Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં નોંધવામાં આવી હતી. જો કે તેજ પવનને કારણે આજથી તેમાં સુધારો થવાની ધારણા છે.

Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય
Delhi - Air Pollution
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:12 AM

રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા (Delhi Air Quality) ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. જો કે તેજ પવનને કારણે આજથી તેમાં સુધારો થવાની ધારણા છે. રવિવારે સવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 347 નોંધાયો હતો. શુક્રવારે આ આંકડો 370 હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા પરથી આ માહિતી મળી છે.

દિલ્લીમાં પ્રદૂષણની કટોકટીની પરિસ્થિતિઓને કારણે કમિશન ફોર એર ક્વોલિટી (CAQM) એ 16 નવેમ્બરથી અમલમાં મૂક્યું હતું. તેમાંથી ઘણાની સમયમર્યાદા આજે સમાપ્ત થઈ રહી છે. આ સ્થિતિમાં આજે CAQM આ પ્રતિબંધોને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે. જે પ્રતિબંધો 21 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યા છે. રાજધાનીમાં બિન-જરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોનો પ્રવેશ, દિલ્હી NCRમાં બાંધકામના કામ પર પ્રતિબંધ અને સરકારી કચેરીઓમાં ઘરેથી કામ મુખ્ય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

લોકડાઉન અંગે નિર્ણય લઈ શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન સંજોગોમાં ઘરેથી કામ કરવાની તારીખો લંબાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે અને બાંધકામના કામ પર પ્રતિબંધનો આદેશ આપવામાં આવી શકે છે. પરંતુ ટ્રકોના પ્રવેશ પરના પ્રતિબંધને લંબાવવા અંગે શંકા સેવાઈ રહી છે. કારણ કે દિલ્હીની સપ્લાય ચેનને લાંબા સમય સુધી રોકી શકાય તેમ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

દિલ્હીમાં AQI ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં દિલ્હીમાં ભારે પવનને કારણે રવિવારથી હવાની ગુણવત્તામાં સુધારો થવાની સંભાવના છે. પ્રદૂષણનો સામનો કરવા માટે દિલ્હી સરકારે બુધવારે 10 માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ અને આગળના આદેશો સુધી શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો સમાવેશ થાય છે.

રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે દિવસ દરમિયાન વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છે.

રવિવારથી સુધરવાની આશા છે ગાઝિયાબાદ (342), ગુડગાંવ (340) અને નોઈડા (363)ના પડોશી જિલ્લાઓમાં પણ હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં નોંધાઈ હતી. સંબંધિત અધિકારીઓના જણાવ્યા અનુસાર, જોરદાર પવનને કારણે રવિવારથી હવાની ગુણવત્તામાં સુધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતા બે ડિગ્રી વધારે છે.

g clip-path="url(#clip0_868_265)">