IND vs PAK : પાકિસ્તાનની કારમી હાર, ભારતની વિજયી શરુઆત, Sunil Chetri એ કર્યા હેટ્રિક ગોલ, જુઓ Video
SAFF Championship 2023 : બેંગ્લોરના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં આજે 21 જૂનથી એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપની શરુઆત થઈ છે. આ ચેમ્પિયનશિપ 4 જુલાઈ સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 દેશોની રાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. આ 8 ટીમોને 2 ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે.

Bengaluru : ભારતના બેંગ્લોરમાં આજથી SAFF Championship 2023ની શરુઆત થઈ છે. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે 21 જૂનના રોજ સાંજે 7.30 કલાકે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચની શરુઆત થઈ હતી. ભારતીય દિગ્ગજ ફૂટબોલ સુનિલ છેત્રી એ આ મેચમાં 3 શાનદાર ગોલ ફટકાર્યા હતા. પ્રથમ હાફમાં સ્કોર 2-0થી ભારતીય ટીમના પક્ષમાં રહ્યો હતો. બીજા હાફમાં પણ ભારતીય ટીમના વધુ 2 ગોલ થતા, પાકિસ્તાન સામે ભારતીય ટીમે 4-0થી જીત મેળવી હતી.
મેચની 10ની મિનિટે સુનિલ છેત્રી એ પાકિસ્તાની ગોલકીપરની ભૂલનો લાભ લઈને ગોલ કર્યો હતો. 16મી મિનિટે સુનિલ છેત્રી એ પેનલ્ટીની મદદથી ગોલ કરીને ભારતીય ટીમને 2-0ની લીડ અપાવી હતી. આ પ્રથમ હાફમાં વરસાદની સાથે બંને ટીમો વચ્ચે બબાલ પણ જોવા મળી હતી. ભારતીય કોચની મેચ દરમિયાન દખલ કરવાને કારણે પાકિસ્તાની ખેલાડી ભડક્યા હતા.
ભારતીય હેડ કોચ Igor Stimacની હરકતને કારણે રેડ કાર્ડ આપવામાં આવ્યો હતો. સુનિલ છેત્રી રેફરીના આ નિર્ણય પર ગુસ્સે પણ થયો હતો. બીજા હાફમાં સુનિલ છેત્રીે 74મી મિનિટે પેનલ્ટી ગોલ કર્યો હતો. 81મી મિનિટેઉદન્તા સિંઘે ગોલ કર્યો હતો. 4-0થી જીત મેળવીને ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં વિજયી શરુઆત કરી છે.
આ પણ વાંચો : ICC Test Rankings : માર્નસ લાબુશેનને પછાડી જો રૂટ બન્યો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ
ભારતીય ટીમની 2-0થી શાનદાર જીત
Was there ever any doubt that @chetrisunil11 would step up to the occasion?#SAFFChampionship2023 #INDPAK #IndianFootball ⚽️ #BlueTigers pic.twitter.com/E9aECGLuGO
— Indian Football Team (@IndianFootball) June 21, 2023
And Sunil Chhetri makes it two. Fantastic atmosphere at Kanteerava #IndianFootball #SAFFChampionship2023 #SAFF #indvspak #india #pakistan
— Sakshi Yadav Nirwan (@20ydv) June 21, 2023
Enjoy Sunil Chhetri’s first goal against Pakistan.#Celebratefootball #SAFFChampionship2023 #INDPAK #INDvsPAK pic.twitter.com/Qw5xL3O3XN
— T Sports (@TSports_bd) June 21, 2023
| Things are getting heated after head coach Igor Stimac interfered and stopped a Pakistani player’s throw in, a proper India vs Pakistan match one expected #IndianFootball pic.twitter.com/QTt3peigqX
— 90ndstoppage (@90ndstoppage) June 21, 2023
Wow loving this @IgorStimac 😭🔥 #INDvPAK #SAFFChampionship pic.twitter.com/ZHTjJ7DcMb
— Aayush Shetty 🇮🇳 (@bebaslachara_) June 21, 2023
Wrestling or Football ?#Celebratefootball #SAFFChampionship2023 #football #INDPAK #INDvsPAK pic.twitter.com/5EG8TLKeHZ
— T Sports (@TSports_bd) June 21, 2023
18 જૂનના રોજ ભારતીય ટીમે ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો હતો. ભારતીય ફૂટબોલ ટીમ બીજી વાર ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતી હતી. SAFF ચેમ્પિયનશિપની આ વર્ષે 14મી આવૃતિ છે, આ પહેલા ભારતીય ફૂટબોલ ટીમ 8 વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. ભારતીય ફૂટબોલ ટીમ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021માં આ ટુર્નામેન્ટ જીત્યું હતું.
આ પણ વાંચો : MS Dhoni: ધોની આગામી IPL રમશે કે નહીં? CSKના CEOને જણાવ્યો પ્લાન, જાણો શું કહ્યું
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
KICKOFF.
The #BlueTigers are out to defend their #SAFFChampionship2023 title against Pakistan at the Kanteerava ️
@FanCode & @ddsportschannel #INDPAK #IndianFootball ⚽️ pic.twitter.com/5dL8SW5WW1
— Indian Football Team (@IndianFootball) June 21, 2023
ભારતીય ફૂટબોલ ટીમ – અમરિન્દર સિઘ (ગોલકીપર), પ્રીતમ કોટલ, અનવર અલી, સંદેશ ઝિંગન, સુભાસીસ બોઝ, જેક્સન સિંઘ, અનિરુદ્ધ થાપા, સાહલ અબ્દુલ સમદ, લલિયાનઝુઆલા છાંગટે, સુનીલ છેત્રી, આશિક કુરુનિયા
પાકિસ્તાન ફૂટબોલ ટીમ – સાકિબ હેનફ (ગોલકીપર), મામૂન મૂસા ખાન, મુહમ્મદ સુફયાન આસિફ, અબ્દુલ્લા ઈકબાલ, મુહમ્મદ સુફિયાન, ઓટિસ ખાન, અલી ઉઝૈર મહમૂદ, ઈસાહ સુલીમાન, રહીસ નબી, હારુન હમીદ, હસન બશીર