WFIના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના આરોપોની તપાસ માટે બની 7 સભ્યોની સમિતિ, મેરી કોમ અને યોગેશ્વર દત્ત સહિત સાત લોકો કરશે તપાસ

TV9 GUJARATI

|

Updated on: Jan 20, 2023 | 9:00 PM

બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં મેરી કોમ, ડોલા બેનર્જી, અલકનંદા અશોક, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને બે એડવોકેટ સભ્યો છે.

WFIના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના આરોપોની તપાસ માટે બની 7 સભ્યોની સમિતિ, મેરી કોમ અને યોગેશ્વર દત્ત સહિત સાત લોકો કરશે તપાસ
WFI chief Brij Bhushan Sharan Singh
Image Credit source: File photo

Follow us on

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ WFIના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં મેરી કોમ, ડોલા બેનર્જી, અલકનંદા અશોક, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને બે એડવોકેટ સભ્યો છે. જણાવી દઈએ કે 18 જાન્યુઆરીથી દિલ્હીમાં રેસલર્સ પોતાની સાથે થયેલા અન્યાય સામે વિરોદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.જાતીય સતામણીના આરોપી WFIના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ ની ફરિયાદ કરવા દિગ્ગજ રેસલર્સ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના નિવાસ સ્થાને સતત 2 દિવસથી જઈ રહ્યાં છે.

દિગ્ગજ રેસલર્સના સમર્થનમાં દેશભરમાંથી જુનિયર રેસલર્સ પણ પ્રદર્શન કરવા માટે દિલ્હી પહોંચી રહ્યાં છે. આ તમામ જુનિયર રેસલર્સે ધમકી પણ આપી છે કે તેઓ આ વર્ષે નેસનલ રેસલિંગ ચેંમ્પિયનશીપમાં ભાગ નહીં લેશે. આ તમામ ઘટના ક્રમને લઈને આખા દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પી.ટી. ઉષાએ મોટો નિર્ણય લીધો છે.

બ્રિજ ભૂષણની પ્રેસ કોન્ફરન્સ મુલતવી, MLA પુત્રએ કહ્યું- બેઠક બાદ જવાબ આપશે

બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજભૂષણ શરણ સિંહ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. સાંજે 6 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. જો કે, સાંજે લગભગ 7 વાગ્યે તેમના પુત્ર અને ધારાસભ્ય પ્રતીક ભૂષણે પ્રેસ કોન્ફરન્સ કરી છે. પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન પ્રતીકે કહ્યું કે ફેડરેશનની બેઠક બાદ આ સમગ્ર મામલે નિર્ણય લેવામાં આવશે.

પ્રતીકે કહ્યું કે તેના પિતાએ તેનો જવાબ રમત મંત્રાલયને મોકલી દીધો છે. તેમણે કહ્યું કે તેની બેઠક 22 જાન્યુઆરીએ યોજાશે, ત્યારબાદ બ્રિજ ભૂષણ પોતે પત્રકારોને રૂબરૂ જવાબ આપશે. તેમણે એમ પણ જણાવ્યું કે ફેડરેશનની બેઠક નંદિની નગર સ્ટેડિયમમાં જ યોજાશે.

રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મીટિંગ માટે રેસલર્સ પહોંચ્યા

વિરોધ કરી રહેલા રેસલર્સ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરવા તેમના ઘરે પહોંચ્યા છે. આ દરમિયાન રમત ગમત સચિવ સુજાતા ચતુર્વેદી અને SAI ડીજી સંદીપ પ્રધાન રમતગમત મંત્રીના ઘરે પહોંચ્યા હતા. રમત મંત્રીના ઘરે પહોંચેલા રેસલર્સમાં બબીતા ​​ફોગટ, વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, દીપક પુનિયા અને સાક્ષી મલિકનો સમાવેશ થાય છે. તે જ સમયે, પીટી ઉષાની અધ્યક્ષતામાં IOAની બેઠક પણ આ મુદ્દા પર ચાલી રહી હતી.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati