22 વર્ષની લાંબી કારકિર્દી અને એક પણ વિશ્વ કપ જીતી શકી નથી મિતાલી રાજ, દુ:ખ સામે આવ્યું

22 વર્ષની લાંબી કારકિર્દી અને એક પણ વિશ્વ કપ જીતી શકી નથી મિતાલી રાજ, દુ:ખ સામે આવ્યું
Mithali Raj (File Photo)

ભારતીય મહિલા વન-ડે ટીમની સુકાની મિતાલી રાજે વર્ષ 2000 માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યું કર્યું હતું. ટીમ ઇન્ડિયા છેલ્લે રમાયેલ 50 ઓવરના વર્લ્ડ કપમાં ફાઇનલ મેચ હારી ગઇ હતી.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Mar 01, 2022 | 10:11 PM

ભારતીય મહિલા વન-ડે ટીમની સુકાની મિતાલી રાજ (Mithali Raj) છેલ્લા 22 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે. પણ અત્યાર સુધી તે પોતાની ટીમને એક મહિલા વર્લ્ડ કપ (ICC Women World Cup) જીતાડી શકી નથી. આ વાતનો રંજ તેના મનમાં રહી ગયો છે. ચાર માર્ચથી મહિલા ક્રિકેટ વર્લ્ડ કર શરૂ થઇ રહ્યો છે. મિતાલી રાજ માટે આ અંતિમ વર્લ્ડ કપ રહેશે. એવામાં સુકાની મિતાલી રાજ પ્રયાસ કરશે કે તે પોતાની સંપુર્ણ તાકાત સાથે ટુર્નામેન્ટમાં કબજો કરે. મિતાલી રાજ એન્ડ કંપની વર્ષ 2017 ના વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચ્યા હતા પણ ઇંગ્લેન્ડને ભારતનું સપનું રગદોળી નાખ્યું હતું. જોકે આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્ષ 2005 માં પણ ઉપ વિજેતા ટીમ રહી હતી.

આઈસીસી દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં મિતાલી રાજે કહ્યું કે, “મેં ક્રિકેટમાં લાંબો રસ્તો કાપ્યો છે. 2000 નો વિશ્વ કપ પણ ન્યુઝીલેન્ડમાં રમાયો હતો. તે સમયે મને ટાઇફોડ થયો હોવાના કારણે હું રમી શકી ન હતી. હવે હું ફરીથી અહીયા છું, આ એક લાંબી યાત્રા રહી છે. તેનો એક સુખદ અંત કરવા માંગું છું.”

તેણે વધુમાં કહ્યું કે, “હું ઇચ્છું છું કે અમારા તમામ ખેલાડીઓ વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કરે. તેનાથી ભારત આ વિશ્વકપ જીતી શકે.” તમને જણાવી દઇએ કે ભારતીય મહિલા ટીમ છેલ્લે ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી રમી હતી. જેમાં ભારતને 1-4થી કારમી હાર થઇ હતી. પણ મિતાલી રાજે કહ્યું કે તેની ટીમ 4 માર્ચથી 3 એપ્રિલ સુધી રમાનાર વર્લ્ડ કપમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તૈયાર છીએ.

સુકાની મિતાલી રાજે વધુમાં જણાવ્યું કે, “વિશ્વ કપથી પહેલા અમે જે જગ્યાએ સુધારો કરવા માંગતો હતા તેના પર અમે ગત શ્રેણીમાં અને તેનાથી પહેલાની મેચમાં ખાસ ધ્યાન રાખ્યું હતું. ટીમ હવે સતત 250 રનથી વધુનો સ્કોર બનાવી રહી છે અને વિશ્વ કપમાં પણ અમે તે જાળવી રાખવા માંગીએ છીએ.”

આ પણ વાંચો : PAKvAUS: ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો મુખ્ય ખેલાડી થયો કોરોના સંક્રમિત

આ પણ વાંચો : IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati