AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro Kabaddi League: યુપી યોદ્ધા અને પુનેરી પલટન વચ્ચે પહેલી એલિમિનેટર મેચ, જીતનાર ટીમ સેમિ ફાઇનલમાં પટના પાઇરેટ્સ સામે ટકરાશે

પહેલી એલિમિનેટર મેચ યુપી યોદ્ધા અને પુનેરી પલટન વચ્ચે રમાશે. જ્યારે બીજી એલિમિનેટર મેચ ગુજરાત જાયંટ્સ અને બેંગ્લુરુ બુલ્સ ટીમ વચ્ચે રમાશે.

Pro Kabaddi League: યુપી યોદ્ધા અને પુનેરી પલટન વચ્ચે પહેલી એલિમિનેટર મેચ, જીતનાર ટીમ સેમિ ફાઇનલમાં પટના પાઇરેટ્સ સામે ટકરાશે
UP Yoddha vs Puneri Paltan (PC: Pro Kabaddi)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 8:22 PM
Share

પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8માં છ ટીમો પ્લેઓફમાં પહોંચી ચુકી છે. જેમાં બે ટીમ પટના પાઇરેટ્સ અને દબંગ દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચ 2 ના સ્થાને રહેતા સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. જ્યારે ટોપ 6 માંથી 4 ટીમો સોમવારે (21 ફેબ્રુઆરી 2022) એલિમિનેટરમાં ટકરાશે. પહેલી એલિમિનેટર મેચમાં યુપી યોદ્ધા (UP Yoddha) અને પુનેરી પલટન (Puneri Paltan) ટીમો સામ સામે ટકરાશે. આ મેચમાં જીતનારી ટીમ પહેલી સેમિ ફાઇનલ મેચમાં પ્રવેશ કરશે. જ્યા જીતનારી ટીમનો સામનો પટના પાઇરેટ્સ ટીમ સામે થશે.

આ લીગમાં યુપી યોદ્ધાની ટીમે 68 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજુ સ્થાન મેળવ્યું હતું અને પ્લે ઓફમાં પ્રવેશ કર્યો હતો. યુપી યોદ્ધાની વાત કરીએ તો પ્રો કબડ્ડી લીગમાં અત્યાર સુધી ટીમે 22 મેચ રમી છે અને કુલ 10 મેચમાં જીત મેળવી છે અને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તો 3 મેચમાં ડ્રોનો સામનો કરવો પડ્યો છે. ગ્રુપ ચરણમાં અંતિમ મેચમાં યુપી યોદ્ધાની ટીમે યુ મુમ્બા ટીમે 7 પોઇન્ટથી હરાવ્યું હતું. તો બીજી ટીમની વાત કરીએ તો પુનેરી પલટન ટીમ 66 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પહોંચનાર અંતિમ ટીમ હતી. પુનેરી ટીમ લીગ સ્ટેજમાં છેલ્લી મેચમાં જયપુર પિંક પેન્થર્સને 7 પોઇન્ટના અંતરથી હરાવ્યું હતું.

એલિમિનેટર મેચમાં પહોંચનારી અન્ય ટીમો ગુજરાત જાયંટ્સ અને બેંગ્લુરુ બુલ્સ ટીમ છે. ગુજરાતની ટીમે 67 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહી હતી. આ સાથે પ્લે ઓફ માટે ક્વોલિફાઇ કરી લીધું હતું. ગુજરાતની ટીમે અત્યાર સુધી 22 મેચ રમી છે. જેમાંથી 10 મેચમાં જીત મેળવી છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 4 મેચમાં ડ્રોનો સામનો કરવો પડ્યો છે. ગ્રુપ ચરણમાં ગુજરાત ટીમે અંતિમ મેચમાં યુ મુમ્બા ટીમને 3 પોઇન્ટ સાથે રોમાંચક મેચમાં હરાવ્યું હતું. તો બેંગ્લોર બુલ્સ ટીમની વાત કરીએ તો 66 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં ક્વોલિફાય કરનાર પાંચમી ટીમ બની હતી. બેંગ્લોર ટીમે લીગ મેચમાં પોતાની છેલ્લી મેચમાં હરિયાણા સ્ટીલર્સ ટીમને 22 પોઇન્ટના મોટા માર્જીન સાથે હાર આપી હતી.

આ પણ વાંચો : Pro Kabaddi League: સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા મેટ પર ઉતરશે ગુજરાત જાયંટ્સ અને બેંગ્લોર બુલ્સની ટીમ, વિજેતા ટીમ દબંગ દિલ્હીનો સામનો કરશે

આ પણ વાંચો : INDvSL: ભારતના પ્રવાસ માટે શ્રીલંકા ટીમની થઈ જાહેરાત, ત્રણ ખેલાડીઓ થયા બહાર

g clip-path="url(#clip0_868_265)">