AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બીચ વોલીબોલમાં ક્યારેય નહીં જોઈ હોય આવી એથલેટિક રેલી, મહિલા ખેલાડીઓનો Video થયો વાયરલ

વોલીબોલનો ચાહક વર્ગ ભલે ભારતમાં અન્ય રમતો કરતાં ઓછો હોય પરંતુ વિદેશમાં આ રમત ખૂબ જ લોકપ્રિય છે. તેમાં પણ બીચ વોલીબોલની રમતનો લોકોમાં ખૂબ જ ક્રેઝ છે. મહિલાઓ પણ આ ગેમમાં ભાગ લે છે અને ચપડતા અને શાનદાર ફિટનેસનું પ્રદર્શન કરે છે.

બીચ વોલીબોલમાં ક્યારેય નહીં જોઈ હોય આવી એથલેટિક રેલી, મહિલા ખેલાડીઓનો Video થયો વાયરલ
beach volleyball
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 11:17 PM
Share

બીચ વોલીબોલના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે ને લોકોને પણ આ ખૂબ જ પસંદ આવતા હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થયો છે, જેમાં બે ખેલાડીઓ જે રીતે પોઈન્ટ મેળવે છે તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા.

મહિલા ખેલાડીઓની એથલેટિક વોલીબોલ રેલી

આ વીડિયોમાં કુલ છ વાર એક ટીમની બે ખેલાડીઓ એટેક કરતી ટીમને જોરદાર રીતે ડિફેન્સ કરે છે. વિરોધી ટીમ સ્મેશ કરે છે અને અન્ય ટીમ બોલને પાછો મોકલે છે. આવું છ વાર થાય છે અને અંતે એટેક કરતી ટીમ પર ડિફેન્ડ ટીમ ભરી પડે છે અને પોઈન્ટ લઈ જાય છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ ગેમને અને આ રેલીને બેસ્ટ રેલી ગણાવે છે.

દક્ષિણી દેશોમાં બીચ વોલીબોલ લોકપ્રિય રમત

બીચ વોલીબોલ એ વિશ્વની સૌથી લોકપ્રિય મનોરંજન પ્રવૃત્તિઓમાંની એક છે. બીચ વોલીબોલની શરૂઆત મનોરંજનના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં 1920ના દાયકાની શરૂઆતમાં જ બીચ વોલીબોલે લોકપ્રિયતા મેળવી હતી. અમેરિકામાં વેકેશનમાં લોકોની આ મનપસંદ રમત છે.

બે ટીમો વચ્ચે રેતીના કોર્ટ પર રમત

બીચ વોલીબોલ એ એક ટીમ રમત છે જે બે કે તેથી વધુ ખેલાડીઓની બે ટીમો દ્વારા વિભાજિત રેતીના કોર્ટ પર રમાય છે. ખેલાડીઓનો ઉદ્દેશ્ય બોલને નેટ પાર કરાવી વિરોધી ટીમના વિસ્તારમાં નક્કી કરેલ લાઇનની અંદર મોકલવાનો હોય છે.

Viral Video Such an athletic rally has never been seen in beach volleyball women players have done amazingly

beach volleyball

બીચ વોલીબોલ સ્કોરિંગ સિસ્ટમ

બીચ વોલીબોલ એ ત્રણ સેટની રમત છે. બીચ વોલીબોલમાં ટીમ 21 પોઈન્ટ સુધી પહોંચે ત્યાં સુધી પ્રથમ બે સેટ રમવામાં આવે છે. ત્રીજો અને અંતિમ નિર્ણાયક સેટ જો જરૂરી હોય તો 15 પોઇન્ટનો હોય છે. બીચ વોલીબોલ લંબચોરસ રેતીના કોર્ટ પર રમાય છે. કોર્ટ 16 મીટર (52.5 ફૂટ) લાંબી અને 8 મીટર (26.2 ફૂટ) પહોળી હોય છે. આ સિવાય તેની આસપાસ ખાલી જગ્યાથીરાખવાં આવે છે. બીચ વોલીબોલનું વજન 260–280 ગ્રામ હોય છે.

આ પણ વાંચો : Viral Video : 20 સિંહો એ એક સાથે બુઝાવી પોતાની તરસ, કેમેરામાં કેદ થયો જંગલનો અદ્દભુત નજારો

બ્લોકર્સ અને ડિફેન્ડર

બીચ વોલીબોલમાં એક ટીમના બે ખેલાડીઓમાં એક બ્લોકર અને એક ડિફેન્ડર હોય છે. બ્લોકર એ ખેલાડીઓ છે જે નેટની રક્ષા કરે છે અને વિરોધી ટીમના શોર્ટને રોકે છે, સાથે જ એટેક કરી ટીમને પોઇન્ટ્સ અપાવે છે. જ્યારે ડિફેન્ડર બાકીના કોર્ટની રક્ષા કરે છે અને કોર્ટના ખુલ્લા વિસ્તારોમાં બોલનો પીછો કરે છે અથવા શોટ સેટ કરે છે. ડિફેન્ડર્સ સામાન્ય રીતે તેમના સાથી ખેલાડીઓ કરતાં વધુ ચપળ હોય છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">