એશિયન ઓલિમ્પિક કાઉન્સિલના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય રણધીર સિંહ કોણ છે જાણો
રણધીર સિંહ એશિયન ઓલિમ્પિક પરિષદના અધ્યક્ષ બન્યા છે. આ પદ પર પહોંચનાર પહેલા ભારતીય છે. તેનો કાર્યકાળ 2024 થી 2028 સુધીનો રહેશે. 1978માં એશિયાઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 5 વખત ઓલિમ્પિકની રમતમાં ભાગ લીધો હતો.
સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર રણધીર સિંહ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)ના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય બન્યા. મહાદ્વીપીય સંસ્થાની 44મી મહાસભા દરમિયાન તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. પાંચ વખતના ઓલિમ્પિક શૂટર રણધીર OCA પ્રમુખ પદ માટે એકમાત્ર યોગ્ય ઉમેદવાર હતા. તેમનો કાર્યકાળ 2024 થી 2028 સુધીનો રહેશે. તેમની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.
OCA પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા
77 વર્ષના રણધીર સિંહ 2021થી ઓસીએના કાર્યકારી અધ્યક્ષ હતા. તેમણે કુવેતના શેખ અમહમદ અલ ફહદ અલ સબાનું સ્થાન લીધું છે. તેના પર નૈતિકતાના ઉલ્લંધનના કારણે આ વર્ષ મે રમત પ્રશાસને 15 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.ભારતીય અને એશિયન સ્પોર્ટ્સ સંસ્થાઓમાં વિવિધ વહીવટી હોદ્દા પર રહેલા રણધીરને ખેલ મંત્રી મનસુખ માંડવિયા અને એશિયાના તમામ 45 દેશોના ટોચના રમત પ્રબંધકોની હાજરીમાં સત્તાવાર રીતે OCA પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
View this post on Instagram
પંજાબના પટિયાલાથી રણધીર ખેલાડીઓના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રણધીરના કાકા મહારાજા યાદવિંદ્ર સિંહે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી . તે પણ આઈઓસીના સભ્ય હતા. તેના પિતા ભલિંદ્ર પણ ક્રિકેટર હતા. તે 1947 થી 1992 વચ્ચે આઈઓસીના સભ્ય હતા. રણધીર 2011 થી 2014 વચ્ચે આઈઓસીના સભ્ય રહ્યા હતા.
View this post on Instagram
કોણ છે રણધીર સિંહ જાણો
રણધીર સિંહનો પરિવાર રમત ગમત સાથે જોડાયેલો છે. તેના કાકા અને પિતા પ ણક્રિકેટર રહી ચૂક્યા છે. રણધીર સિંહે દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી, રણધીર સિંહે રમતગમતમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તેના શરૂઆતના વર્ષોમાં તેણે ગોલ્ફ, સ્વિમિંગ, સ્ક્વોશ અને ક્રિકેટ જેવી રમતોમાં પોતાનો હાથ અજમાવ્યો, પરંતુ આખરે તેણે શૂટિંગને તેની કારકિર્દી તરીકે પસંદ કર્યું. 5 વખત ઓલિમ્પિકની રમતમાં ભાગ પણ લઈ ચૂક્યા છે. આવું કરનાર તેઓ માત્ર બીજા ભારતીય છે.
1979માં રણધીર સિંહને અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા, અને તેમને મહારાજા રણજીત સિંહ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. રણધીર સિંહ તેમના કરિયરમાં અનેક એવોર્ડ જીતી ચૂક્યા છે. હવે તેમને મોટી અને મહત્વની જવાબદારી મળી છે,