IPL 2021: શ્રેયસ ઐયર ઇજાની ઘટનાને યાદ કરતા ભાવુક થયો, કહ્યુ ડ્રેસિંગ રુમમાં પહોંચતા જ ખૂબ રડ્યો હતો

ગત માર્ચ મહિના દરમ્યાન પૂણેમાં ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી વન ડે સિરીઝ દરમ્યાન શ્રેયસ ઐયર (Shreya Iyer) ફિલ્ડીગ દરમ્યાન ઇજાગ્રસ્ત થયો હતો. જેના બાદ આઠ એપ્રિલે તેના ખભાની સર્જરી થઇ હતી.

IPL 2021: શ્રેયસ ઐયર ઇજાની ઘટનાને યાદ કરતા ભાવુક થયો, કહ્યુ ડ્રેસિંગ રુમમાં પહોંચતા જ ખૂબ રડ્યો હતો
Shreyas Iyer

સ્ટાર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયર (Shreya Iyer) લાંબા સમય બાદ ક્રિકેટ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. ઈજાને કારણે ઐયરને લાંબા સમય સુધી મેદાન અને ભારતીય ટીમ (Team India) ની બહાર રહેવુ પડ્યું હતું. પરંતુ હવે આ બેટ્સમેન આઈપીએલ (IPL 2021) માં રમવા માટે તૈયાર છે.

શ્રેયસ ઐયરને 23 માર્ચે ઈંગ્લેન્ડ સામેની વનડે માં ખભાની ઈજા થઈ હતી. આ પછી તેણે બ્રિટનમાં ઓપરેશન કરાવવું પડ્યું. જે બાદ તે થોડા સમય માટે મેદાનથી દૂર રહ્યો હતો. જો કે, ઐયર IPL 2021 માટે UAE જતા પહેલા એક સપ્તાહ સુધી બેંગલુરુ માં રહ્યો હતો. જ્યાં તેને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તે તેની ટીમ પહેલા જ યુએઈ માટે રવાના થઈ ગયો હતો અને હવે તે મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે.

શ્રેયસ ઐયર ઈજાને કારણે રડી પડ્યો હતો

ઐયર હવે તેના પરત ફરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું, હું અત્યારે શાનદાર અનુભવી રહ્યો છું. જ્યારે હું ઘાયલ થયો ત્યારે હું ખૂબ નિરાશ હતો. શું કરવું તે મને સમજાતું નહોતું. હું ડ્રેસિંગ રૂમમાં ગયો અને ત્યાં ખૂબ રડ્યો. મને તેના પર વિશ્વાસ જ થઇ શક્યો નહીં. પરંતુ તમારે આ બધી બાબતોમાંથી પસાર થવું પડે છે. પરંતુ પછી જ્યારે તમે તેમાંથી બહાર આવો ત્યારે તમે મજબૂત બનો છો.

ઐયરે આગળ કહ્યું કે સર્જરી વિશે સાંભળીને તે ખૂબ જ હેરાન હતો. મીડિયા રિુપોર્ટ મુજબ તેણે કહ્યું કે, જ્યારે મને ખબર પડી કે મારે ઓપરેશન કરાવવું પડશે, ત્યારે હું આ વાત પચાવી શક્યો ન હતો. ઈજા પહેલા મારી ફિટનેસ સારી હતી. પરંતુ તે ખેલાડીના જીવનનો એક ભાગ છે, જે તમારે સ્વીકારવો પડશે. ઐયર દિલ્હીની ટીમના એક સપ્તાહ પહેલા તેના બાળપણ થી રહેલા કોચ પ્રવીણ આમરે સાથે દુબઈ પહોંચ્યો હતો.

દિલ્હીની ટીમ ઐયરની કેપ્ટનશીપમાં IPL 2020 ની ફાઇનલમાં પહોંચી હતી

ઐયરના નેતૃત્વમાં છેલ્લી સીઝનમાં દિલ્હીની ટીમ પ્રથમ વખત IPL ની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, આ વર્ષે ઐયરની ગેરહાજરીમાં ઋષભ પંતને વધુ જવાબદારી સોંપવામાં આવી હતી. દિલ્હીએ હજુ સુધી કેપ્ટનશિપ અંગે કંઈ જ સ્પષ્ટ કર્યું નથી. ભારતમાં યોજાયેલ પ્રથમ તબક્કા દરમિયાન કોરાના કેસ બબલમાં સામે આવતા લીગ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી. કોવિડ-19 ના કેસ પછી, લીગની બાકી રહેલી 31 મેચ યુએઇમાં રમાનાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચથી બીજા તબક્કાની શરુઆત થનાર છે. જે મેચો 27 દિવસ રમાનાર છે.

 

આ પણ વાંચોઃ Dhyanchand: હિટલરની નજર સામે જર્મનીનો કરુણ રકાસ નિહાળ્યા બાદ, ધ્યાનચંદને જર્મન સેનામાં કર્નલ પદ ઓફર કરાયુ હતુ

આ પણ વાંચોઃ IND vs ENG: હેડિંગ્લેમાં હાર બાદ ભારતના પૂર્વ પસંદગીકારે ટીમ ઇન્ડીયામાં ફેરફારની કરી માગ, કહ્યુ આ 2 ખેલાડી સમાવાય

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati