Wimbledon 2022: રાફેલ નડાલ વિમ્બલડન રમવા માગે છે પણ અત્યારે નિર્ણય લઇ શકતો નથી, જણાવ્યું આ કારણ

Tennis : રાફેલ નડાલ (Rafael Nadal) એ કહ્યું, "હું વિમ્બલ્ડન (Wimbledon) માં રમવા માંગુ છું. પરંતુ તે આવતા અઠવાડિયે મારું શરીર કેવું છે તેના પર નિર્ભર રહેશે." છેલ્લા એક અઠવાડિયાથી મને કોઈ દુખાવો નથી થઈ રહ્યો અને હું કસરત કરી રહ્યો છું.

Wimbledon 2022: રાફેલ નડાલ વિમ્બલડન રમવા માગે છે પણ અત્યારે નિર્ણય લઇ શકતો નથી, જણાવ્યું આ કારણ
Rafael Nadal (PC: Sky Sports)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Jun 18, 2022 | 12:33 PM

સ્પેનના રાફેલ નડાલ (Rafael Nadal) એ આ મહિને યોજાનાર વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન (Wimbledon 2022) માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 22 વખતનો ગ્રાન્ડ સ્લેમ (Grand Slam) વિજેતા રાફેલ નડાલ પગની ઈજાથી પીડાઈ રહ્યો છે. જો કે તેણે વર્ષના પ્રથમ બે ગ્રાન્ડ સ્લેમ ખિતાબ ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન જીતી ચુક્યો છે.

રાફેલ નડાલે કહ્યું, ‘હું વિમ્બલ્ડનમાં રમવા માંગુ છું પરંતુ તે આવતા અઠવાડિયે મારું શરીર કેવું છે તેના પર નિર્ભર રહેશે. છેલ્લા એક સપ્તાહથી મને કોઈ પીડા થઈ નથી અને હું પ્રેક્ટિસ પણ કરી રહ્યો છું. જેના કારણે ટૂર્નામેન્ટમાં રમવાની મારી તકો વધી ગઈ છે.’

રાફેલ નડાલે ઇન્જેક્શન લઇને ગત ટુર્નામેન્ટ રમી હતી

તમને જણાવી દઇએ કે રાફેલ નડાલે પેરિસમાં કહ્યું હતું કે, તે રોલેન્ડ ગેરોસમાં પીડાને દૂર કરવા માટે ઇન્જેક્શનથી રમ્યો હતો. પરંતુ હવે તે અન્ય ટૂર્નામેન્ટમાં આવું નહીં કરે. રાફેલ નડાલ 2019 થી વિમ્બલ્ડન (Wimbledon Open) માં રમ્યો નથી. કોરોનાને કારણે 2020માં ટૂર્નામેન્ટ રદ કરવામાં આવી હતી. જ્યારે નડાલ ઈજાના કારણે ગયા વર્ષે તેમાં ભાગ લઈ શક્યો ન હતો.

મેટિયો બેરેટિનીએ કર્યું પુનરાગમન

ક્વીન્સ ક્લબ ટેનિસ ટુર્નામેન્ટ (Tennis Tournaments) ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ડેનિસ કુડલાને હરાવી પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન મેટિયો બેરેટિનીએ પુનરાગમન કર્યું હતું. બેરેટિનીએ કુડલા સામે 3-6, 7-5(5), 6-4 થી જીત મેળવી હતી. બીજી ક્રમાંકિત ઇટાલિયન ખેલાડી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવનાર બે સીડમાંથી એક છે. બેરેટિની હવે ટોમી પોલ સામે ટકરાશે. જેણે ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સ્ટેન વાવરિંકાને 6-1, 6-4 થી હરાવ્યો હતો. ટોમી પાલે પ્રથમ રાઉન્ડમાં છઠ્ઠા ક્રમાંકિત ડેનિસ શાપોવાલોવને હરાવ્યો હતો.

સર્બિયાનો ફિલિપ ક્રાજિનોવિક પણ ક્વાર્ટર ફાઇનલ માં પહોંચી ગયો છે. તેણે 2010 ના ચેમ્પિયન સેમ ક્વેરીને 4-6, 6-3, 6-4થી હરાવ્યો હતો. અન્ય એક મેચમાં બ્રિટનના વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી રેયાન પેનિસ્ટને આર્જેન્ટિનાના ફ્રાન્સિસ્કો સેરુન્ડોલોને 6-0, 4-6, 6-4થી હરાવ્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati