IND vs PAK : પાકિસ્તાનની ટીમને માંડ માંડ મળ્યા ભારતના વિઝા, 21 જૂનથી શરુ થશે આ મોટી ટુર્નામેન્ટ

SAFF Championship 2023 Full Schedule: થોડા દિવસ અગાઉ ભારતીય હાઈ-કમિશન તરફથી પાકિસ્તાનની ટીમને વિઝા મળવવામાં મુશ્કેલી પડી રહી હતી. પણ હવે વિઝા મળતા પાકિસ્તાનની ટીમ એક મોટી ટુર્નામેન્ટ માટે ભારત આવશે. 21 જૂનના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ (Pakistan) વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ થશે. 

IND vs PAK : પાકિસ્તાનની ટીમને માંડ માંડ મળ્યા ભારતના વિઝા, 21 જૂનથી શરુ થશે આ મોટી ટુર્નામેન્ટ
SAFF Championship 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 11:02 PM

Bengaluru : એક અઠવાડિયાની અનિશ્વિતતા બાદ પાકિસ્તાનની ટીમને ભારતની ધરતી પર આવવા માટે વિઝા મળી ગયા છે. જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ ભારતીય હાઈ-કમિશન તરફથી પાકિસ્તાનની ટીમને વિઝા મળવવામાં મુશ્કેલી પડી રહી હતી. પણ હવે વિઝા મળતા પાકિસ્તાનની ટીમ એક મોટી ટુર્નામેન્ટ માટે ભારત આવશે. 21 જૂનના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ (Pakistan) વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ થશે.

બેંગ્લોરના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં 21 જૂનથી એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપની (SAFF Championship 2023) શરુઆત થવા જઈ રહી છે. આ ચેમ્પિયનશિપ 4 જુલાઈ સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 દેશોની રાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. આ 8 ટીમોને 2 ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જણાવી દઈએ કે 18 જૂનના રોજ ભારતીય ટીમે ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો હતો. ભારતીય ફૂટબોલ ટીમ બીજી વાર ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતી હતી. SAFF ચેમ્પિયનશિપની આ વર્ષે 14મી આવૃતિ છે, આ પહેલા ભારતીય ફૂટબોલ ટીમ 8 વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. ભારતીય ફૂટબોલ ટીમ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021માં આ ટુર્નામેન્ટ જીત્યું હતું.

પાકિસ્તાની ટીમને માંડમાંડ મળ્યા ભારતના વિઝા

રિપોર્ટસ અનુસાર, દસ્તાવેજો સમય પર જમા ના કરવાને કારણે પાકિસ્તાનની ટીમને સમય પર વિઝા મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ બધા વચ્ચે પાકિસ્તાન એ ભારતીય હાઈ કમાન્ડ પર પ્રક્રિયામાં જાણી જોઈને મોડું કરવાનો આરોપ લાગ્યો છે. પણ હવે વિઝા મળતા જ પાકિસ્તાનની ટીમ આવતીકાલે મંગળવારની સવાર સુધીમાં પાકિસ્તાન પહોંચી શકે છે.

ક્યા ગ્રુપમાં કઈ ટીમો ?

  • ગ્રુપ A – ભારત, પાકિસ્તાન, કુવૈત, નેપાળ
  • ગ્રુપ B – લેબનાન, માલદીવ, ભૂટાન, બાંગ્લાદેશ

SAFF ચેમ્પિયનશિપ 2023નું સંપૂર્ણ શેડયૂલ 

 તારીખ મેચ સમય સ્થળ
21 જૂન, 2023 કુવૈત vs નેપાળ 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
21 જૂન, 2023 ભારત vs પાકિસ્તાન 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
22 જૂન, 2023 લેબનાન vs બાંગ્લાદેશ 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
22 જૂન, 2023 માલદીવ vs ભૂટાન 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
24 જૂન, 2023 પાકિસ્તાન vs કૂવૈત 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
24 જૂન, 2023 ભારત vs નેપાળ 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
25 જૂન, 2023 બાંગ્લાદેશ vs લેબનાન 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
25 જૂન, 2023 ભૂટાન vs લેબનાન 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
27 જૂન, 2023 નેપાળ vs પાકિસ્તાન 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
27 જૂન, 2023 ભારત vs કુવૈત 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
28 જૂન, 2023 લેબનાન vs માલદીવ 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
28 જૂન, 2023 ભૂટાન vs બાંગ્લાદેશ 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
1 જૂલાઈ, 2023 સેમી-ફાઇનલ 1 – ગ્રુપ A વિજેતા vs ગ્રુપ B રનર અપ 3:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
1 જૂલાઈ, 2023 સેમી-ફાઇનલ 2 – ગ્રુપ B વિજેતા vs ગ્રુપ A રનર અપ 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ
4 જૂલાઈ, 2023 ફાઈનલ 7:30 PM શ્રી કાંતીરવા સ્ટેડિયમ

ક્યાં જોઈ શકાશે આ ફૂટબોલ મેચ ?

ભારતીય સમય અનુસાર બપોરે 3.30 અને સાંજે 7.30 કલાકે મેચ શરુ થશે. આ ટુર્નામેન્ટનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની ચેનલો પર થશે. ટૂર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર પણ જોઈ શકાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">