર હાઈ કમિશનના વરિષ્ઠ રાજદ્વારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની હોકી ટીમ (Hockey team) ભારતની મુલાકાતે આવી છે. પાકિસ્તાન હાઈ કમિશને કહ્યું, “પાકિસ્તાન હાઈ કમિશનના ઈન્ચાર્જ આફતાબ હસન ખાને જુનિયર હોકી વર્લ્ડ કપ(Junior Hockey World Cup) માં ભાગ લેવા ભારત પહોંચેલી પાકિસ્તાન જુનિયર હોકી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પાકિસ્તાનના હાઈ કમિશને સ્વાગત કર્યું

હાઈ કમિશનના ઈન્ચાર્જે હોકી ટીમના સન્માનમાં લંચનું આયોજન કર્યું હતું અને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. હોકીને પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત ગણાવતા તેમણે આશા વ્યક્ત કરી કે, ખેલાડીઓ તેમની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. હાઈ કમિશને કહ્યું, “મુખ્ય કોચ, ટીમ મેનેજમેન્ટના સભ્યો અને ખેલાડીઓએ અહીંથી ભુવનેશ્વર જતા પહેલા પાકિસ્તાન હાઈ કમિશનની આતિથ્યની પ્રશંસા કરી હતી.” તેઓ મેચ દરમિયાન પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

પાકિસ્તાની ખેલાડીઓ 2018 બાદ પ્રથમ વખત ભારત પહોંચ્યા છે

પાકિસ્તાનની હોકી ટીમે (Pakistan hockey team) છેલ્લે વર્ષ 2018માં ભારતનો પ્રવાસ કર્યો હતો. તે વર્ષે ભારતે સિનિયર T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. તે પહેલા વર્ષ 2014 માં, તેની જુનિયર ટીમ ભારત આવી હતી. વર્ષ 2016માં જુનિયર હોકી વર્લ્ડ કપ (Junior Hockey World Cup) માટે પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા આપવામાં આવ્યા ન હતા. તે વર્ષે પઠાણકોટ અને ઉરી હુમલા બાદ ભારતની સર્જિકલ સ્ટ્રાઈકને કારણે બંને દેશો વચ્ચે ઘણો તણાવ હતો.

આ કારણે વર્ષ 2019માં દિલ્હીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા આપવામાં આવ્યા ન હતા. પુલવામા હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. IOCની ચેતવણી બાદ ભારત સરકારે પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવાની લેખિત ખાતરી આપી હતી.

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

Next Article