Singapore Open 2022: PV Sindhu અને એચએસ પ્રણોય ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, મિથુન અને અશ્મિતા પોતપોતાની મેચ હારી ગયા
Badminton : પીવી સિંધુ (PV Sindhu) નો સિંગાપોર ઓપન 2022માં મહિલા સિંગલ્સમાં વિયેતનામની લિન ગુયેન સામે મુકાબલો થયો હતો. જેમાં પીવી સિંધુએ શાનદાર જીત મેળવી હતી.
બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ (PV Sindhu) અને એચએસ પ્રણોય (HS Prannoy) એ પોતપોતાના રાઉન્ડ ઓફ 16 મેચો જીતીને સિંગાપોર ઓપન (Singapore Open 2022) ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ રાઉન્ડની અન્ય મેચોમાં મિથુન અને અશ્મિતાની હાર જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે. ગુરુવારે ત્રીજી ક્રમાંકિત પીવી સિંધુનો સિંગાપોર ઓપન 2022માં મહિલા સિંગલ્સમાં વિયેતનામની લિન ગુયેન સામે મુકાબલો થયો હતો. વર્લ્ડ નંબર-59 લીન ગુયેનએ ભારતની પીવી સિંધુ (PV Sindhu) ને સારી લડત આપી હતી અને પહેલી ગેમ 21-19 થી જીતી મેળવી હતી. ભારતની પીવી સિંધુએ ત્યાર બાદ મેચમાં શાનદાર પુનરાગમન કર્યું હતું અને આગામી બે ગેમ 21-19 અને 21-18 થી જીતી મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે ક્વાર્ટર ફાઇનલ મેચમાં તેનો મુકાબલો ચીનના હાન યુઈ સામે થશે.
60 seconds from a clash which saw an insane comeback by @PRANNOYHSPRI 🦁🔥#SingaporeOpen2022#SingaporeOpenSuper500#IndiaontheRise#Badminton pic.twitter.com/61TkFZuelL
— BAI Media (@BAI_Media) July 14, 2022
વિશ્વના નંબર-19 ભારતીય ખેલાડી એચએસ પ્રણોય (HS Prannoy) એ વિશ્વના ચોથા ક્રમના પુરુષ ખેલાડી ચાઉ ટીન ચેનને રોમાંચક રીતે હરાવ્યો. ચાઈનીઝ તાઈપેઈના ચાઉએ પ્રથમ ગેમમાં પ્રણયને 21-14 થી હરાવ્યો હતો. આગળની ગેમમાં પણ પ્રણોય હારની નજીક હતો. પરંતુ તેણે ચાઉને ખૂબ જ સામાન્ય પોઇન્ટ 22-20 થી હરાવ્યો હતો. ત્યાર બાદ એચએસ પ્રણય છેલ્લી અને નિર્ણાયક ગેમમાં 21-18 થી આગળ રહ્યો હતો અને ક્વાર્ટર ફાઇનલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. એચએસ પ્રણયનો આગામી મુકાબલો જાપાનના કોડાઈ નારકોડા સામે થશે.
India’s PV Sindhu edges past Vietnam’s Thuy Linh Nguyen in a three game decider to storm into the Women’s Singles – Quarter Finals at the Singapore Open. 🇮🇳🙌🏽
Scores: 19-21, 21-19, 21-18. #IndianSports #Badminton 🏸 pic.twitter.com/QVNjeeuQAw
— Sportskeeda (@Sportskeeda) July 14, 2022
મિથુન અને અશ્મિતા ટુર્નામેન્ટમાંથી બહાર થયા
રાઉન્ડ ઓફ 16ની મેન્સ સિંગલ્સની મેચમાં ભારતના યુવા ખેલાડી મિથુન મંજુનાથ અને મહિલા સિંગલ્સમાં અશ્મિતાએ નિરાશ કર્યા હતા. ભારતના યુવા ખેલાડી મિથુનનો આયર્લેન્ડના નહાટ ન્ગ્યુએનના હાથે 10-21, 21-18, 16-21 થી પરાજય થયો હતો. તો બીજી તરફ ભારતની યુવા મહિલા ખેલાડી અશ્મિતાને ચીનની હાન યુઇએ 9-21, 13-21 થી હાર આપી હતી. આમ બંને ખેલાડીઓ પોત પોતાની મેચ હારી જતાં હવે સિંગાપોર ઓપન 2022 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.