SAFF Championship: ભારતીય ફુટબોલ ટીમ ફાઇનલમાં પહોંચી, મહત્વનુ ટાઇટલ જીતવા નેપાળ સાથે શનિવારે ટકરાશે
અત્યાર સુધી SAIF ચેમ્પિયનશિપની 13 સીઝન રમાઈ છે. આ 13 માંથી ભારતે 12 સીઝનની ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે નેપાળની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે.
સરેરાશ પ્રદર્શન હોવા છતાં, ભારતીય ફૂટબોલ ટીમ (Indian Football Team) સેફ ચેમ્પિયનશિપ (SAFF Championship) ની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી. આમ 12 મી વખત છે જ્યારે ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. આ વખતે ભારતને ટુર્નામેન્ટમાં એવું વર્ચસ્વ જોવા મળ્યું નથી. પ્રારંભિક ઉતાર-ચઢાવ બાદ લયમાં પરત ફરેલી સાત વખતની ચેમ્પિયન હવે, શનિવારે ફાઇનલમાં નેપાળ સામે ટકરાશે. નેપાળની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડીયા માટે આ ખિતાબ જીતવો એ વિશ્વસનીયતા માટેની લડાઈ સમાન છે.
ભારત અત્યાર સુધી 13 સીઝનમાં 12 મી વખત ફાઇનલમાં પહોંચ્યું છે, જે આ પ્રાદેશિક ટુર્નામેન્ટમાં તેનું વર્ચસ્વ દર્શાવે છે. તેમનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન 2003 માં ત્રીજા સ્થાને રહ્યું હતું. નેપાળ સામેની જીત 2019 માં ટીમ સાથે જોડાયેલા મુખ્ય કોચ ઇગોર સ્ટિમક માટે પણ પ્રથમ ટ્રોફી હશે. જો ભારત જીતે તો તે SAFF ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતનાર જીરી પેસેક (1993) અને સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન (2015) પછી છઠ્ઠા કોચ અને ત્રીજા વિદેશી બનશે.
ભારતનું પ્રદર્શન ખાસ નહોતું
ભારત પ્રથમ બે મેચમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે ડ્રો રમ્યા હતા, જેના કારણે તેઓ ફાઇનલની રેસમાંથી બહાર રહેવાના જોખમમાં મુકાયા હતા. પરંતુ ટીમ નેપાળને હરાવીને લયમાં પરત ફરી હતી. ત્યારબાદ તેઓએ યજમાન માલદીવ્સને 3-1 થી હરાવ્યું. જેમાં કેપ્ટન સુનીલ છેત્રીએ બે ગોલ કર્યા હતા. ભારત નેપાળને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં, જે ફિફા રેન્કિંગમાં ભારતથી 61 સ્થાન નીચે છે.
રોબિન રાઉન્ડમાં ભારત 82 મી મિનિટમાં છેત્રીએ કરેલા ગોલની મદદથી તેને હરાવી શક્યું હતું. નેપાળે માલદીવને હરાવ્યું હતું. જ્યારે બાંગ્લાદેશ ડ્રો રમ્યું હતું.
ટીમ ઇન્ડિયા નેપાળને મજબૂત માને છે
ડેટાના આધારે, ભારતને મનોવૈજ્ઞાનિક આધાર મળશે. આ વર્ષે બંને ટીમો વચ્ચે રમાયેલી ત્રણ મેચમાંથી ભારતે બે જીતી અને એક ડ્રો કરી. ભારતે ગયા મહિને નેપાળમાં બે મૈત્રીપૂર્ણ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જેમાં એક ડ્રો અને એક જીતી હતી. છેત્રીએ જણાવ્યું હતું કે, નેપાળમાં માલદીવની જેમ ટીમમાં સ્ટાર ખેલાડી ન હોઈ શકે. માલદિવ્સ પાસે અલી અશફાક હતો, પરંતુ તે એકલો શાનદાર પ્રદર્શન કરવામાં પારંગત છે. અમે તેની સામે સપ્ટેમ્બરથી ત્રણ વખત રમ્યા છીએ અને તેને હરાવવું સહેલું નથી. અમારું કામ હજી પૂરું થયું નથી.