Russia-Ukraine War: રશિયા-બેલારુસના ખેલાડીઓ પર બેડમિન્ટન ફેડરેશનનો પ્રતિબંધ, અધિકારીઓ પર પણ કાર્યવાહી થશે

|

Mar 01, 2022 | 11:06 PM

યુક્રેન પર હુમલો રશિયાએ કર્યો છે પણ પાડોશી દેશ બેલારુસે વ્લાદિમીર પુતિનને સંપુર્ણ રીતે સાથ આપ્યો છે. રશિયાની સેના યુક્રેનમાં બેલારુસના રસ્તેથી જતી જોવામાં આવી હતી.

Russia-Ukraine War: રશિયા-બેલારુસના ખેલાડીઓ પર બેડમિન્ટન ફેડરેશનનો પ્રતિબંધ, અધિકારીઓ પર પણ કાર્યવાહી થશે
Russia Badminton players (File Photo)

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ જંગ (Russia Ukraine War) ને છ દિવસ થઇ ગયા છે. ન તો પુતિન પીછે-હટ કરી રહ્યો છે ન તો યુક્રેનના રાષ્ટપતિ વોલોદિમિર ઝેલેન્સકી હાર માનવા માટે તૈયાર છે. તમામ જગ્યાએથી રશિયાની નિંદા થઇ રહી છે અને તેના પર આર્થિક અને અન્ય પ્રતિબંધો લગાવીને દબાણ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને પગલે હવે વિશ્વ બેડમિન્ટન ફેડરેશને (World Badminton Federation) યુક્રેન પર હુમલો કરનાર રશિયા અને તેને સમર્થન આપનાર દેશ બેલારુસના ખેલાડીઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

હવે તે વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન માન્યતા પ્રાપ્ત કોઇ પણ બેડમિન્ટ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઇ શકે. યુક્રેન અને રશિયા વચ્ચે વાર્તાલાપ નિષ્ફળ રહ્યો. આ બધા વચ્ચે રશિયાની સેનાનો યુક્રેન પર સતત હુમલાઓ ચાલુ છે. તે રાજધાની કીવમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024


બેડમિન્ટન ફેડરેશને કહ્યું કે તેમણે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની ભલામણના આધાર પર લીધો છે. જેમાં યુક્રેન પર રશિયાના હુમલા બાદ રશિયા અને તેના સમર્થન બેલારુસના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાંથી પ્રતિબંધ કરવાની અપીલ કરવામાં આવી હતી.

બેડમિન્ટન ફેડરેશને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે વાતચીત કર્યા બાદ વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને યુક્રેન પર રશિયાની સેનાના હુમલાને લઇને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.” નિવેદન પ્રમાણે “બેડમિન્ટન ફેડરેશને આવનારી નવી નોટીસ સુધી રશિયા અને બેલારુસના ખેલાડીઓ અને અધિકારીઓને વિશ્વ બેડમિન્ટન ફેડરેશનની કોઇ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ નહીં લેવા દેવાનો નિર્ણય કર્યો છે.”

આ પણ વાંચો : Cricket: પાકિસ્તાની ધુલાઇ કરી ગેરી સોબર્સે 64 વર્ષ પહેલા કરી દીધી હતી જમાવટ, 64 વર્ષથી રેકોર્ડ અતૂટ

આ પણ વાંચો : 22 વર્ષની લાંબી કારકિર્દી અને એક પણ વિશ્વ કપ જીતી શકી નથી મિતાલી રાજ, દુ:ખ સામે આવ્યું

Next Article