Wrestling: ઓલિમ્પિક મેડલિસ્ટ રવિ દહિયાને નથી જોઇતો ખેલ રત્ન એવોર્ડ! આશ્વર્ય સર્જનારી ઇચ્છા પ્રગટ કરી

|

Oct 29, 2021 | 10:21 PM

ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા (Ravi Dahiya) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) કુસ્તી સ્પર્ધાની પુરુષોની 57 કિગ્રા વજનમાં મેડલ જીત્યો હતો.

Wrestling: ઓલિમ્પિક મેડલિસ્ટ રવિ દહિયાને નથી જોઇતો ખેલ રત્ન એવોર્ડ! આશ્વર્ય સર્જનારી ઇચ્છા પ્રગટ કરી
Ravi Dahiya

Follow us on

દર વખતની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ એવોર્ડ (National Sports Awards) ની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે આ રમત પુરસ્કારો 29 ઓગસ્ટે રમત દિવસના અવસર પર આપવામાં આવે છે. જોકે, આ વખતે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympic Games) ને કારણે આ એવોર્ડ્સ મોડા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વખતે એવોર્ડ આપવામાં આવનાર ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જોકે, એવોર્ડ મેળવનાર ખેલાડીઓમાંના એક રવિ દહિયાએ આ વખતે અલગ જ માંગ કરી છે.

રવિ દહિયા (Ravi Dahiya) એ આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની સફળતાને જોતા સરકારે તેમને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે રેસલર દહિયા (રવિ દહિયા) આ ઈચ્છતા નથી. તેણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેને જાણીને રમતપ્રેમીઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દહિયાની અનોખી માંગ

અહેવાલો અનુસાર, રવિ દહિયા ખેલ રત્નને બદલે અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવા સ્પોર્ટ્સ ઓથોરિટી અને રમત મંત્રીને વિનંતી કરશે. રવિએ આ એટલા માટે કર્યું છે, કારણ કે તે બંને એવોર્ડથી સન્માનિત થવા આતુર છે. પહેલા જ વર્ષે ખેલ રત્ન મળ્યા બાદ તે અર્જુન એવોર્ડ મેળવી શકશે નહીં. પ્રથમ વખત કોઈ એથ્લેટે આવી માંગ કરી છે. જો કે હજુ સુધી રમત મંત્રાલય દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

 

આ વખતે 11 ખેલાડીઓને ખેલ રત્ન આપવામાં આવશે

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા, સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા સહિત 11 ખેલાડીઓને 2021 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ સ્પોર્ટ્સ ડે એટલે કે 29 ઓગસ્ટના રોજ આપવામાં આવે છે. તે દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર છે. ટોક્યો ગેમ્સમાં વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર માત્ર બીજા ભારતીય બનેલા જેવલિન થ્રોઅર નીરજ ચોપરા અને સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ રવિ દહિયાના નામની બુધવારે ખેલ રત્ન પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી હતી.

આ વખતે દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર માટે અભૂતપૂર્વ કુલ 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદગી સમિતિએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મહિલા બોક્સર લોવલીના બોર્ગોહેન, અનુભવી હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ અને મહિલા ટેસ્ટ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીના નામની પણ ભલામણ કરી હતી.

 

આ પણ વાંચોઃ  IPL 2022: અમદાવાદની ટીમ નો કોણ હોઇ શકે છે નવો કેપ્ટન, રવિન્દ્ર જાડેજા થી લઇ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સુધી દોડી રહી છે નજર!

આ પણ વાંચોઃ  French Open: પીવી સિંધુએ શાનદાર રમત સાથે ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મેળવી, આ જોડી પણ જીતી ગઈ

Published On - 10:15 pm, Fri, 29 October 21

Next Article