AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics: સિલ્વર મેડલ જીત્યા બાદ ભાવિના આ મહાન ખેલાડીને મેડલ બતાવવા ઇચ્છે છે

ભાવિના પટેલે (Bhavina Patel) ટેબલ ટેનિસમાં ભારત માટે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તે આ ઇવેન્ટમાં મેડલ જીતનારી ના ફક્ત પ્રથમ ભારતીય છે, પરંતુ પેરાલિમ્પિક (Paralympics)માં મેડલ જીતનારી ફ્કત બીજી મહિલા ભારતીય એથલેટ છે.

Tokyo Paralympics: સિલ્વર મેડલ જીત્યા બાદ ભાવિના આ મહાન ખેલાડીને મેડલ બતાવવા ઇચ્છે છે
Bhavina Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:44 PM
Share

ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 (Tokyo Paralympics 2020) માં ભારતીય એથલેટોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં 3 મેડલ દેશના નામે આવ્યા છે. આ ત્રણ મેડલ રવિવારે, 29 ઓગસ્ટના રોજ ભારત માટે આવ્યા હતા, જેમાં બે સિલ્વર અને એક બ્રોન્ઝ છે. દેશ માટે આ રમતોમાં પ્રથમ મેડલ ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના પટેલે (Bhavina Patel) જીત્યો હતો. ભાવિનાએ મહિલા ટેબલ ટેનિસ (Table tennis) ઇવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તે વિશ્વની નંબર વન ચીની ખેલાડી સામે ગોલ્ડ મેડલ ચુકી ગઇ હતી.

ભાવિના ભલે ગોલ્ડ મેડલ ચૂકી હોય, પરંતુ ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં તે પ્રથમ ભારતીય પેરા-એથ્લીટ બની. દરેક વ્યક્તિ ભાવિનાના આ પ્રદર્શનની પ્રશંસા કરી રહી છે અને આખો દેશ તેના પર પ્રેમ વરસાવી રહ્યો છે. દેશ માટે મેડલ જીતનાર ભાવિનાએ પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, જે તે પૂરી કરવા માંગે છે.

મીડિયા રિપોર્ટનુસાર ભાવિનાના પતિ નિકુલ પટેલનું કહેવું હતું કે, ભાવિના મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની મોટી પ્રશંસક છે. ભાવિના તેમને પોતાનો રોલ મોડેલ માને છે. તેણે કહ્યું કે તે સચિનને ​​મળવા માંગે છે. નિકુલે કહ્યું, હતુ કે, ભાવિના સચિન તેંડુલકરને મળવા માંગે છે અને તેમને પોતાનો મેડલ બતાવવા માંગે છે. તે તેના (ભાવિના) રોલ મોડેલ છે. અમે તેમની સાથે સંપર્કમાં છીએ અને દેશમાં પરત ફરતી વખતે તેમની સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

સચિને પણ મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

સચિન તેંડુલકરે ભાવિનાની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ ભાવિનાની આ ઇચ્છા વિશે જાણીને, દિગ્ગજ ક્રિકેટરે પણ ખુશીથી ભારતીય પદક વિજેતાને મળવાની આશા વ્યક્ત કરી હતી. સચિને ટ્વિટ કર્યું, “ભાવિના, તમે સમગ્ર રાષ્ટ્રને ખુશીઓ આપી છે. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે અને આશા છે કે જ્યારે તમે ભારત પાછા ફરશો ત્યારે તમારી સાથે મુલાકાત થઇ શકશે.

પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર બીજી ભારતીય મહિલા

ગુજરાતના મહેસાણા જિલ્લામાં કરિયાણાની નાનકડી દુકાન ચલાવતા હસમુખભાઈ પટેલની પુત્રી ભાવિનાને મેડલની દાવેદાર માનવામાં આવી રહી નહોતી. પરંતુ તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી ઈતિહાસ રચ્યો હતો. ભાવિનાને ફાઇનલમાં વિશ્વની નંબર વન ચીનની યિંગ ઝોઉએ હરાવી હતી. ભાવિનાને તેની પહેલી જ મેચમાં યિંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પછી તે ફાઇનલ સુધી દરેક મેચ જીતી હતી. તે પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતની બીજી મહિલા ખેલાડી છે.

આ પણ વાંચોઃ IPL 2021: શ્રેયસ ઐયર ઇજાની ઘટનાને યાદ કરતા ભાવુક થયો, કહ્યુ ડ્રેસિંગ રુમમાં પહોંચતા જ ખૂબ રડ્યો હતો

આ પણ વાંચોઃ Dhyanchand: હિટલરની નજર સામે જર્મનીનો કરુણ રકાસ નિહાળ્યા બાદ, ધ્યાનચંદને જર્મન સેનામાં કર્નલ પદ ઓફર કરાયુ હતુ

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">