Badminton : બેડમિન્ટન એશિયાએ PV Sindhu ની માફી માંગીને ભૂલ સ્વીકારી, અમ્પાયરના નિર્ણય બાદ ભારતીય સ્ટાર રડવા લાગી હતી

Badminton : એશિયા બેડમિન્ટન (Badminton Asia) ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સની સેમિફાઇનલ મેચ દરમિયાન પીવી સિંધુ (PV Sindhu) ને રેફરીની ભૂલને કારણે મેચ ગુમાવવી પડી હતી.

Badminton : બેડમિન્ટન એશિયાએ PV Sindhu ની માફી માંગીને ભૂલ સ્વીકારી, અમ્પાયરના નિર્ણય બાદ ભારતીય સ્ટાર રડવા લાગી હતી
PV Sindhu (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 9:17 AM

બેડમિન્ટન એશિયા (Badminton Asia) ટેકનિકલ સમિતિના અધ્યક્ષ ચિહ શેન ચેને એપ્રિલમાં બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સ સેમિ ફાઇનલ મેચ દરમિયાન રેફરીની માનવ ભૂલ માટે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ (PV Sindhu) ની માફી માંગી છે. જાપાનની અકાને યામાગુચી સામેની સેમિ ફાઇનલ મેચની મધ્યમાં અમ્પાયરો દ્વારા અયોગ્ય નિર્ણય બાદ પીવી સિંધુની આંખોમાં આંસુ હતા. આ નિર્ણય બાદ પીવી સિંધુની લય ખોરવાઈ ગઈ હતી અને તેણે હારનો સામનો કરીને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પીવી સિંધુને લખેલા પત્રમાં અધિકારીએ કહ્યું કે કમનસીબે હવે આમાં (તત્કાલીન નિર્ણય) સુધારાની કોઈ અવકાશ નથી. જો કે આ માનવીય ભૂલનું પુનરાવર્તન ટાળવા માટે અમે જરૂરી પગલાં લીધાં છે.

હરીફ ખેલાડીને આપવામાં આવ્યો હતો વધુ એક પોઇન્ટ

તેણે લખ્યું કે તમને થયેલી અસુવિધા માટે અમે દિલથી માફી માંગીએ છીએ. અમારું માનવું છે કે તે રમતનો એક ભાગ છે અને તેનો સ્વીકાર કરવો જોઈએ. આ ઘટના ત્યારે બની જ્યારે પીવી સિંધુ પહેલી ગેમ જીત્યા બાદ બીજી ગેમમાં 14-11થી આગળ હતી. ત્યાર બાદ અમ્પાયરે વધુ સમય માટે વિરામ લેવાની સજા તરીકે વિરોધી ખેલાડીને એક વધારાનો પોઈન્ટ આપ્યો. પીવી સિંધુએ ત્યાર પછી પોતાની ગતિ ગુમાવી દીધી અને ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં 21-13, 19-21, 16-21થી હારી ગઈ. ચેર અમ્પાયરે યામાગુચીને શટલ સોંપવા કહ્યું તે પછી ભારતીય ખેલાડી મુખ્ય રેફરી સાથે વાત કરતી જોવા મળી હતી. પરંતુ કોઈએ તેની વાત પર ધ્યાન આપ્યું ન હતું.

યામાગુચી તૈયાર ન હતી

પીવી સિંધુએ તે સમયે કહ્યું હતું કે, અમ્પાયરે મને કહ્યું કે તમે ઘણો સમય લઈ રહ્યા છો. પરંતુ વિરોધી ખેલાડી તે સમયે તૈયાર ન હતી. પરંતુ અમ્પાયરે અચાનક તેને પોઈન્ટ આપી દીધો અને તે ખરેખર અન્યાય હતો. મને લાગે છે કે તે મેચમાં મારી હારનું એક કારણ તે પણ હતું. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (BWF) એથ્લેટ્સ કમિશનની સભ્ય પીવી સિંધુએ તરત જ વિશ્વ સંસ્થા અને એશિયાના બેડમિન્ટન કોન્ફેડરેશનને પત્ર લખીને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પીવી સિંધુના પિતા પીવી રમણાએ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને. પીટીઆઈ ભાષાને કહ્યું કે મને ખુશી છે કે તેણે ભૂલ સ્વીકારી છે. હું વિનંતી કરું છું કે જો આવી પરિસ્થિતિ ફરીથી ઉભી થાય તો રેફરીએ થોડો સમય લેવો જોઈએ અને વીડિયો રેકોર્ડિંગ જોયા પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. પીવી સિંધુ હાલમાં કુઆલાલંપુરમાં ચાલી રહેલ ટુર્નામેન્ટ મલેશિયા માસ્ટર્સ સુપર 500 માં વ્યસ્ત છે.

g clip-path="url(#clip0_868_265)">