Wimbledon 2022: Iga Swiatek મોટા ઉલટફેરનો શિકાર, વિશ્વ નંબર 1 સ્ટાર ટેનિસ ખેલાડી ત્રીજા રાઉન્ડમાંજ બહાર

ગયા મહિને ફ્રેન્ચ ઓપન (French Open) ટાઇટલ જીતનાર ઇંગાને ફ્રાંસની 32 વર્ષીય ખેલાડીએ પરાજય આપ્યો હતો, જે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમમાં ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધવાની આશા રાખી રહી છે.

Wimbledon 2022: Iga Swiatek મોટા ઉલટફેરનો શિકાર, વિશ્વ નંબર 1 સ્ટાર ટેનિસ ખેલાડી ત્રીજા રાઉન્ડમાંજ બહાર
Iga Swiatek ને Alize Cornet એ પછાડી ચોથા રાઉન્ડમાં સ્થાન મેળવ્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 12:07 AM

વિમ્બલ્ડન 2022 (Wimbledon 2022) એ પહેલા અઠવાડિયામાં જ કેટલાક ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીનું સૌથી ચોંકાવનારું પરિણામ શનિવારે આવ્યું, જ્યાં વિશ્વની નંબર વન અને સૌથી મોટી ખિતાબની દાવેદાર ઇગા સ્વાંતેક (Iga Swiatek) ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. પોલેન્ડના સ્ટાર સ્વાંતેકને ત્રીજા રાઉન્ડમાં જ ચેમ્પિયનશિપમાંથી બહારનો રસ્તો જોવો પડ્યો હતો. શનિવારે રમાયેલી આ મેચમાં ફ્રાન્સની એલિઝે કોર્નેટે (Alize Cornet) સ્વાન્ટેકને સીધા સેટમાં 6-4, 6-2 થી હરાવીને ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી હતી. જયારે 2019ની ચેમ્પિયન સિમોના હાલેપે તેની મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી અને આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી, તો આઠમી ક્રમાંકિત જેસિકા પેગુલાને હારનો સામનો કરવો પડ્યો.

ગયા મહિને પેરિસમાં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતનાર સ્વાંતેકને ફ્રાન્સના 32 વર્ષીય કોર્ને આસાનીથી પરાજય આપ્યો હતો. સતત 62મા ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લેનાર કોર્ને સતત 37 મેચ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવનાર સ્વાંતેકને પ્રથમ સેટથી જ દબાણમાં રાખી હતી. 21 વર્ષીય વિશ્વની નંબર વનની શરૂઆત ખરાબ રહી હતી કારણ કે તે પ્રથમ સેટમાં 0-3થી પાછળ રહી હતી. જોકે, તેણે વાપસી કરીને સ્કોર 2-3 કર્યો હતો. કોર્ને જોકે તે પછી તેને ઘણી તકો આપી ન હતી અને લગભગ એક કલાક સુધી ચાલેલા ઉગ્ર સંઘર્ષમાં પ્રથમ સેટ જીતી લીધો હતો.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

બીજા સેટમાં, મેચ શરૂઆતમાં ચુસ્ત રહી હતી, પરંતુ એક વખત પાંચમી ગેમમાં ઇગા 2-3થી પડી જતાં તે વાપસી કરી શકી નહોતી. એક પછી એક અનેક અનફોર્સ્ડ ભૂલોને કારણે, ઈગા પણ સરળ પોઈન્ટ મેળવવાની તકો ચૂકી ગઈ. નેટ પોઈન્ટ્સથી લઈને વોલી રિટર્ન સુધી, કોર્ને ઈગાની ભૂલોનો ફાયદો ઉઠાવ્યો અને 6-2ની જીત સાથે આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો. કોર્ને આજ સુધીના કોઈપણ ગ્રાન્ડ સ્લેમમાં ક્વાર્ટર ફાઈનલથી આગળ વધ્યું નથી અને આ પ્રદર્શન પછી તે બદલવાની આશા રાખશે.

g clip-path="url(#clip0_868_265)">