Tokyo Olympics: મનુ ભાકરની પિસ્ટલ ખરાબ થયા બાદથી નિવેદનો કરનાર બંદૂક કંપનીને ફટકારાઇ નોટીસ

|

Jul 28, 2021 | 12:07 PM

પિસ્ટલ ખરાબ થવાથી મનુ ભાકર સહેજ માટે ચુકી ગઇ હતી. જ્યારે સૌરભ ચૌધરી ફાઇનલમાં સાતમાં સ્થાને રહ્યો હતો. આ બંનેને લઇ સ્વિત્ઝરલેન્ડની ગન કંપનીના માલિકે નિવેદનબાજી કરી હતી.

Tokyo Olympics: મનુ ભાકરની પિસ્ટલ ખરાબ થયા બાદથી નિવેદનો કરનાર બંદૂક કંપનીને ફટકારાઇ નોટીસ
Manu Bhakar

Follow us on

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) માં ભારત માટે અત્યાર સુધી નિરાશાનો તબક્કો રહ્યો છે. પ્રથમ દિવસે વેઇટ લીફ્ટીંગમાં મીરાબાઇ ચાનૂ (Mirabai Chanu) એ સિલ્વર મેડલ મેળવ્યો હતો. ત્યાર બાદથી હજુ સુધી ખાલી હાથ રહ્યા છે. જેમાં સૌથી વધારે નિરાશા શૂટીંગમાં રહી છે. શૂટીંગમાં ફક્ત એક ઇવેન્ટમાં એક ભારતીય શૂટર ફાઇનલ સુધી પહોંચી શક્યો છે. આ બધાની વચ્ચે યુવા શટર મનુ ભાકર (Mnau Bhaker) 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટ દરમ્યાન બંદૂક ખરાબ થઇ હતી.

જેને લઇને હવે ચર્ચાઓ ખૂબ થવા લાગી છે, કારણ કે તે ખરાબીને લઇ મનુ ભાકરે ફાઇનલમાં પહોંચવાનો મોકો ગુમાવ્યો હતો. હવે આ મુદ્દા પર દેશના શૂટીંગ ફેડરેશન, ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘ (NRAI) અને બંદૂક નિર્માતા કંપની આમને સામને આવી ચૂકી છે.

ઓલિમ્પિક રમતોના બીજા દિવસે 25 જૂલાઇએ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટના, ક્વોલિફીકેશન રાઉન્ડના દરમ્યાન મનુ ભાકરની પિસ્ટલ ખરાબ થઇ ગઇ હતી. જેના બાદ તેણે આયોજકોની નજર હેઠળ પોતાના કોચ સાથે મળીને તેને ઠીક કરવી પડી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ દરમ્યાન મનુ ભાકર પાસે રહેલી વધારાની પિસ્ટલના જરુરી હિસ્સાને બહાર નિકાળ્યો હતો. જે હિસ્સાને તે ઓલિમ્પિકમાં ઉપયોગ કરી રહેલી બંદૂકમાં લગાવવામાં આવી હતી. જેમાં લગભગ 17 થી 20 મીનીટ સુધીનો સમય બર્બાદ થઇ ગયો હતો. એવામાં ભારતીય શૂટરને પોતાના નિશાન પુર્ણ કરવા માટે ઓછો સમય મળ્યો હતો. એવામાં તે ખૂબ જ નજીક આવીને ચૂકી ગઇ હતી.

બંદૂક કંપનીના માલિકની આપત્તીજનક પોષ્ટ

આ ઘટના બાદ તુરત સ્વિત્ઝરલેન્ડની બંદૂક નિર્માતા કંપની મોરીની (Morini) ના માલિક ફ્રાસેસ્કો રેપિક (Francesco Repich) એ એક ફેસબુક પોષ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યુ હતુ કે, તેઓ એ વાતથી આશ્વર્યમાં છે કે બંદૂક ખરાબ થયાાબાદ ભારતીય ટીમે તેને શૂટીંગ રેન્જના પાસે જ લગાવેલ કંપનીના રિપેરીંગ એરિયામાં નહોતી લવાઇ. તેમના કોચ રોનક પંડિત ખુદ જ તેને ઠીક કરવા લાગી ગયા હતા.

તેનાથી એક દિવસ પહેલા સૌરભ ચૌધરીના પુરુષોના 10 મીટર એર પિસ્ટલમાં મજબૂત દાવેદાર હતો. તે ફાઇનલમાં સાતમાં સ્થાને રહેવા છતાં પણ માલિક રેપિકે પોષ્ટ કરી હતી. તેણે એક સંભવિત ગોલ્ડ મેડલ ટીમને કેવી રીતે બર્બાદ કરી શકાય એ માટે ભારતીય શૂટીંગ ફેડરેશનથી શીખવુ જોઇએ.

NRAI એ મોકલી નોટીસ

મીડિયા રિપોર્સનુસાર, ગન કંપની માલિક રેપિકે આ બંને આપત્તિજનક ફેસબુક પોષ્ટ દ્વારા NRAI ને ભડકાવ્યુ છે. પહેલા જ શૂટરોના પ્રદર્શને ફેડરેશનને શરમ અને નિરાશાથી ભરી દીધા હતા અને ઉપરથી હવે ગન કંપનીા માલિકની ફેસબુક પોસ્ટએ આગમાં ઘી હોમવાનુ કામ કર્યુ છે. આવામાં NRAI એ આ નિવેદનો માટે રેપિકને કારણદર્શક નોટીસ મોકલી છે. જોકે વિવાદ વધવા બાદ રેપિકે પોતાના ફેસબુક પરથી પોષ્ટ ડીલીટ કરી દીધી છે.

ભારત પાસે હવે ફક્ત 3 ઇવેન્ટમાં મોકો

ટોક્યોમાં શૂટીંગમાં ભારતનુ ભારેખમ જૂથ પહોંચ્યુ છે. જેમાં પિસ્ટલ અને રાઇફલની કેટલીક ઇવેન્ટમાં ભારતને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યુ છે. ખાસ પ્રકારે પુરુષોની 10 મીટર એયર પિસ્ટલમાં સૌરભ ચૌધરી અને પિસ્ટલના મિક્સડ ઇવેન્ટમાં સૌરભ અને મનુ ભાકરની જોડીને મેડલની દાવેદાર માનવામાં આવી રહી હતી. જોકે જેમાં ભારતીય શૂટરો નિષ્ફળ રહ્યા. મોટાભાગના ભારતીય એથલેટો માટે આ પ્રથમ ઓલિમ્પિક છે. ભારત પાસે હવે ફક્ત મહિલાઓની 25 મીટર એર પિસ્ટલ અને રાઇફલ થ્રી પોઝિશનના રુપમાં મેડલ માટે 3 ઇવેન્ટ જ બાકી રહી છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની ગ્રેટ બ્રિટન સામે 4-1 થી હાર, ક્વાર્ટર ફાઇનલની આશા ધૂંધળી

Next Article