Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wrestlers Protest: બ્રિજભૂષણ શરણ સિંહને તમામ પદો પરથી હટાવવા જોઈએ, અનુરાગ ઠાકુર ફોન નથી ઉપાડતા : રેસલર્સ

આ પહેલા વિનેશ ફોગાટે કહ્યું હતુ કે, આખો દેશ ક્રિકેટની પુજા કરે છે. ક્રિકેટરને જીતવા પર તેમને શુભકામના પાઠવે છે,પરંતુ આ મામલે હજુ સુધી એક પણ ક્રિકેટરે કાંઈ પણ કહ્યું નથી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પહેલવાનોએ અનેક ખુલાસા કર્યા છે.

Wrestlers Protest:  બ્રિજભૂષણ શરણ સિંહને તમામ પદો પરથી હટાવવા જોઈએ, અનુરાગ ઠાકુર ફોન નથી ઉપાડતા : રેસલર્સ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 5:01 PM

નીરજ ચોપરા, કપિલ દેવ બાદ હવે વિરેન્દ્ર સહેવાગ પણ ભારતના સ્ટાર રેસલર્સ ભારતીય કુશ્તી સંધના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી રહ્યા છે અને આ માંગને લઈ તેઓ છેલ્લા કેટલાક દિવસથી ધરણા પર બેઠા છે. સરકારે બ્રિજભૂણાશ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની કુસ્તીબાજોની માંગને સ્વીકારી લીધી છે. શુક્રવારે સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી. આ દરમિયાન હવે કુસ્તીબાજોએ સરકારને અપીલ કરી છે કે બ્રિજભૂષણ સિંહને તમામ પદો પરથી હટાવીને જેલમાં મોકલવામાં આવે. સાંજે 4 વાગે જંતર-મંતર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને કુસ્તીબાજોએ સ્પષ્ટ કર્યું છે કે તેમના ધરણા હજુ સમાપ્ત થશે નહીં.

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

આ લડાઈ માત્ર એફઆઈઆર સુધીની નથી

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા પછી, કુસ્તીબાજો તેમની હડતાલ સમાપ્ત કરશે, પરંતુ તેઓએ તેમ કરવાનો ઇનકાર કરી દીધો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિનેશ ફોગાટે કહ્યું કે અમને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે. બ્રિજભૂષણ સિંહને તમામ પદો પરથી હટાવવા જોઈએ, તેઓ તેમની પોસ્ટનો દુરુપયોગ કરી શકે છે. અમને કોઈ સમિતિ કે સમિતિના સભ્ય પર વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે આ લડાઈ માત્ર એફઆઈઆર સુધીની નથી. લડાઈ બ્રિજભૂષણ સિંહને સજા કરાવવાની છે. બ્રિજ ભૂષણ સિંહને જેલમાં ધકેલી દેવા જોઈએ. તેમણે કહ્યું કે હું પીએમ મોદીને અપીલ કરું છું કે બ્રિજ ભૂષણને નૈતિક આધાર પર તમામ પદ પરથી બરતરફ કરવામાં આવે.

વિનેશ ફોગાટે કહ્યું કે, મારી હજુ પણ ખેલાડીઓને અપીલ છે અને અગાઉ પણ એવી જ હતી કે જો રમતગમતને બચાવવી હોય તો રમતને આવા લોકોની ચુંગાલમાંથી મુક્ત કરવી પડશે. તે માત્ર કુસ્તીની વાત નથી, દરેક રમતની વાત છે. દરેક વ્યક્તિ ચિંતિત છે. જો ભવિષ્યમાં દેશમાં રમતગમતને બચાવવી હોય તો આપણે સાથે આવવું પડશે.પુરાવા અંગે તેમણે કહ્યું કે એફઆઈઆર નોંધવા માટે પૂરતા પુરાવા છે. હવે અમારે જે પણ પુરાવા આપવા પડશે તે અમે સુપ્રીમ કોર્ટમાં આપીશું કોઈ કમિટીની સામે નહીં. જે એફઆઈઆર પહેલા દિવસે નોંધવી જોઈતી હતી, તેને નોંધવામાં 6 દિવસનો સમય લાગ્યો હતો.

સહેવાગે તપાસની માંગ કરી

વિનેશે ખુલાસો કર્યો હતો કે, બ્રિજ ભૂષણ શરણ સિંહે પહેલા મહિલાઓનું શારિરીક અને માનસિક શોષણ કર્યો છે. તે સમયે અનુરાગ ઠાકુરે તપાસ માટે એક કમિટી બનાવી હતી પરંતુ રેસલર્સનું કહેવું છે કે, અધ્યક્ષ વિરુદ્ધ કાર્યવાહી સંપુર્ણ નથી. આ કારણે તેઓ ધરણા પર બેઠા છે. સહવાગે બીજો ફોટો શેર કર્યો છે. જે તે સમયનો છે જ્યારે રેસલર્સ ધરણા પર હતા. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે. ચેમ્પિયન રસ્તા પર જોવા ખુબ દુખની વાત છે. આ ખુબ સંવેદનશીલ ઘટના છે અને તેની તપાસ થવી જોઈએ.

ઈરફાન પઠાણે પણ કર્યું રિટ્વિટ

ઈરફાન પઠાણે પણ એક ટ્વિટ કર્યું અને કહ્યું કે, ભારતીય એથલિટ હંમેશા આપણું ગર્વ છે. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે, દેશ ક્રિકેટની પુજા કરે છે. અત્યાર સુધી એક પણ ક્રિકેટરે આ મામલે કંઈ કહ્યું નથી. ક્રિકેટરો જીત પર અભિનંદન આપે છે, પરંતુ હવે તેમની સાથે શું થઈ ગયું છે. સમગ્ર દેશમાં ફરી એકવાર કુસ્તીનો મામલો ગરમાયો છે. અન્ય રમતોના ખેલાડીઓ પણ આ મુદ્દે બોલી રહ્યા છે અને તપાસની માંગ કરી રહ્યા છે.

શા માટે કુસ્તીબાજો ધરણા પર બેઠા છે?

બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રેસલર્સનો આરોપ છે કે મહિલા રેસલર્સનું યૌન શોષણ થાય છે. આ સાથે ફેડરેશનના પ્રમુખ પર પણ તાનાશાહી અને મનમાનીનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિનેશ ફોગાટે કહ્યું કે તેના સહિત ઘણા રેસલર માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે. જો આપણે સુરક્ષિત નથી તો કોણ સુરક્ષિત છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
g clip-path="url(#clip0_868_265)">